હિન્દ ન્યુઝ, હારીજ 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવવામાં આવે છે જે અનુસંધાને આજરોજ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના હારિજ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ખાતે પ્રદેશ કોંગ્રેસ ડેલિકેટ દિનેશભાઈ ઠાકોર ના સહયોગથી આજરોજ હારીજ શહેરની અંદર આવેલ બ્રહ્મસમાજની વાડીમાં મહિલાઓનું મહિલા દિવસ નિમિત્તે એકત્રિત કરી સશક્ત બને તેવુ આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમ જ સમારોહના મુખ્ય દાતાશ્રી દિનેશભાઈ ઠાકોરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અત્રે યોજાયેલા પ્રસંગમાં…
Read MoreDay: March 8, 2022
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૨૨ યોજાનાર પરીક્ષા માટે હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો
હિન્દ ન્યૂઝ, બોટાદ બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ- ૧૦ અને ધોરણ- ૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) રીપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી શરૂ થનાર હોય જે સંદર્ભ બોર્ડની જાહેર પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ તા.૧૪/૦૩/૨૦૨૨ થી ૧૨/૦૪/૨૦૨૨ ના સવારે ૭-૦૦ કલાકથી સાંજે ૦૬-૩૦ કલાક દરમ્યાન શરૂ કરવામાં આવેલ છે જેની સબંધકર્તાએ નોંધ લેવા વધુમા જણાવાયું છે રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreસાયન્સ સેન્ટર ખાતે ત્રિ-દિવસીય ‘ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-૨૦૨૨’ને ખુલ્લુ મૂકતા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ
હિન્દ ન્યુઝ, સુરત ૨૨થી વધુ રાજ્યોમાંથી આવેલા વિવિધ હસ્ત અને શિલ્પકલાકારો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓના ત્રિ-દિવસીય ‘ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-૨૦૨૨’ને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેને પટેલે ખુલ્લું મૂકયું હતું. સુરતના આંગણે સાયન્સ સેન્ટર-સિટીલાઈટ ખાતે તા.૪ થી ૬ માર્ચ દરમિયાન સવારે ૧૦.૦૦ થી સાંજના ૮.૦૦ વાગ્યા દરમિયાન ભારતભરમાંથી આવેલા હસ્તકલાના કારીગરો દ્વારા ૫૦થી વધુ સ્ટોલોમાં આર્ટ અને ક્રાફ્ટની ચીજવસ્તુઓ વાંસ, લેધરમાંથી બનાવેલી અવનવી વસ્તુઓ, સુશોભન માટેની વસ્તુઓ, સિલ્ક-કોટન સાડી, વાર્લી પેઈન્ટિંગ, કચ્છી ભરતકામ, ખાખરા જેવી અનેક ચીજવસ્તુઓ પ્રદર્શન તથા વેચાણ માટે ઉપલબ્ધ છે. આ પ્રસંગે રાજયપાલશ્રીએ…
Read More‘વિશ્વ મહિલા દિવસ’ના ઉપલક્ષ્યમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ૨૧ મહિલા સન્નારીઓનું ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે સન્માન
હિન્દ ન્યુઝ, તા.૮ માર્ચ-વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત નારી સન્માન સમારોહમાં ૨૧ મહિલા સન્નારીઓનું ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબહેને નવયુવા મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલાશક્તિ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે, ત્યારે નારીઓ તેમને મળેલા અધિકારો પ્રત્યે સજાગ બને તે જરૂરી છે. નારીમાં શક્તિનો અખૂટ ભંડાર રહેલો છે, ત્યારે મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓ અને…
Read More૧૨ મી માર્ચના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન
હિન્દ ન્યુઝ, ભરૂચ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ભરૂચ મુકામે કાર્યરત જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને જિલ્લાની તમામ તાલુકાની કોર્ટો ધ્વારા પ્રત્યક્ષરૂપે હાજર રહી શકાય તેવી લોક અદાલતનું આયોજન કરેલ છે. આ નેશનલ નેશનલ લોક અદાલત તા.૧૨/૦૩/૨૦૨૨ નાં રોજ કરવામાં આવનાર છે. આ નેશનલ લોકઅદાલતમાં ફોજદારી, સમાધાનલાયક કેસો, નેગોશીયેબલ એકટ મુજબના કેસો, ફકત નાણાંની વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળતરના કેસો, લેબર તકરારના કેસો, ઇલેકટ્રીસીટી તથા વોટરબીલને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થાં અને નિવૃતિના…
Read Moreભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભરૂચ ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે મહીલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલીક ધોરણે બચાવ, મદદ અને સલાહ ઉપરાંત સરકારની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVKEMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહીલા દિવસના રોજ રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિન…
Read Moreપાલનપુર ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ હરીફાઇ યોજાઇઃ વિવિધ શાળાઓના ૩૭૦ જેટલા બાળ કલાકારોએ સહભાગી થઇ પોતાની કલા રજૂ કરી
હિન્દ ન્યુઝ, પાલનપુર આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી- બનાસકાંઠા દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પાલનપુર ખાતે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતદાન ગઢવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશભાઇ સોની, પ્રાંત યુવા વિકાસ અધિકારી હિંમતભાઇ કાપડી તથા દ્રષ્ટિબેન દવે, સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના ખજાનચી મુકેશભાઇ…
Read Moreઅરવલ્લી જિલ્લામાં આંગણવાડીની દીવાલો પર દોરવામાં આવેલા જુદા જુદા પ્રકારના ચિત્રો બાળકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું
હિન્દ ન્યુઝ, અરવલ્લી મહાત્મા ગાંધી નરેગા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અરવલ્લી જિલ્લામાં આંગણવાડીઓને પહેલાના કરતા વધારે સારી અને બાળકો આંગણવાડી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય તથા બાળકોમાં સારી ટેવ પડે અને તેમનામાં રહેલી કલા બહાર આવે તેમને પ્રાથમિક અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે આંગણવાડીની દીવાલો ઉપર રચનાત્મક ચિત્રો દોરવામાં આવ્યા છે. જેવા કે છોટા-ભીમ, કાલીયા, પક્ષી, ઢીગલી, જંગલી તેમજ પાલુતું પ્રાણીઓ, પક્ષીઓ અને ફળો, વોશબેસીનની ઉપર હેન્ડ વોશના ચિત્રો બનાવામાં આવ્યા છે. આ આંગણવાડીઓમાં બાળકોને સારા સેનિટેશન, સારી…
Read Moreઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે શસ્ત્ર પ્રદર્શન અને ડિબેટ સ્પર્ધાનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, દાંતીવાડા ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે બી.એસ.એફ.ની 93 બટાલિયન, 123 બટાલિયન, 1055 આર્ટી રેજિમેન્ટ દ્વારા સંયુક્ત રીતે 93 બટાલિયનના ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પ્રદર્શન કમ- ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનું ૯૩ બટાલીયનના કમાન્ડન્ટ દલબીરસિંહ અહલાવત અને નીરજની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરાયુ હતું. આ પ્રસંગે કમાન્ડન્ટ દલબીરસિંહ અહલાવતે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, આપણામાં નાનપણથી જ રાષ્ટ્ર ભાવના કેળવાય અને દેશભક્તિના ગુણો વિકસે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ શસ્ત્ર પદર્શન અને ડિબેટ…
Read Moreવનવાસી-આદિજાતિઓની રાષ્ટ્રભક્તિ-વતન પ્રેમ અને આઝાદી જંગમાં યોગદાનની શૌર્યગાથા ‘લિવ ફોર ધ નેશન-ડાય ફોર ધ નેશન’ની પ્રેરણા આજીવન આપે છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, અંગ્રેજોના જુલ્મી શાસન સામે પ્રાણ ન્યોછાવર કરીને શહાદત વ્હોરનારા વનવાસી આદિજાતિઓની રાષ્ટ્રભક્તિ, વતન પ્રેમ અને શૌર્યગાથા આપણને આજીવન ‘લિવ ફોર ધ નેશન-ડાય ફોર ધ નેશન’ ની પ્રેરણા આપે છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લગાન વધારાના જુલમ સામે વિરોધ નોંધાવવા ૭ માર્ચ ૧૯રરના દિવસે પાલ-દઢવાવમાં એકઠા થયેલા ૧ર૦૦ આદિવાસી બાંધવો પર બ્રિટીશરોએ ગોળીઓ વરસાવી અને વિંધી નાખ્યા હતા. ૧૯૧૯ના જલિયાવાલા બાગ હત્યાકાંડથી પણ વધુ ક્રૂર આ હત્યાકાંડ ગુજરાતના પાલ-દઢવાવમાં થયો હતો. આ ભિષણ રક્તપાતને ઇતિહાસમાં શહિદ સ્મૃતિ…
Read More