છોટાઉદેપુર જિલ્લામાં હથિયારો ઉપર મુકાયો પ્રતિબંધ

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જાહેરનામું બહાર પાડી જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૨૩/૦૯/૨૦૨૦ થી તા.૦૭/૧૦/૨૦૨૦ (બંને દિવસો સહિત) શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર (અઢી ઇંચથી વધારે લાંબું છેડેથી અણીવાળું પાનું હોય) જેવા ચપ્પા તથા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી ચીજો લઇ જવાની કે અન્ય રીતે સ્વબચાવ સિવાય સાથે રાખીને…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં અનધિકૃત ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં આવેલી જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવાસદનમાં આવેલી સરકારી કચેરીઓ, તાબાની પ્રાંત કચેરીઓ, તાલુકાની મામલતદાર કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તેમજ જયાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપી લલચાવીને…

Read More

ગઢડા તાલુકાના ઢસા વીશી ગ્રામ પંચાયત મા દીનદયાળજી જન્મજ્યંતિ ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ઢસા આજ રોજ પંડિત દીનદયાળજી ની જન્મજયંતિ નિમિતે ઢસા વીશી ગ્રામ પંચાયત ખાતે ઢસા જં વીશી ગ્રામ પંચાયત મા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજ્યંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ મા ઉપસ્થિત બોટાદ જિલ્લા ભાજપ મંત્રી કાળુભાઇ પાવરા, ગઢડા તાલુકા ભાજપ ના પૂર્વ ઉપપ્રમુખ (ઢસા જં. સરપંચ) ભરતભાઈ કટારીયા, ભંડારીયા સરપંચ વિક્રમસિંહ એન ગોલેતર બોટાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મંત્રી યુસુફભાઇ એસ આકબાણી ગઢડા તાલુકા લઘુમતી મોરચાના મહામંત્રી આસિફભાઇ રાવાણી અશરફભાઈ (નકુભાઇ) ભંડારીયા ના અનિલભાઈ ગોલેતર ઉપસરપંચ રમેશભાઈ પરમાર, ઢસા જં બુથ પ્રમુખ મનહરભાઈ ત્રિવેદી, કમલેશ ગઢવી, શાંતિભાઈ મેર, કમલેશભાઈ…

Read More

જાલોઢા માણકી સિંગલ પટ્ટીપર ચાલકે બ્રેક મારતા ચાલકે ટ્રક પર કાબૂ ગુમાવતા સજાર્યો અકસ્માત

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા લાખણી તાલુકાના માણકી ગામ પાસે શુક્રવારે સવારે જાલોઢા માણકી સિંગલ પટી પર રેત ભરીને પસાર થઇ રહી ટ્રક સામે ટ્રેકટર આવી જતાં રેત ભરેલી ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી. ત્યારે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ટ્રકને અકસ્માત ના કારણે વિવિધ ભાગોને નુકસાન થયું. રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર

Read More

રાજકોટ શહેરના પોલીસે કોરોના વાયરલથી મોતને ભેટેલા ૨ જવાનને આપી શ્રધ્ધાંજલી

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૪/૯/૨૦૨૦ ના રોજ વડોદરા કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા A.S.I અરવિંદભાઈ કાશીનાથ થોરાટ અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિનેશકુમાર રાવસ્વરૂમ કોલીને કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ બંને કોરોના વોરિયર્સનું ગત તારીખ.૨૧ના રોજ તેઓનું દુ:ખદ નિધન થતા પોલીસ બેડામાં ઘેરો શોક વ્યાપી ગયો છે. તેઓની આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી ભાવના સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, G.C.P ખુર્શીદ અહેમદ, D.C.P મનોહરસિંહ જાડેજા, D.C.P પ્રવિણકુમાર મીણા, A.C.P, P.I, P.S.I સહિતના સ્ટાફે પોલીસ કમિશ્નર કચેરી ખાતે બે મિનિટ મૌન પાડી…

Read More

થરાદ પોલીસ સ્ટેશનની હદના પીલુડા ગામની સીમમાંથી બોલેરો ગાડી માંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી આર.આર.સેલ સરહદી રેન્જ ભુજ

હિન્દ ન્યૂઝ, થરાદ, IGP જે.આર.મોરથલીયા સા.સરહદી રેન્જ ભુજ કચ્છ માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભુજ સાયબર સેલના પો.ઇન્સ બી.એસ.સુથાર તથા આર.આર.સેલના પો.સ.ઇ પી.કે ઝાલા નાઓની દારૂ તથા જુગારની ગે.કા. કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા તેમની સુચના તથા માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ સરહદી રેન્જ કચ્છ ભુજના અ.હેડ.કોન્સ ભુરાજી નાગજી તથા આ.પો.કોન્સ પ્રકાશચંદ્ર અમૃતલાલ તથા અ.પો.કો અમરતભાઇ હાથીભાઇ નાઓ થરાદ પો.સ્ટેના પીલુડા હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પીલુડા તરફથી એક સફેદ કલરની બોલેરો ગાડી શંકાશ્પદ હાલતમાં આવી રહેલ છે. જે હકીકત આધારે વોચમાં…

Read More