જામજોધપુર શહેર ની શ્રી નગર પંચાયત કન્યા વિદ્યાલય માં સ્પર્ધા નું આયોજન

હિન્દ ન્યુઝ, જામજોધપુર

જામજોધપુર શહેર ની શ્રી નગર પંચાયત કન્યા વિદ્યાલય માં પીજીવીસીએલ પરિવાર આયોજિત ઉર્જાબચત અને વિજસલામતી સપ્તાહ અંતર્ગત સેકન્ડરી અને હાયર સેકન્ડરી ના બહેનો માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરેલ. જેમાં બહોળી સંખ્યામાં શાળા નાં વિદ્યાર્થી બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ આજના આ કાર્યક્રમ ને દીપાવી દીધેલ આ અંતર્ગત દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને શિલ્ડ અને ઉપહાર આપી સન્માનિત કરેલ.

આ તકે પીજીવીસીએલ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર એ.કે.સાકરીયા, નાયબ ઈજનેર એમ.આર.કામરીયા, એ જે.દવે, સિનિયર આસિસ્ટન્ટ જિતેન્દ્ર પાઉં, દિનેશભાઇ ભાટિયા, ભરતભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા, શાળા વતી આચાર્ય વીણાબેન કણસાગરા, રાવલિયાબેન, મનીષાબેન, અંજુબેન ઉપસ્થિતિ રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન શિક્ષક હાસલીયા દ્વારા કરવામાં આવ્યું.

રિપોર્ટર : મિન્ટુ પાઉં, જામજોધપુર

Related posts

Leave a Comment