હિન્દ ન્યુઝ, ઠાસરા ઠાસરા તાલુકા SC/ST/OBC સેલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ સેનવા હસમુખભાઈ રોહિત ના અધ્યક્ષતામાં ઠાસરા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જે આવેદન અંતગર્ત સહિત મુખ્ય આગેવાન કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી આવેદનપત્ર મારફત રજૂઆત કરીઆજરોજ ઠાસરા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં કેરોસીન ફાળવવા છેલ્લા ઘણા વર્ષોથી અનેક વિસ્તારોને ધુમાડા વગરનો (સ્મોક લેસ) કરવા માટે અને ગેસના સિલિન્ડરો જે શહેરી વિસ્તારમાં નકામાં બન્યા છે,એનો ફરીથી ગ્રામ્ય વિસ્તારોમાં ઉપયોગ થાય તે હેતુથી ગરીબીની કસ્તુરી સમાન કેરોસીન બંધ કરી દેવામાં આવ્યું છે. હાલમાં પરિસ્થિતિ એવી થઈ છે કે રાંધણગેસના ભાવો…
Read MoreMonth: January 2022
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં થર્મલ પાવર સ્ટેશન ની લાપરવાહીથી રહીશો દ્વારા હોબાળો
હિન્દ ન્યુઝ, ગળતેશ્વર ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશનમાં રાખોડી ભરી ને જતી ગાડીઓ ને સ્થાનિકો દ્વારા રોકવામાં આવી ગાડીઓમાં ભરીને લઈ જવામાં આવતી રાખોડી રસ્તા ઉપર ગમે તે રીતે ઉડતી હોવાથી અકસ્માત થવાની સ્થિતિ સર્જાઇ રહી તેમ લાગતી હોવાથી લોકો દ્વારા આ ગાડીઓ ઊભી કરવામાં આવી અને ગાડીઓ ઓવર લોડ ભરીને જતા થૅમલ બજારમાં રાખોડી ઉડવાથી રહીશો ને પડતી હાલાકી જેથી લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો આમ થર્મલ પાવર સ્ટેશન ની ઘોર બેદરકારી સામે જોવા મળી રહી છે. રિપોર્ટર : રાહુલ વાળંદ, ગળતેશ્વર
Read Moreબહુજન આર્મી ની જિલ્લા સ્તરીય મીટિંગ ભુજ મધ્યે યોજાઈ
હિન્દ ન્યુઝ, કચ્છ મીટિંગમાં બહુજન આર્મી ના મુખ્ય મુદાઓ પર ચર્ચા કરાઈ, જેમકે શિક્ષણ આરોગ્ય રોજગારી ઉપર ચર્ચા કરાઈ હતી સાથે જી.કે જનરલ હોસ્પિટલ ના આંદોલન ને મોટો સ્વરૂપ આપવા આવનાર દિવસો મા મોટા આંદોલન ની તૈયારી આજથી સરુ કરી દેવાઈ છે, જી.કે જનરલ હોસ્પિટલ નુ 2013 થી અદાણી સંચાલિત કરી રહી છે સંચાલનમાં નિશફણ ગઈ છે, વારંમ-વાર અદાણી ના મેનેજમેન્ટ ની બેદરકારીયો સામે આવતા બહુજન આર્મી ની માંગ છે કે જી.કે જનરલ હોસ્પિટલ નુ સંચાલન અદાણી પાસેથી લઈ સરકાર સંચાલન કરે એ માટે ઉગ્ર…
Read Moreઅમરેલી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓની પ્રથમ મીટીંગ યોજાઇ
હિન્દ ન્યુઝ, જામનગર સમસ્ત બ્રહ્મહસમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા નવ નિયુક્ત 12 જિલ્લાનાં જિલ્લા પ્રમુખ, મહામંત્રી, ટ્રસ્ટી પ્રમુખ ની પ્રથમ કારોબારી મિટિંગ અમરેલી ખાતે યોજવામાં આવેલ. એમાં તમામ પદાધિકારીઓ ને સન્માનિત કરી એમના જિલ્લા ની કામગીરી ની રજુઆત કરવામાં આવેલ. તમામ જિલ્લાઓ ખુબજ સરસ કામ કરી રહિયા છે. સમાજ માટે એમના વિચારો સાંભળી નવા કાર્યક્રમોનું આયોજન કરેલ જેમાં સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ અલ્પેશભાઈ ભટ્ટ, ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ બોટાદ થી પ્રમુખ ભુપતભાઈ પંડિયા, મોરબી થી જેમણે અમરેલી જિલ્લા અને જામનગર માં સરસ કામગીરી થઈ રહી છે એની નોંધ લીધેલ હતી અને જામનગર જિલ્લા પ્રમુખ…
Read Moreગોંડલસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક-પદાર્થ વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજા) નો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય રાજકોટ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ, રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુશંધાને એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા સાહેબ એસ.ઓ.જીના સ્ટાફ સાથે ગોંડલીસીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. ધમેન્દ્રભાઇ ચાવડા, જયવિરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત, પો.કોન્સ.રણજીતભાઇ ધાધલનાઓને સંયુકતરીતે ખાનગી રાહે હકિકત મળેલ કે રણજીત જીયુત તીવારી રહે.હાલ જામવાડી જી.આઇ.ડી.સી. સીગ્મા કેબલ નામના કારખાનાની ઓરડીમાં તા.ગોંડલ જી.રાજકોટવાળો ગોંડલ રેલ્વે સ્ટેશન પાસે ગે.કા.નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો વેચાણ/હેરફેર કરવાના ઇરાદે ઉભો હોવાની હકિકત…
Read Moreજસદણ ઇલેક્ટ્રોનિક્સ એસોસીએનની મિટિંગ મળી
હિન્દ ન્યુઝ, જસદણ તારીખ ૯/૧/2022 ના રોજ જસદણ તાલુકા ઇલેક્ટ્રોનિક્સ એસોસીએનની બેઠક મળેલ જે આટકોટ મુકામે સોમનાથ ફાર્મ હાઉસ ખાતે ધંધાના આધુનિકર બાબતે ચર્ચા કરવામાં આવેલ અને વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવેલ. સાથે કોરોનાની વધતી મહામારી માં પોતાની દુકાન પર ખુબજ સાવચેતી સાથે પોતાનું અને પરિવાર નું તથા ગ્રહકોનું ધ્યાન રાખી સંક્રમાંથી બચવા બાબતે ચર્ચા કરવામાં આવેલ અંતમાં તમામ સાથે મળીને ભોજન તેમજ આઈસ્ક્રીમ લઈને બેઠક પુરી કરેલ. આ બેઠક માં ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન ના પ્રમુખ પંકજભાઈ ચાંવ, મંત્રી દિલીપભાઈ કલ્યાણી, ઉપપ્રમુખ વિનુભાઇ રામાણી,ખજાનચી નરેશભાઈ મહેતા સહિતના જસદણ તાલુકા માંથી ટેક્નિસનનો…
Read Moreજામનગર ખાતે સમસ્ત બ્રહ્મહસમાજ ની મિટિંગનું આયોજન કરેલ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર ખાતે સમસ્ત બ્રહ્મહસમાજ ની મિટિંગનું આયોજન કરેલ. આ કાર્યક્રમ માં હાજર રહેલ 25 હોદેદારો અને મહિલા પાંખ માં 500 બહેનો જોડાયા હતા અને 100 બહેનો જે બ્રહ્મહસમાજ નાં છે અને અલગ અલગ પ્રકાર નાં વ્યાપાર ઉદ્યોગ ચલાવી રહ્યા છે. એમનુ ગ્રુપ બનાવી એ બહેનો ને આગળ લાવવા એમની પાસે થી જ ખરીદી કરવી એવો સંકલ્પ લીધો હતો. દરેક બહેનો એ અને બ્રહ્મહસમાજ ના બહેનો ને બિઝનેસ અને જોબ માટે પ્લેટફોર્મ મળે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા પ્રીતિબેન શુકલ એ હજી વધુ ને વધુ સમસ્ત બ્રહ્મહસમાજ કચ્છ…
Read Moreસંતરામપુર માં આવેલ એસ.પી હાઇસ્કૂલ ના આચાર્ય એ વિધાર્થી ને માર માર્યો નો આક્ષેપ
હિન્દ ન્યુઝ, મહિસાગર મહિસાગર જિલ્લાનાં સંતરામપુર માં આવેલ એસ.પીહાઈસ્કુલનાં પ્રિન્સીપાલ એ માલણપુર ના વિધાર્થી ને દારૂ પી ને ઢોર માર માર્યો હતો. માલનપુર ના વિધાર્થી મયુરભાઈ કિશોરભાઈ ને હાઇસ્કૂલ ના આચાર્ય બાબુભાઈ પટેલે જ્યાં સુધી લાકડી ના તૂટી ત્યાં સુધી માર માર્યો. તેવા આક્ષેપો સાથે નજીકનાં પોલીસ સ્ટેશન ખાતે બાબુભાઈ પટેલ સામે અરજી કરી હતી અને બાબુભાઈ સામે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર : ભવન બારીઆ, મહિસાગર
Read Moreપ્રવર્તમાન કોવિડ પરિસ્થિતિ ને અનુલક્ષી ને તા. ૦૯/૦૧/૨૦૨૨, રવિવારના રોજ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ભાવનગર પ્રવાસે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના કેબિનેટ (શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી) મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાંજે ૫:૩૦ કલાકે ભાવનગરની સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના સામેની લડાઈની તૈયારીઓનું અવલોકન કરશે. ત્યારબાદ તુરંત સાંજે ૬ કલાકે મેડીકલ હોસ્પિટલ ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર, અધિકારીઓ, ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો તેમજ સ્થાનિક સંગઠન ભાજપના આગેવાનો ઉપસ્થિતિમાં પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિને અનુલક્ષીને સમીક્ષા કરશે. જેમાં ભાવનગરમાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે. જીતુભાઈ વાઘાણી મીડિયાના મિત્રોને…
Read Moreકેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર – ૨૦૨૦ જાહેર કરાયા હિન્દ ન્યુઝ, ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરા ની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ વડોદરા મ્યુનિ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ દ્વારા વડોદરા જિલ્લાને મળેલ પુરાસ્કાર બદલ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મળેલ સહયોગ બદલ આભાર વ્યકત કર્યો તથા જિલ્લા વહીવટી તંત્રની મહેનતને બિરદાવ્યો કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર – ૨૦૨૦ ની જાહેરાત કરવામાં આવી છે.જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરા ની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી થઈ છે. માન. પ્રધાનમંત્રીની પ્રેરણા , પ્રોત્સાહન, અને માર્ગદર્શન તેમજ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ જળ જીવન મિશનના ભાગરૂપે જળ માટેની વિવિધ યોજનાઓના સમન્વયથી તથા ગુજરાત સરકારના સતત પ્રયત્નોથી વડોદરા વહીવટી તંત્રએ પંચ જળ સેતુ જેવા આગવા પ્રોજેક્ટનો સફળ અમલીકરણ કરેલ છે. પાણી એ જીવનનું મૂળ છે. ભારતમાં પાણીની વર્તમાનમાં દર વર્ષે ૧૧૦૦ બિલિયન ક્યુબિક મીટરની જરૂરિયાત છે.જેને વર્ષ ૨૦૫૦ સુધીમાં ૧૪૪૭ બિલિયન કયુબિક મીટર સુધી વધવાની સંભાવના છે.એક સંસાધનના રૂપમાં જળ એ દેશ માટે મહત્વપૂર્ણ છે.ભારતમાં સમગ્ર વિશ્વની કુલ વસ્તીના ૧૮ ટકા લોકો રહે છે. જળ સમૃદ્ધ ભારતના લક્ષને હાંસલ કરવા માટે દેશભરમાં વિવિધ રાજ્યો, જિલ્લા, વ્યક્તિઓ, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા પ્રેરક કાર્યો અને પ્રયાસોને પ્રોત્સાહિત કરવા વર્ષ ૨૦૧૮ થી વિવિધ ૧૧ કેટેગરીમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપવામાં આવે છે. પંચ જલ સેતુ દ્વારા પાણીના સમુચિત પ્રબંધનના પાંચ વિવિધ પાસાઓના એક્સુત્રી સંકલન વડે આદર્શ જલ વ્યવસ્થાપનનું પ્રેરક મોડલ રજૂ કરનાર વડોદરા દેશનો પ્રથમ અને એકમાત્ર જિલ્લો છે.આ પાણીદાર પાણી પ્રબંધનની દેશનું ધ્યાન ખેંચનારી કામગીરી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ટીમ વડોદરાએ કરી છે. તેમણે જાહેર ક્ષેત્રના અગ્રણી એકમો અને આ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓના નિષ્ણાતોની નિપુણતાનો લાભ પંચ જલ સેતુના અમલીકરણમાં મળે તેવું સંકલન કરીને સૌનો સાથ,સૌનો વિકાસનું પ્રધાનમંત્રીશ્રીનું સૂત્ર સાકાર કર્યું હતું. પંચ જલ સેતુ એ જળ આંદોલન દ્વારા જળ ક્રાંતિની દિશા દર્શાવી છે.તેમાં ઘર ઘર નલ સે જલ અને ભૂગર્ભ કુંવાઓને બદલે સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા યોજનાઓએ એક નવી દિશા દર્શાવી છે.વડોદરા જિલ્લાએ પ્રત્યેક ઘરને નળથી પાણી મળે એવું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર કર્યું છે. જ્યારે આયોજનની અન્ય કડીઓમાં વર્ષા જલ નિધિ હેઠળ જિલ્લાની ૧૦૦૦ થી વધુ સરકારી શાળાઓની છત પરથી વરસાદી પાણીને જમીનમાં સિંચવાની વ્યવસ્થા, જલ સેતુ હેઠળ ગામોના વપરાશી મલિન જળનું શુદ્ધિકરણ અને ખેતી જેવા હેતુઓ માટે તેના વેચાણથી યોજનાનું સંચાલન, સૂર્ય જલ પ્રકલ્પ હેઠળ ગ્રામ પાણી પુરવઠા યોજનાઓની ૨૨ ટાંકીઓ પર સોલર પેનલ બેસાડીને દૈનિક ૩૫૫ યુનિટ જેટલું વીજ ઉત્પાદન ગ્રીડમાં આપીને પાણી પુરવઠા વ્યવસ્થાનો ખર્ચ ઘટાડવો અને સુજલામ સુફલામ્ હેઠળ કેનાલો અને કાંસો,ચેક ડેમોની સફાઈ અને કાંપનો નિકાલ,હયાત તળાવો ઉંડા કરવા,નવા તળાવો ખોદવા જેવા કામો દ્વારા વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા જેવા આયોજનોનો સમાવેશ થાય છે. તેની સાથે ગ્રામીણ સમિતિઓ દ્વારા પાણી પુરવઠા યોજનાઓનું લોક સહભાગીદારીથી સંચાલન અને લોકોને પાણી બચાવવાના અસરકારક શિક્ષણ થી જળ સંરક્ષણની જાગૃતિ ના આયામનો સમાવેશ થાય છે. આ જળ ક્રાંતિકારી સેતુમાના એક સેતું વર્ષા જળ નિધીને માન.પ્રધાનમંત્રીએ તેમના રાષ્ટ્રવ્યાપી મન કી બાત સંવાદમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તથા નીતિ આયોગ દ્વારા પણ આ સેતુને બિરદાવવામાં આવેલ હતો. વડોદરા જિલ્લાને ૨૦૧૯ માં રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ ગોલ્ડ કેટેગરી માં અને મેરીટ સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે. રિપોર્ટર : સંજય ડણીયા,
હિન્દ ન્યુઝ, બોટાદ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરા ની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ વડોદરા મ્યુનિ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ દ્વારા વડોદરા જિલ્લાને મળેલ પુરાસ્કાર બદલ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મળેલ સહયોગ બદલ આભાર વ્યકત કર્યો તથા જિલ્લા વહીવટી તંત્રની મહેનતને બિરદાવ્યો કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર – ૨૦૨૦ ની જાહેરાત કરવામાં આવી છે.જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા…
Read More