ભાવનગરના આંગણે યોજાયાં નારી સંરક્ષણ ગૃહની અનાથ દીકરીના એક અનોખા લગ્ન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના આંગણે નારી સંરક્ષણ ગૃહ, પાલીતાણામાં ઉછરેલી અનાથ દીકરી ‘રેશ્મા’ના એક અનોખા લગ્ન આજે સિંધુનગર ખાતે આવેલ મંગતરામ હોલ ખાતે યોજાયાં હતાં. રાજ્ય સરકારે મા-બાપની ભૂમિકા ભજવીને ’રેશ્મા’ની રેશમ દોર બાંધી પ્રભુતામાં નવજીવન તરફના પગલાં મંડાવ્યાં હતાં. આ લગ્ન માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દાતાઓના સહકારથી એક દીકરી સાસરે જાય ત્યારે જે કોડ અને પ્રેમ સાથે જાય તે પ્રકારની દરેક વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી ભારે ધામધૂમથી આ દીકરીના લગ્ન કરાવ્યાં હતાં. આ રાજ્ય સરકારની સંવેદનશીલતાનો નમૂનો છે કે, એક…

Read More

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ શહેરના આરોગ્યની ચિંતા કરતા ભાવનગર પૂર્વમાં રુવા પી.એચ.સી.સેન્ટર અને ભાવનગર પશ્ચિમમાં કુંભારવાડા અને નારી ગામના પી.એચ.સી.સેન્ટરના સાધનો માટે મંત્રીશ્રી ઋષિકેશ પટેલ પાસે તત્કાલ 90 લાખ મંજુર કરાવ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર ગત રિવ્યુ બેઠક દરમ્યાન શહેરના ભાવનગર પૂર્વ વિધાનસભાના રુવા પી.એચ.સી.સેન્ટર અને ભાવનગર પશ્ચિમના કુંભરવાડા અને નારી પી.એચ.સી.સેન્ટરમાં સાધનોના અભાવ અને મુશ્કેલી અંગે અધિકારીગણ તરફથી જાણમાં આવતા રુવા, નારી અને કુંભારવાડા ના પી.એચ.સી.સેન્ટર માટે જરૂરી આર્થિક રકમ અંદાજીત 90 લાખની માંગણી સરકારશ્રી અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ પાસે મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા કરતી રજુવાત કરવામાં આવતા મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તુરંત પ્રતિભાવ આપતા મંત્રી જીતુભાઇ વાઘણીની રજુઆત સંદર્ભે ત્રણે પી.એચ.સી.સેન્ટરો માટે ૩૦-૩૦ લાખ સાથે કુલ રૂપિયા ૯૦ લાખ જેવી માતબર રકમ મહાનગર સેવા સદન માટે મંજુર કરવામાં આવતા ખુશીની…

Read More

કચ્છ જીલ્લાના ખેડૂત ખાતેદારો માટે ભુજ ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના ખેડૂત ખાતેદારોને જણાવવાનું કે, કચ્છ જિલ્લામાં ભુજ મધ્યે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. જેમાં માટી તેમજ પાણીના નમુનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. આથી જે કોઇ ખેડૂત ખાતેદાર નમુનાનું પૃથ્થકરણ કરાવવા માંગતા હોય તેઓ પોતાના ખેતરની માટીના નમુના માટે (૫૦૦ ગ્રામ) તેમજ પાણીના નમુના (૧ લિટર)નો જથ્થો લઇ નમુનાનું પૃથ્થકરણ માટે નમુના એકત્રિત કરી મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, તાલુકા પંચાયતની સામે, જાદવજીનગર ખાતે પહોચાડી શકશે. આમ માટી તેમજ પાણીના નમુનાની ચકાસણી ફી સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબની રૂ. ૧૫ પ્રતિ નમુના લેખે…

Read More