નવસારી જિલ્લાના કણબાડ ગામે અમૃત મહત્વ અંતર્ગત એ સુભાષચંદ્ર બોઝની 175 જન્મ જયંતીના નિમિત્તે પ્રદેશ યુવા મોરચાના સુચના અનુસાર દરેક મંડળના રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના કણબાડ ગામે અમૃત મહત્વ અંતર્ગત એ સુભાષચંદ્ર બોઝની 175 જન્મ જયંતીના નિમિત્તે પ્રદેશ યુવા મોરચાના સુચના અનુસાર દરેક મંડળના રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો જે તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં નવસારી ના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, નવસારી તાલુકા સંગઠન પ્રમુખ મુકેશભાઇ પટેલ, મહામંત્રી રમેશભાઈ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન વિનોદભાઇ, તાલુકા યુવા પ્રમુખ રવિ સોની, મહામંત્રી નેહલ પટેલ અને તેમજ કણભા ગામ સરપંચ ધર્મેશભાઈ પટેલ ઉપસરપંચ ભાવેશભાઈ દ્વારા તેમજ યુવા કાર્યકર્તાઓ હાજર રહીને કાર્યક્રમ કરવામાં આવ્યો. રિપોર્ટ : વિજય પટેલ, નવસારી

Read More

“તૌકતે” વાવાઝોડા સમયે જાન જોખમમાં મૂકી અદમ્ય સાહસ બતાવનાર ગુજરાત પોલીસના ૦૧ અધિકારીને “ઉત્તમ જીવન રક્ષા પદક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર તા: 25/01/2022 પોલીસ દ્વારા જુદાજુદા ક્ષેત્રોમાં પોતે કરેલ ઉત્તમ સેવાઓની કુશળતાપૂર્વકની કામગીરીને ધ્યાનમાં રાખી મેડલ આપી સન્માન કરવામાં આવતું હોય છે. દેશના કોઇપણ પોલીસ અધિકારીઓ જવાનો માટે મેડલ મેળવવો એ ગૌરવ સમાન હોય છે. ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગુજરાત પોલીસના ૦૧ પોલીસ અધિકારીને “ઉત્તમ જીવન રક્ષા પદક” જાહેર કરેલ છે. ગુજરાત પોલીસના “ઉત્તમ જીવન રક્ષા પદક” મેળવાનાર ગીર સોમનાથ જીલ્લાના મદદનીશ સબ ઇન્સ્પેકટર જગદીશભાઇ દાનાભાઇ મકવાણા નાઓએ સને-૨૦૨૧માં ગુજરાતના દરિયા કાંઠે દરિયા કાંઠે ત્રાટકેલ ‘તીકતે’’ વાવાઝોડા દરમ્યાન વિકટ પરિસ્થિતિમાં ગીર-સોમનાથ જીલ્લાના મરીન પોલીસ…

Read More

ગુજરાતના માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સરદારશ્રી ને પુષ્પાંજલી કરેલ, સોમનાથ ગૌશાળા ખાતે વૃક્ષારોપણ અને ગીરગાયની મુલાકાત લીધેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ જીલ્લા ની 11 લાખ ની વસ્તી પ્રમાણે શ્રી સોમનાથ ટ્રસ્ટ નો 11 લાખ વૃક્ષારોપણ નો મહા સંકલ્પ લીધેલ હતો, આજરોજ મુખ્ય મંત્રી એ સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગીર ગાયની ગૌશાળા ની મુલાકાત લીધેલ હતી. આ પ્રસંગે ગૌશાળા ખાતે 11 વૃક્ષો નુ વૃક્ષારોપણ કરી આ સંકલ્પ નો શુભારંભ કર્યો હતો. સાથે વૃક્ષપુજન- ગૌશાળામાં આવેલ ચંદન વનની મુલાકાત લીધી હતી.

Read More

ઢીમા બ્રાન્ચ કેનાલ થી ચારડા માઇનોર કેનાલ ને જોડતા સાયફન પર લીકેજ

હિન્દ ન્યુઝ, થરાદ થરાદ થી ઢીમા ના મુખ્ય માર્ગ પર લીકેજ થતાં ખાડા પડ્યા થરાદ થી પવિત્ર યાત્રાધામ ઢીમા જવાના મુખ્ય માર્ગ પર ઢીમા બ્રાન્ચ કેનાલ માંથી નીકળતી ચારડા માઇનોર કેનાલ બનાવવામાં આવેલ છે જે રસ્તા નીચેથી સાયફન દ્વારા પાણી ચાલુ હોય ત્યારે ઢીમા જવા ના મુખ્ય રસ્તા પર જ લીકેજ થતા ખાડા પડી ગયેલ જોવા મળે છે. મુખ્ય ડામર વાળા રસ્તા પર જ ખાડા પડ્યા જેના કારણે પાણી ભરાઇ રહે છે. આવતા જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માઈનોર અને બ્રાન્ચ કેનાલ ની સાફ-સફાઈના અભાવને કારણે…

Read More

સોમનાથ મંદિર ખાતે 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટ્રસ્ટી પ્રો.જે ડી પરમાર ના હસ્તે યોજાયેલ હતો

હિન્દ ન્યુઝ, સોમનાથ            શ્રી સોમનાથ તિર્થ રાષ્ટ્રીય તીર્થધામ છે, જે દેશના માનબિંદુ સમાન છે. આજે સોમનાથ દર્શનાર્થે આવનાર યાત્રીકો આ રાષ્ટ્રીય તિર્થ ખાતે ધર્મ ધ્વજ અને રાષ્ટ્ર ધ્વજના દર્શન કરી ધન્ય બનેલા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવેલ, જે કાર્યક્રમ ટ્રસ્ટી જે ડી પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.         તેઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ, ત્યાર બાદ ભારતમાતા ની વંદના અને સરદારવંદના તથા પુષ્પાંજલી કરવામાં આવેલ હતી. જેમાં સોમનાથ મંદિર સુરક્ષા જવાનો, સોમનાથ ટ્રસ્ટ સીક્યોરીટી સ્ટાફ, કો-ઓર્ડિનેટર ડો.યશોધરભાઇ ભટ્ટ, ભાવેશભાઇ વેકરીયા, કન્સલ્ટન્ટ…

Read More

મંત્રી વિનોદભાઈ મોરડીયાએ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી

હિન્દ ન્યૂઝ, બોટાદ ભારત વર્ષના 73 માં પ્રજાસત્તાક પર્વની બોટાદ ખાતે જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી તેમણે પ્રજાસત્તાક સ્વાતંત્ર્ય સેનાનીઓના શહિદોને શ્રધ્ધાજંલી પાઠવી દરેકને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મંત્રી વિનોદભાઈ મોરડીયાએ આજના ગણતંત્ર દિવસે આપણને આઝાદી અપાવનાર અને દેશની સ્વતંત્રતા માટે પોતાની જાન ન્યોછાવર કરનાર અનેક વીર સપુતોનું સ્મરણ કરી એમને શ્રધ્ધાંજલી અર્પી જણાવ્યું હતું કે, આજના પાવન દિને 72 વર્ષ પહેલા આપણે લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો.…

Read More

૭૩-માં પ્રજાસત્તાક દિનની થાનગઢ તાલુકામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, થાનગઢ              મામલતદાર આર.એસ.લાવડીયાએ ધ્વજરોપણ કરી, રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, પોલીસ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ મામલતદાર આર.એસ.લાવડીયાએ સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું કે તા.૨૬-મિ જાન્યુઆરી-૧૯૫૦ માં ભારતનું સંવિધાન/બંધારણ અમલમાં આવ્યું. બંધારણ વિશ્વમાં સૌથી મોટું લિખિત બંધારણ છે. બંધારણે બધા જ ધર્મ, જાતિને સમાનતાના હક્ક આપ્યા છે. બંધારણનું નિર્માણ ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલ, જેને તૈયાર કરવામાં ૨-વર્ષ ૧૧-મહિનાનો સમય લાગેલ. અનેકતામાં એકતાએ આપણી વિશિષ્ટતા છે.             ભારતના હજારો નવયુવાનોના બલિદાન, શહીદી અને મહાત્મા ગાંધી, સરદાર…

Read More

જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસતાક પર્વની ભાવનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર            ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક દિનની પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરાવી હતી.        આ પ્રસંગે મંત્રીએ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહગાન વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો…

Read More

જસદણ ખાતે તાલુકા કક્ષાનો પ્રજાસતાક દિવસ ઉજવાયો

હિન્દ ન્યુઝ, આજે 73માં પ્રજાસતાક દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જસદણના ચોટીલા રોડ મોડર્ન સ્કૂલ ખાતે યોજાયો હતો જસદણ પ્રાંતધિકારી પ્રિયંકકુમાર ગલચર ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ રાટ્રધ્વજ ને સલામી બાદ પ્રિયંકકુમાર ગલચર દ્વારા રાષ્ટ્ર જોગ સંદેશ આપેલ આજરોજ 26 મી જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ સન્માન કરવામાં આવેલ તેમજ સમાજમાં અલગ-અલગ જગ્યાએથી આવતા લોકો દ્વારા જે કોરોનાની મહામારી માં કામગીરી કરવામાં આવેલ તેઓને જસદણ પ્રાંત અધિકારી દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ પદાધિકારીઓ દ્વારા પણ અલગ-અલગ લોકોનું સન્માન કરેલ તેમજ મામલતદાર માકડીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં…

Read More

અરવલ્લીના મોડાસા ખાતે આન-બાન-શાન સાથે ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, મોડાસા અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૩મો પ્રજાસત્તાક પર્વ મોડાસાની ઇજનેરી કોલેજ ખાતે જિલ્લા સમાહર્તા નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી સાથે કોરોના વોરીયર્સને પણ શુભેચ્છાઓ અપર્ણ કરી હતી. તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની એકતા અને અખંડિતાને ટકાવી રાખવામાં સંવિધાનનો મોટો ફાળો હોવાનું જણાવી દરેક નાગરીકને બંધારણમાંથી મળેલ મૂળભૂત ફરજો અને મૌલિક અધિકારોની સમજ આપી તેના દાયિત્વને નિભાવવા અરજ કરી હતી. વૈવિધ્યતાથી સમૃધ્ધ એવા દેશના નાગરિકો લોકશાહિને સાચવી રહ્યા હોવાનું…

Read More