નાનોલ પ્રાથમિક શાળામાં કૌંભાડ બાબતે તપાસ ટીમના ધામા

હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ તાલુકાના નાનોલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકે કૌંભાડ આચર્યું હોવાનો આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક માંનાભાઈ ચોથાભાઈ રબારી દ્વારા અગાઉ જીલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે કૌંભાડ બાબતે જાગૃત નાગરિકની ઉગ્ર રજૂઆત બાદ થરાદની નાનોલ પ્રાથમિક શાળામાં શિક્ષક ચિરાગભાઈ પટેલે આચરેલ કૌંભાડની તટસ્થ તપાસ હાથ ધરવા ત્રણ તાલુકાના તાલુકા શિક્ષણાધિકારીઓએ ધામા નાખ્યા છે. ગામલોકો તેમજ એસ.એમ.સી. સભ્યોની ઉપસ્થિતિમાં તપાસ અને રેકર્ડની ચકાસણી કરવાની કવાયત આદરી દીધી છે. જોકે તપાસ અર્થે આવેલ અધિકારીઓએ વિદ્યાર્થીઓના વાલીઓના નિવેદન હાથ ધરતા વાલીઓએ જણાવ્યું હતું કે પોતાને…

Read More

વેરાવળ ખાતે મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ             તા. -૨૬, ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ યોજવામાં આવનાર છે. જે અન્વયે મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતના લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર, સ્વેપ નોડલ અધિકારી, મામલતદાર દ્વારા વેરાવળમા બાઇક રેલી યોજાઇ હતી. જેમાં સરકારી બોયઝ હાઇસ્કુલ, શેઠ એમ.પી. ગર્લ્સ હાઇસ્કુલ, અંકુર સૈારભ હાઇસ્કુલ, શ્રીમતી મણીબેન કોટક હાઇસ્કુલ અને કે.કે.મોરી હાઇસ્કુલ વેરાળના શિક્ષકોએ શહેરના જાહેર માર્ગો ઉપર બાઇક ઉપર મતદાન જાગૃતિના પ્લે કાર્ડ…

Read More

કેવડીયા ટેન્ટ સીટી-૨ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કાયદો અને ન્યાય મંત્રાલય હેઠળના ઇન્કમટેક્ષ એપીલેટ ટ્રીબ્યુનલ દ્વારા આયોજિત દ્વિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ ૨૦૨૧ નું આયોજન

હિન્દ ન્યૂઝ, રાજપીપલા          કેવડીયા ટેન્ટ સીટી-૨ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કાયદો અને ન્યાય મંત્રાલય હેઠળના ઇન્કમટેક્ષ એપીલેટ ટ્રીબ્યુનલ દ્વારા આયોજિત દ્વિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ ૨૦૨૧ નું આયોજન હાથ ધરાયું છે. આજે તા.૨૭/૨/૨૦૨૧ ના રોજ જેના ઉદધાટન સમારોહમાં સર્વોચ્ચ અદાલતના જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ સંજીવ ખન્ના, સોલીસીટર જનરલ તુષાર મહેતા તથા કાયદો અને ન્યાય મંત્રાલય વિભાગના સચિવો મળી કુલ ૨૦૦ ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં ખાસ કરીને વર્તમાન સમયમાં રાષ્ટ્રીય કર-કાયદોના વિકાસ તેમજ કાળા નાણાંના નાથવા અંગે વિશેષ ચર્ચાઓ થશે. તા.૨૮ મીએ તેના સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર…

Read More

વેરાવળ – સોમનાથ નગરમાં ચુંટણી પ્રચાર ચરમસીમા એ…

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ પ્રચાર પડઘમ શાંત પડે તે પૂર્વે ભાજપ ના ઝંઝાવાતી પ્રચાર સાથે ભવ્ય રોડ શો યોજ્યો.. સોરઠ ના સાંસદ રાજેશ ચુડાસમા કાર્યકરો સાથે મન મુકીને નાચ્યાં… સાંસદ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા સહિત ઉમેદવારો અને કાર્યકરો પણ ઝૂમી ઉઠ્યા… રોડ શો માં હજારો કાર્યકરો જોડાયા.. ભાજપ ના પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ માનસિંગ પરમાર સહિત ના આગેવાનો ખુલ્લી જીપ માં સવાર થઈ મતદારો નું અભિવાદન ઝીલ્યું. સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Read More

વિછીયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જાહેર સભાનું આયોજન

હિન્દ ન્યૂઝ, વિછીયા           વિછીયા કોંગ્રેસના જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત ના ઉમેદવાર અરવિંદભાઈ તલસાણીયા અને તાલુકા પંચાયત ના ઉમેદવાર શૈલેષભાઈ પરમાર દ્વારા જાહેર સભા નું આયોજન કરવામાં આવેલ જેમા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય અવસરભાઈ નાકિયા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ જાહેર સભામાં જોડાયા હતા. રિપોર્ટર : પ્રવિણ પ્રજાપતિ, વિછીયા

Read More

સુઈગામ તાલુકા વિકાસ અધિકારી ના માર્ગદર્શન મુજબ તાલુકા લાઈવલી હૂડ મેનેજર દિલિપ ભાઈ પાલડીયાજી એ નેસડા (ગોલપ) ગામના રાઠોડ હિનાબેન વેરસીભાઈ ની લીધી રૂબરૂ મુલાકાત

હિન્દ ન્યૂઝ, સુઈગામ          સરહદી સુઈગામ તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી ના માર્ગદર્શન મુજબ તાલુકા એન આર એલ એમ દ્વારા ભરત ગુંથણ કરતી બહેનો ની રૂબરૂ મુલાકાત સરહદી સુઈગામ તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી કાજલ બેન આંબલીયા સમગ્ર તાલુકા ના ગામોની મુલાકાત લઈ તાલુકા ના દરેક ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, જન જાગ્રુતિ અને વિકાસના કામો તેમજ સ્વૈચ્છિક સંગઠનો અને સખી મંડળો દ્વારા ગામડાની બહેનોને પગભર કરવા અથાગ મહેનત કરી રહયા છે. આજે સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કાજલ બેન આંબલીયા ના માર્ગ દર્શન મુજબ તાલુકા લાઈવલીહૂડ મેનેજર દિલિપભાઈ પાલડીયાજી…

Read More

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રૂ. ૯.૯૭ કરોડની ૨૪૯૪.૦૦ ચો.મી જમીન પરનું દબાણ હટાવાયું

હિન્દ ન્યૂઝ, રાજકોટ  ટાઉન પ્લાનીંગ ઓફિસર શ્રી એમ.ડી. સાગઠીયા અને તેમની ટીમ દ્વારા થયેલ ડીમોલીશન  તારીખ: ૨૬-૦૨-૨૦૨૧ વોર્ડ નં.૧૨ માં ટાઉન પ્લાનીગ સ્કીમના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અને માર્ગદર્શન અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા દ્વારા આજે તા. ૨૬-૦૨-૨૦૨૧ ના રોજ ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૪૯૪.૦૦ ચો.મી.ની અંદાજીત ૯.૯૭ કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે. ક્રમ વોર્ડ વિસ્તાર દબાણની વિગત દબાણ દુર કરેલ જમીનનું ક્ષોત્રફળ ખુલ્લી કરાવેલ જમીનની અંદાજીત કિંમત 1 ૧૨   ટી.પી. સ્કીમ નં.ર૧(મવડી), અંતિમખંડ…

Read More

સુત્રાપાડામાં સ્થિત GHCL કંપની સામે આંદોલન…

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ મજૂરો અને ટ્રક ડ્રાઈવરોએ GHCL કંપનીમાં વાહનો જતા અટકાવ્યા… મજૂરો અને ટ્રક ડ્રાઈવરોની રોજી રોટી બંધ થતાં આંદોલનના મંડાણ… સુત્રાપાડામાં બંધ પડેલી 1 વર્ષથી માઇન્સ ચાલુ કરવા માગ મોટી સંખ્યામાં મજૂરો અને ટ્રક ડ્રાઈવરો એકઠા થતા GHCL કંપની સામે.. GHCL કંપની દ્વારા માઈન્સ બંધ કરતા મજૂરો અને ટ્રક ડ્રાઈવરોનું ગુજરાન ચલાવવું ભારે પડયું… સુત્રાપાડાના સ્થાનિક લોકો હડતાળ પર ઉતર્યા… સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Read More

લોકો નિર્ભય રીતે શાંતિમય વાતાવરણમાં મતદાન કરી શકે તે હેતુથી રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં કાર્યવાહી

હિન્દ ન્યૂઝ, રાજકોટ              સ્થાનીક સ્વરાજયની સામાન્ય ચુંટણી-૨૦૨૧ શાંતિમય અને ન્યાયી વાતાવરણમાં યોજાય, તે હેતુસર રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્રારા કરવામાં આવેલ અસરકારક કામગીરી તથા બંદોબસ્તની વિગત રાજકોટ રેન્જ વડા સંદીપ સિંહ નાઓના સીધા માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા નાઓના સુપરવિઝન હેઠળ આગામી સ્થાનીક સ્વરાજયની સામાન્ય ચુંટણી-૨૦૨૧ દરમ્યાન આચાર સંહિતા ની કડક અમલવારી થાય અને લોકો નિર્ભય રીતે શાંતિમય વાતાવરણમાં મતદાન કરી શકે તે હેતુથી રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં નીચે જણાવેલ વિગતે આચારસંહિતા દરમ્યાન કાર્યવાહી કરવામાં આવેલ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પરવાના વાળા હથિયારો પૈકી…

Read More

ભાભર નગરપાલિકા ની ચુંટણી ને લઈને આજે ભાભર ખાતે કોગ્રેસ મહિલા મિટિંગ યોજાઇ હતી

હિન્દ ન્યૂઝ, ભાભર              બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીમતી બબીબેન ચૌધરીના અધયક્ષ સ્થાને આજે ભાભર નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં મહિલાઓની સભા મળી હતી. ત્યારે ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી ગેનીબહેન ઠાકોર, NSUI ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મહિપાલ સિંહ ગઢવી, દિયોદર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ બી.કે.જોષી, ભાભર નગરપાલિકાના પ્રભારી મહેશભાઈ દવે, ભાભર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકાસ ઠકકર, ભાભર તાલુકાના કોંગ્રેસ ના મહિલા પ્રમુખ નંદા બહેન ઠાકોર, કોંગ્રેસ ના મહિલા કાર્યકરો તેમજ ભાભર તાલુકાના કોંગ્રેસ ના મહિલા પ્રમુખ નંદાબહેન ઠાકોર ની ટીમ વગેરે મોટી…

Read More