અરવલ્લી જિલ્લામાં આંગણવાડીની દીવાલો પર દોરવામાં આવેલા જુદા જુદા પ્રકારના ચિત્રો બાળકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું

હિન્દ ન્યુઝ, અરવલ્લી

         મહાત્મા ગાંધી નરેગા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અરવલ્લી જિલ્લામાં આંગણવાડીઓને પહેલાના કરતા વધારે સારી અને બાળકો આંગણવાડી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય તથા બાળકોમાં સારી ટેવ પડે અને તેમનામાં રહેલી કલા બહાર આવે તેમને પ્રાથમિક અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે આંગણવાડીની દીવાલો ઉપર રચનાત્મક ચિત્રો દોરવામાં આવ્યા છે. જેવા કે છોટા-ભીમ, કાલીયા, પક્ષી, ઢીગલી, જંગલી તેમજ પાલુતું પ્રાણીઓ, પક્ષીઓ અને ફળો, વોશબેસીનની ઉપર હેન્ડ વોશના ચિત્રો બનાવામાં આવ્યા છે. આ આંગણવાડીઓમાં બાળકોને સારા સેનિટેશન, સારી ગુણવતા ધરાવતો ખોરાક, બાળકોને સારું પોષણ મળી રહે તે માટે સ્વચ્છ રસોડું, અનાજ સંગ્રહ કરવાનો સ્ટોર રૂમ, બેસવાની તથા રમવા માટેની સારી સુવિધા જેવા દરેક પાસનું ધ્યાન રાખીને નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મનરેગા અંતર્ગત આઈ.સી.ડી.એસ કન્વર્ઝન અને જિલ્લા વિકાસ અધિકારીની સુચના અને શિક્ષણ વિભાગના સહકારથી થીમેટીક ચિત્રો અને કલરકામ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ૧૭૪ આંગણવાડીને મંજૂરી આપવામાં આવી છે. જે માંથી ૫૫ આંગણવાડીનું કામ પૂર્ણ થઈ ગયું છે બાકી રહેલી આંગણવાડીનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેવું એક અખબારી યાદી દ્વારા જાણવા મળ્યું છે.

Related posts

Leave a Comment