હિન્દ ન્યુઝ, થરાદ
થરાદ થી ઢીમા ના મુખ્ય માર્ગ પર લીકેજ થતાં ખાડા પડ્યા
થરાદ થી પવિત્ર યાત્રાધામ ઢીમા જવાના મુખ્ય માર્ગ પર ઢીમા બ્રાન્ચ કેનાલ માંથી નીકળતી ચારડા માઇનોર કેનાલ બનાવવામાં આવેલ છે જે રસ્તા નીચેથી સાયફન દ્વારા પાણી ચાલુ હોય ત્યારે ઢીમા જવા ના મુખ્ય રસ્તા પર જ લીકેજ થતા ખાડા પડી ગયેલ જોવા મળે છે. મુખ્ય ડામર વાળા રસ્તા પર જ ખાડા પડ્યા જેના કારણે પાણી ભરાઇ રહે છે.
આવતા જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માઈનોર અને બ્રાન્ચ કેનાલ ની સાફ-સફાઈના અભાવને કારણે પાણી લીકેજ થતું હોય તેવુ લોકો દ્વારા જાણવા મળેલ. તો આવી લીકેજ કેનાલો ને અધિકારીઓ રિપેર ક્યારે કરાવશે તે આવનારો સમય જ બતાવશે.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ