મહીસાગર એઆરટીઓ કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા માર્ગ સલામતી જનજાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, મહીસાગર લુણાવાડા મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા રોડ સેફ્ટી અંતર્ગત અકસ્માત નિવારણ જનજાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ બાઇક રેલી લુણાવાડા ચારકોશિયા નાકાથી કોટેજ ચાર રસ્તા સુધી પોસ્ટરો બેનરો સાથે મુખ્ય માર્ગ પર ફરી હતી. જેમાં એઆરટીઓ વિપુલ ગામીત, ઈન્સ્પેકટર જે.ટી.વસાવા, આસી.ઈન્સ્પેકટર એસ.બી.ચુડાસમા, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ.બી.ખરાડી અને એઆરટીઓ કચેરીના કર્મીઓ, ટ્રાફિક પોલીસના જવાનો જોડાયા હતા. મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞાનું વાંચન કરવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અહેવાલ…

Read More

ગોંડલ બાર એસોસિએશન ની વર્ષ 2022 ની ચૂંટણીમાં “લડાયક” પેનલની ભવ્ય જીત

હિન્દ ન્યુઝ, ગોંડલ ગોંડલ બાર એસોસિએશન ની વર્ષ 2022 ના હોદ્દેદારોની ચૂંટણી યોજાયેલ હતી. આ ચૂંટણીમાં “લડાયક” પેનલના જુદા જુદા હોદા માટે 6 ઉમેદવારો સહિત કુલ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તા. 17/12/2021 નાં રોજ સવારે 11 વાગ્યે મતદાન શરૂ થઈને બપોરના 3 વાગ્યા સુધી શાંતિપૂર્ણ મતદાન થયેલ, મતદાન પૂર્ણ થયા બાદ બપોરે 3.30 વાગ્યે મતગણતરી ચાલુ કરવામાં આવેલ, મતગણતરી ને અંતે પ્રમુખ તરીકે પરેશભાઈ રામાણી – (136 મત), ઉપપ્રમુખ-1 તરીકે એચ.એમ.જાડેજા -(163 મત), ઉપપ્રમુખ-2 તરીકે જે.કે. પારધી-(125 મત) સેક્રેટરી તરીકે ભાવેશભાઈ બી. શીંગાળા-(133 મત), જોઈન્ટ સેક્રેટરી-1 તરીકે વિનયકુમાર બી.…

Read More

ગીર સોમનાથ જિલ્લાના એડવોકેટ એન્ડ નોટરી એશો. દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

હિન્દ ન્યુઝ, વેરાવળ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નોટરી અંગે ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ કરતા નોટરી વકીલોનું રજીસ્ટ્રેશન હવે 15 વર્ષ જ રહેશે અને ત્યાર બાદ રેન્યુ પણ નહીં થાય તેવા સુધારા કરતા વય મર્યાદાનો પણ આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટમા ઉલ્લેખ ન હોય જેથી વકીલ આલમમાં રોષ છવાયો છે તેમજ નોકરીના હકો ઉપર કોઇને તરાપ મારવાનો અધિકાર નથી જેથી સરકારનો આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા ગુજરાત રાજ્યમાં વિરોધ શરું થઈ ગ્યેલ છે. ગીર સોમનાથ જિલ્લા એડવોકેટ એન્ડ નોટરી એસોસિયેશન દ્વારા ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા આવેદનપત્ર આપ્યું. રિપોર્ટર : હારૂન માનવતા, પ્રભાસ પાટણ

Read More

લોક આંદોલન – વેરાવળ રોડ ચક્કાજામ

હિન્દ ન્યુઝ, ઉના ઘણા સમય થી વેરાવળ રોડ (ટાવરચોક થી લઈ લામધાર ના પાટિયા સુધી) અતિ બિસ્માર હાલતમાં છે. પરંતુ જવાબદાર અધિકારી દ્વારા રોડ પર માત્ર ધૂળ જ પાથરવામાં આવે છે. જેના કારણે રોડ માત્ર ધૂળ ની ડમરીઓ જ જોવા મળે છે અને રોડ પરથી પસાર થતા લોકો ને ધૂળ ની ડમરીઓ નો સામનો કરવો પડે, આજુ બાજુ ના લોકો ના ઘર અને ધંધાર્થીઓ ધૂળ થી પરેશાન થયા છે. પરંતુ અધિકારીઓ દ્વારા રોડ પર પેચ વર્ક ની જગ્યાએ ધૂળ જ પાથરવામાં આવે છે ત્યારે વેરાવળ રોડ, આંબેડકરની આજુબાજુ માં વસવાટ…

Read More

જામજોધપુર શહેર ની શ્રી નગર પંચાયત કન્યા વિદ્યાલય માં સ્પર્ધા નું આયોજન

હિન્દ ન્યુઝ, જામજોધપુર જામજોધપુર શહેર ની શ્રી નગર પંચાયત કન્યા વિદ્યાલય માં પીજીવીસીએલ પરિવાર આયોજિત ઉર્જાબચત અને વિજસલામતી સપ્તાહ અંતર્ગત સેકન્ડરી અને હાયર સેકન્ડરી ના બહેનો માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરેલ. જેમાં બહોળી સંખ્યામાં શાળા નાં વિદ્યાર્થી બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ આજના આ કાર્યક્રમ ને દીપાવી દીધેલ આ અંતર્ગત દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને શિલ્ડ અને ઉપહાર આપી સન્માનિત કરેલ. આ તકે પીજીવીસીએલ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર એ.કે.સાકરીયા, નાયબ ઈજનેર એમ.આર.કામરીયા, એ જે.દવે, સિનિયર આસિસ્ટન્ટ જિતેન્દ્ર પાઉં, દિનેશભાઇ ભાટિયા, ભરતભાઈ જોશી…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી-૨૦૨૧ અંતર્ગત મતાધિકાર નો ઉપયોગ કરવા માટે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે

સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/ કર્મચારીઓને ઓછામાં ઓછી ૩ થી ૪ કલાકની સવેતન રજા આપવાની રહેશે હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ આગામી તારીખ ૧૯/૧૨/૨૦૨૧ રવિવારના રોજ ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી-૨૦૨૧ યોજાનાર છે. આ દિવસે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના ઔદ્યોગિક એકમો, કારાખાનામાં કામ કરતા શ્રમયોગીઓને તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટો પર કામ કરતાં શ્રમયોગીઓને મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે, લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ ૧૩૫ (બી)(૧) અન્વયે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સબંધિત…

Read More

ગીર-સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા આયોજન કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ જિલ્લા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અહેવાલની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ કલેકટરએ ૧૭ ગોલ્સના ૧૪૯ ઇન્ડિકેટર્સ સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે વર્ષ-૨૦૨૨ના લક્ષ્યાંકો નક્કી કરી એકશન પ્લાન રજુ કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એલ.એફ.અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.ખાચર, પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહિત સબંધિત વિભાગના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

નિવાસી અધિક કલેકટર બી.વી.લીંબાસીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે માટે અમલમાં મૂકવામાં આવેલ “સખી” વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળની જિલ્લા વ્યવસ્થાપન સમિતિની બેઠક નિવાસી અધિક કલેકટર બી.વી.લીંબાસીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, એમ.એમ.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે ખાચર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી.જસાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પી.આર.પરમાર, સામાજીક કાર્યકર્તા ચેતનાબેન શાહ અને શાંતાબેન ઝાલાની ઉપસ્થિતિમાં જિલ્લામાં મહિલા…

Read More

ગીર-સોમનાથ જિલ્લાના કલાપ્રેમીઓને ખેલ મહાકુંભમાં ભાગ લેવાની ઉત્તમ તક

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને ગીરસોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી દ્વારા આ વર્ષે કલા મહાકુંભનું તાલુકો અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જેમાં ભાગ લેવા માટે આગામી તા. ૦૬/૦૧/૨૦રર સુધીમાં ઓફ લાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકાશે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૦ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથમાં ૬ થી ૧૪ , ૧૫ થી ૨૦ , ૨૧ થી ૫૯ , અને ૬૦ વર્ષથી ઉપરના સ્પર્ધાકો માટે સ્પર્ધાઓ યોજાશે. જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ ૦૯…

Read More

જિલ્લામાં બોરના માલીકોને જરૂરી તકેદારીના પગલા લેવા સૂચના

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજયમાં ભુગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો, વિગેરે દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામા બનતા તે બોર પ્રત્યે બોરના માલીકો દ્વારા નિષ્કાળજી સેવવામાં આવે છે અને બોર ખુલ્લા મુકી દેવાના કારણે નાના બાળકો તેમાં પડી જતા મૃત્યુ પામવાના કે ગંભીર પ્રકારની ઇજાઓ થવાના બનાવો અવાર-નવાર રાજયમાં બની રહેલ છે. આવા ગંભીર પ્રકારના બનાવો નિવારવા તેમજ તકેદારીના પગલા લઇ શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયાએ આવા ગંભીર અને માનવ જીંદગી જોખમમાં મુકતી ઘટનાઓ બનતી અટકાવવા એક હુકમ પ્રસિધ્ધ કરી બોરના…

Read More