આગામી દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને ફટાકડાનાં વેપારીઓ તકેદારીનાં ભાગરૂપે ફાયર પ્રિવેન્શન અને ફાયર પ્રોટેક્શનનાં સાધનો લગાડી ફાયર વિભાગનું હંગામી NOC મેળવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર                  ભાવનગર રીજીયન વિસ્તારમાં આગામી દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને શહેરના જુદાં જુદાં વિસ્તારોમાં કાયમી હોલ સેલ ફટાકડાનાં સ્ટોલ/ગોડાઉન તથા રીટેલ ફટાકડાનાં સ્ટોલ વેપારીઓ દ્વારા ઉભા કરવામાં આવે છે. આવા ફટાકડા સ્ટોલ/ગોડાઉનમાં જોખમી અને જ્વલનશીલ વસ્તુઓનો વેચાણ થતું હોવાથી આવા સ્ટોલમાં પુરતી તકેદારી ન રાખવામાં આવે તો આગ અકસ્માત ના બનાવો બને છે અને તેમાં જાહેર જનતાને જાનમાલનું નુકશાન થાય છે, જેથી તમામ પ્રકારનાં ફટાકડાનાં વેચાણ કરતાં સ્ટોલ ધારકોએ આગ અકસ્માતનો બનાવો ન બને તે માટે તકેદારીનાં ભાગરૂપે ફાયર પ્રિવેન્શન અને ફાયર…

Read More

વિપક્ષે સૂચવેલા વિષયોનો સમગ્ર સભામાં સમાવેશ ન થતા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરાઈ હતી

પ્રાદેશિક કમિશનર દ્વારા ડભોઇ નગરપાલિકા પ્રમુખને ૫૧(૩)નો ભંગ કરવા બદલ નોટિસ ફટકારાતા હડકંપ હિન્દ ન્યુઝ, ડભોઈ            ડભોઇ નગરપાલિકાની તા.૩-૭-૨૧ ના રોજ યોજાયેલ ખાસ સમગ્ર સભામાં વિપક્ષના આગેવાન સહિતના સભ્યોએ બે વિષયોનો સમાવેશ કરવા તત્કાલીન પ્રમુખને રજૂઆતો કરી હતી પરંતુ આ બંને વિષયોનો સમગ્ર સભાના એજન્ડામાં સમાવેશ ન કરાતા સમગ્ર સભામાં આ બંને વિષયોની ચર્ચા થવા પામી ન હતી, જેના પરિણામે વિપક્ષના આગેવાન સુભાષભાઈ ભોજવાણી સહિતના સભ્યોએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાને આ બાબતે લેખિતમાં રજૂઆતો કરી હતી, જે રજૂઆતો પ્રાદેશિક કમિશનરશ્રીની કચેરી વડોદરાએ ગ્રાહ્ય રાખી ડભોઇ નગરપાલિકાના…

Read More

આજના ગુરુ પુષ્યામૃતમાં ૬૭૭ વર્ષ બાદ ગુરૂ અને શનિ એકજ રાશિ માં, ગુરુ પુષ્યામૃતમાં ડભોઇ નગર અને તાલુકાના લોકો સોના ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા

હિન્દ ન્યુઝ, ડભોઈ              જેમ શુભ મુહૂર્તમાં કરવામાં આવતી પૂજા પૂરુ ફળ આપે છે, તેવી જ રીતે શુભ મુહૂર્તમાં કરવામાં આવેલી ખરીદી સુખ-સમૃદ્ધિ લાવે છે. ધર્મ અને જ્યોતિષમાં ગુરુ પુષ્યામૃત નક્ષત્રને ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ વખતે ખરીદી માટેનો આ શુભ સમય દિવાળી અને ધનતેરસ પહેલા આવી રહ્યો છે. આ દિવસે ખરીદી અને રોકાણ કરવાથી ઘણો ફાયદો થાય છે. ગુરુ-પુષ્ય નક્ષત્ર આજે સવારે ૯:૪૨ કલાકથી શુભ અવસર શરૂ થાય છે આખો દિવસ ગુરુ પુષ્યામૃત યોગ થતો હોય છે. જેથી ડભોઇ નગરના સોની…

Read More

ડભોઇ નગરપાલિકાના કમ્પ્લેન લેન્ડલાઈન નંબર બંધ હાલતમાં- ડિજિટલ ઇન્ડિયા ના ધજાગરા

હિન્દ ન્યુઝ, ડભોઈ હાલમાં ડભોઇ નગરપાલિકાના કમ્પ્લેન નંબર ઝીરો (૦૨૬૬૩) ૨૫૭૩૪૨ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં હોવાને કારણે ડભોઇ- દર્ભાવતિ નગરીના નગરજનોને પાણી, ગટર, અને લાઈટ સંબંધી કમ્પ્લેન કરવા માટે પાલિકાના પગથીયા સુધી ધક્કા ખાવાનો વારો આવ્યો છે. હાલમાં પ્રવર્તમાન સરકાર ડિજિટલ જમાનાની સાથે ચાલવાની વાતો કરે છે અને ડિજિટલ ઇન્ડિયા બનાવવા માટે અઢળક રૂપિયા નો ખર્ચ કરીને સવલતો ઉભી કરે છે ત્યારે ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ સરકારના આ સ્વપ્નો ને ડુબાડી રહ્યા હોય તેમ સાબિત થઇ રહ્યું છે. ડભોઇ નગરમાં વસતા સિનિયર સિટીઝન વ્યક્તિઓને પણ પાલિકા ને લગતી કંપનીનો…

Read More

દિવ્યાંગોને ઈન્દિરા ગાંધી નેશન ડેસેબીલીટી પેન્શન સ્કીમ અને સુરદાસ યોજના અંતર્ગત માસિક રૂ.૬૦૦/- સહાય

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સમાજ સુરક્ષા ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યના ૮૦ ટકાથી વધારે તીવ્ર દિવ્યાગતા ધરાવતા બી.પી.એલ ગુણાક(સ્કોર) ૦ થી ૨૦ માં નામ ધરાવતા દિવ્યાંગોને ઈન્દિરા ગાંધી નેશન ડેસેબીલીટી પેન્શન સ્કીમ અને સુરદાસ યોજના અંતર્ગત માસિક રૂ.૬૦૦/- સહાય ચુકવવામાં આવે છે. જિલ્લાના પાત્રતા ધરાવતા દિવ્યાંગોએ કચેરી સમય દરમ્યાન દિવ્યાંગતનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, બીપીએલ યાદીમાં નામ ધરાવતા હોવાનો દાખલો, રેશનકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ઉમરનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રૂબરૂ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની…

Read More

આઝાદીકા અમૃત મહોત્સરવના ભાગરૂપે પાન ઈન્ડીગયા અવરનેશ એન્ડૂ આઉટરીચ કેમ્પેઈનના માઘ્યેમથી કાનૂની જાગૃતિનો ભગીરથ પ્રયાસ

હિન્દ ન્યુઝ, ભરૂચ         હાલમાં ભારત સરકાર ઘ્વા રા દેશની આઝાદીના ૭૫ મા વર્ષની ઉજવણીના ભાગરૂપે “આઝાદીકા અમૃત મહોત્સહવની” ઉજવણી કરવામાં આવી રહેલ છે, જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના નામદાર ન્યા‍યમુર્તિ તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તાનમંડળ, (નાલસા) નવી દિલ્હીેના એકઝીકયુટીવ ચેરમેન યુ.યુ.લલિતના નેજા હેઠળ સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી કાનૂની જાગૃતતા આવે અને લોકોને નિઃશુલ્કન અને અસરકારક કાનૂની સહાય અને સલાહની ઉ૫લબ્ધજતાની માહિતી ૫હોંચે તે માટે ૪૪ દિવસનું “પાન ઈન્ડિેયા અવરનેશ એન્ડધ આઉટરીચ કેમ્પેન” તા.૦ર/૧૦/ર૦ર૧ થી તા.૧૪/૧૧/ર૦ર૧ દરમ્યાયન હાથ ધરવામાં આવેલ છે.

Read More

દિયોદર ના યુવા કાર્યકરો દ્વારા ચક્કાજામ કરી પોલીસ કર્મીઓને આપ્યું સમર્થન

હિન્દ ન્યુઝ, દિયોદર બનાસકાંઠા ના દિયોદર ની જાહેર જનતા પોલીસ ના પડખે ગ્રેડ પે સહિત ની અન્ય પોલીસ ની માંગણીઓ લઈ સરકારને રજુઆત રૂપે દિયોદર ખેમાણા ચોકડી પાસે આદર્શ હાઈસ્કૂલ ની સામે ચક્કા જામ કરી દિયોદર પ્રાંત કલેકટર અધિકારી એમ કે દેસાઈ ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસ ના સમર્થનમાં અનેક સામાજિક સંસ્થાઓ સામાજિક આગેવાનો બુદ્ધિજીવી વર્ગ દ્વારા પોલીસ ના સમર્થન માં ઠેરઠેર આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા ના દિયોદર માં પણ જાહેર જનતા દ્વારા આદર્શ હાઈશકુલ હાઇવે રોડ ઉપર ચકાજામ કરી પોલીસ સમર્થનમાં…

Read More

દિવાળીના તહેવાર નિમિતે ટ્રાફીક નિયમન અંગેનુ જાહેરનામુ બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી દિવસોમાં દિવાળી/નુતનવર્ષનાં તહેવાર આવતાં હોય જેથી ભાવનગર શહેરમાં મુખ્ય બજારોમાં તહેવારોને કારણે ખુબ જ ધસારો થવાની સંભાવના હોય, જેના અનુસંધાને ટ્રાફીકનું નિયમન કરવાની જરૂર જણાતાં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.જે.પટેલ દ્વારા ભાવનગર શહેરમાનાં જે.કે.રેસ્ટોરન્ટથી એમ.જી.રોડ તરફ આવતો રસ્તો, હેવમોર ચોકથી એન.જી.રોડ તરફ આવતો રસ્તો, નારેશ્વર મંદિર- આંબાચોકથી એમ.જી.રોડ તરફ આવતો રસ્તાઓ આ રૂટ પર સાયકલ સહિત ભારે તથા હળવા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે તેમજ આ તમામ રસ્તાઓને તા.૨૮/૧૦/૨૦૨૧ થી તા.૦૫/૧૧/૨૦૨૧ નાં કલાક ૧૪-૦૦ થી ૨૪-૦૦ કલાક દરમ્યાન તમામ વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરતુ જાહેરનામું બહાર…

Read More

પ્રધાનમંત્રી આયુષમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન મોદી : ૬૪ હજાર કરોડના ખર્ચે દેશના આરોગ્યલક્ષી આંતરમાળખાકીય સુવાધાઓ મજબૂત બનાવાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સાંસદ રાજેશભાઈ ચૂડસમાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો કાશી સ્થિતનો કાર્યક્રમ ઓનલાઈન વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે નિહાળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના આરોગ્યલક્ષી આંતરમાળખાકીય સુવિધાઓને મજબૂત બનાવતા પીએમ આયુષમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કરાવ્યો હતો. આ આરોગ્યલક્ષી સુવાધિઓ વિકસવવા પાછળ આશરે રૂ. ૬૪ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, અગ્રણી બચુભાઇ વાજા, સરકારી હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડો.જિજ્ઞેશ પરમાર, ડો.અરૂન રોય, ડો.બામરોટીયા અને નગરપાલિકાના સદસ્યઓ…

Read More

મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ સરવડ ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા, કૌશલ્ય તેમજ પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તેમજ બી.આર.સી. ભવન માળિયા આયોજિત મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ સરવડ કન્યા શાળા ખાતે યોજાયો હતો. આ કલા ઉત્સવમાં મોરબી જિલ્લાના વિવિધ તાલુકા કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ કાવ્યગાન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી કલાને રજૂ કરી હતી. પ્રથમ નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી,…

Read More