હડિયાણા શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય N.S. S. ની ખાસ શિબિર નું સુંદર આયોજન

હડિયાણા ગામે તા.04.02.2020 થી 10.02.2020 સુધી શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય N.S. S. ની ખાસ શિબિર નું હડિયાણા ગામે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું..

તા.04.02.2020 થી 10.02.2020 સુધી હડિયાણા મુકામે શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય ના N. S. S. યુનિટ દ્વારા ખાસ શિબિર નું આયોજન કરેલ. તા.4 ના રોજ કન્યા શાળાના આચાર્ય તથા સ્ટાફની હાજરીમાં N. S. S. ના સ્વયં સેવકો સાથે શિબિર ની શરૂઆત દીપ પ્રાગટય થી કરવામાં આવી. જેમાં તા.08 ના રોજ રાત્રી ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી અને જે.પી.રાણીપા સ્કૂલ ના મુખ્ય દાતા શ્રી રમેશભાઈ રાણીપા શાળાના આચાર્ય શ્રી વિજયાબેન એ.છત્રોલા. ટ્રસ્ટીશ્રી ભગવાનજીભાઈ કાનાણી .સંચાલકશ્રીરૂગનાથભાઈ સંતોકી.ભીમજીભાઈ ચનીયારા.કારોબારી સદસ્ય શ્રી રમેશભાઈ નદાસણI .નરસિભાઈ કલાવડીયા. મુકેશભાઈ કાનાણી.જાંબુડા કુમાર શાળા ના કારોબારી સદસ્ય ગગારામભાઈ નદાસણl હડિયાણા ગામના સરપંચ શ્રી કુસુમબેન પરમાર. ઉપ.સરપંચ. શ્રી કંચનબેન નદાસણl.ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા તાલુકા શાળા..કન્યા શાળા.. મધ્યમિક શાળા ના આચાર્ય શ્રી તેમજ શિક્ષકશ્રીઓ ઉમિયા સમિતિના પ્રમુખ અને મંત્રી તેમજ ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના ( ભૂલો ભલે બીજું બધું) થી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ N. S. S ના સ્વંયસેવકો દ્વારા શુભ દિન આયો. સ્વચ્છતા ના નાટક (થોભો&ગાડી વાળા આયા)લિબડા નીચે ઢોલીયો… વાગ્યો રે ઢોલ..ઢોલ નગારા વાગ્યા કરે .લાડકી નૃત્યનાટીકા ઉભો થા હાસ્ય નાટક. યોગા.મળ્યા માં આશીર્વાદ. ઇન્ડિયા વાલે વગેરે કૃતિઓ રજૂ કરી. શ્રી હડિયાણા કન્યા શાળા ની વિદ્યાર્થીની કાનાણી દેવાન્સી હિરજીભાઈએ દીકરી વિષે સ્પીચ આપી.શિબિર દરમ્યાન હડિયાણા ગામની કન્યા શાળા. કુમાર શાળા. માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ ને અલગ અલગ રમત રમાડવામા આવી જેમાં 1.2.3.નંબર મેળવનાર વિદ્યાર્થીઓ ને N. S. S યુનિટ તરફથી ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા. કન્યા શાળા. કુમાર શાળા. માધ્યમિક શાળામાં N. S. S યુનિટ દ્વારા યાદગીરી રૂપે સ્મૂતી ચિન્હ આપવામાં આવ્યા. N. S. S. યુનિટના સ્વયં સેવકો દ્વારા ગામ માં જાહે સ્થળોની સફાઈ કરવામાં આવી. સ્વચ્છતાનો સદેશ આપતી રેલી કાઢવામાં આવી. ગામના વૃધ્ધ અભણને પોતાનું નામ લખતા શીખવાડવામાં આવ્યું.ગ્રામ લોકોને કોરોના વાયરસ ના લક્ષણો અને તેના થી બચાવાના ઉપાયો વિષે સમજાવવામાં આવ્યું.ગામના યુવાનોને વ્યસન મુક્તિ માટે સમજાવવામાં આવ્યું.અને બે યુવાને તો વ્યસન પણ છોડયું.ઉપસ્થિત ગ્રામજનો અને મહાનુભાવોએ N. S. S ના સ્વંય સેવકોને ઉત્સાહમાં વધારો કરવા રોકડ રકમ આપી પુરસ્કૃત કર્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્યશ્રી વિજયાબેન ના માર્ગદર્શન હેઠળ N. S. S. યુનિટ ના પ્રોગ્રામ ઓફીસર અલ્પાબેન પટેલ. બોડા જ્યોત્સનાબેન અને કાનાણી ધારાબેને કર્યું હતું..

Related posts

Leave a Comment