હિન્દ ન્યુઝ,
ગાંધીનગર તા: 25/01/2022 પોલીસ દ્વારા જુદાજુદા ક્ષેત્રોમાં પોતે કરેલ ઉત્તમ સેવાઓની કુશળતાપૂર્વકની કામગીરીને ધ્યાનમાં રાખી મેડલ આપી સન્માન કરવામાં આવતું હોય છે. દેશના કોઇપણ પોલીસ અધિકારીઓ જવાનો માટે મેડલ મેળવવો એ ગૌરવ સમાન હોય છે. ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગુજરાત પોલીસના ૦૧ પોલીસ અધિકારીને “ઉત્તમ જીવન રક્ષા પદક” જાહેર કરેલ છે.
ગુજરાત પોલીસના “ઉત્તમ જીવન રક્ષા પદક” મેળવાનાર ગીર સોમનાથ જીલ્લાના મદદનીશ સબ ઇન્સ્પેકટર જગદીશભાઇ દાનાભાઇ મકવાણા નાઓએ સને-૨૦૨૧માં ગુજરાતના દરિયા કાંઠે દરિયા કાંઠે ત્રાટકેલ ‘તીકતે’’ વાવાઝોડા દરમ્યાન વિકટ પરિસ્થિતિમાં ગીર-સોમનાથ જીલ્લાના મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયામાં ત્રણ બોટ ફસાયેલ કુલ-૮ કુમેમ્બરને પોતાની જાનની પરવા કર્યા વગર રેસ્કયુ કરીને બહાર કિનારે લાવી તેઓના જીવ બચાવેલ હતા. કુદરતી આફતના સમયે ફસાયેલા લોકોના જીવ જોખમ હોય ત્યારે આવા સંજોગોમાં અદમ્ય સાહસ બતાવી પોતાના જાનની પરવા કર્યા વગર જાન બચાવેલ તેવા સંજોગોમાં તેમના આ સાહસને બિરદાવવા ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા “ઉત્તમ જીવન રક્ષા પદક” એનાયત કરવામાં આવે છે.
રિપોર્ટર : ખાલેક નકવી, ગાંધીનગર
