હિન્દ ન્યુઝ, ઉના
ઘણા સમય થી વેરાવળ રોડ (ટાવરચોક થી લઈ લામધાર ના પાટિયા સુધી) અતિ બિસ્માર હાલતમાં છે. પરંતુ જવાબદાર અધિકારી દ્વારા રોડ પર માત્ર ધૂળ જ પાથરવામાં આવે છે. જેના કારણે રોડ માત્ર ધૂળ ની ડમરીઓ જ જોવા મળે છે અને રોડ પરથી પસાર થતા લોકો ને ધૂળ ની ડમરીઓ નો સામનો કરવો પડે, આજુ બાજુ ના લોકો ના ઘર અને ધંધાર્થીઓ ધૂળ થી પરેશાન થયા છે. પરંતુ અધિકારીઓ દ્વારા રોડ પર પેચ વર્ક ની જગ્યાએ ધૂળ જ પાથરવામાં આવે છે

ત્યારે વેરાવળ રોડ, આંબેડકરની આજુબાજુ માં વસવાટ કરતા લોકોએ રસ્તાપર આવવુ પડ્યું, જેમાં નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જેન્તીભાઈ બાંભણીયા, નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોષી, ઉના નગરપાલિકા કારોબારી ચેરમેન પ્રતિનિધિ બાબુભાઈ ડાભી, સદસ્ય નગરપાલિકા ગીરીશભાઈ પરમાર, સદસ્ય પરેશભાઈ બાંભણીયા , એડવોકેટ નિલેશભાઈ ડાભી, એ સાથે રહી જવાબદાર અધિકારી સાથે વાત કરી અને અધિકારી દ્વારા રોડ 7 દિવસ ની અંદર બનાવવા ની ખાતરી આપી. જો આ રોડ નહીં બનાવવામાં આવે તો સ્થાનિક લોકો દ્વારા ફરી આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.
રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના

