નવાપુર નજીક મધરાત્રે ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસ દિવાલ સાથે અથડાતા ક્લીનર નું મોત, તમામ લોકો ઈજાગ્રસ્ત

નવાપુર,

નવાપુર પાસે રાત્રી દરમિયાન લગ્ન માંથી પરત ફરેલ બસના ડ્રાઈવર ની બેદરકારી ના કારણે આ ઘટના નિપજવા પામી હતી. ક્લીનરે બસમાંથી કૂદકો લગાવતા રોડ પર પટકાવાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા સુરતના 16 લોકોને પણ ઈજા પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે, રાત્રે 2:10 કલાકે ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસ(GJ-14-X-2250) ગુજરાતની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરના પીપલનેર નજીક ચરણમાળઘાટ પર અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા બસ રોડની પ્રોટેક્શન વોલ સાથે અથડાઈ હતી. જેથી ક્લીનર કૂદી ગયો હતો. જોકે, ક્લીનર રોડ પર પટકાતા મોતને ભેટ્યો હતો.જ્યારે બસમાં સવાર તમામ મુસાફરોને ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા વાહનચાલકો દ્વારા બસમાં સવાર લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. દરમિયાન બસનો ડ્રાઈવર ભાગી ગયો હતો. ઈજાગ્રસ્તોમાં સુરતના 16 લોકોનો પણ સમાવેશ થાય છે.
લક્ઝરી બસના સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તોમાં સુરતના 16 લોકોનો પણ સમાવેશ થાય છે. સુરતના ઉન પાટીયા વિસ્તારમાં રહેતા શા પરિવારના 4 બાળકો સહિતના 16 સભ્યો ધુલીયા ખાતે ભત્રીજાના લગ્નપ્રસંગમાં ગયા હતા. લગ્નપ્રસંગ પતાવી તમામ સુરત પરત ફરી રહ્યા હતા. દરમિયાન અકસ્માત નડ્યો હતો.
ડ્રાઇવર દારૂના નશામાં ફિલ્મી ગીતો સાંભળી બસ પુરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. ઈજાગ્રસ્ત કુરબાન ગુલાબ શા (ઉ.વ. 29)એ જણાવ્યું હતું કે, ધુલીયા ખાતે ભત્રીજાના લગ્ન હોવાથી પરિવારના 16 સભ્યો સાથે ગયા હતા. ગત રાત્રે લગ્ન પતાવી પરત ફરી રહ્યા હતા. ડ્રાઇવર દારૂના નશામાં ફિલ્મી ગીતો સાંભળી બસ પુરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. અન્ય મુસાફરોએ બસ ધીમે ચલાવવા પણ કહ્યું હતું.
દરમિયાન નવાપુરના પીપલનેર નજીકની ચરણમાળ ઘાટ પર અકસ્માત થયો હતો. જેમાં ક્લીનરનું મોત થયું હતું. રોડ પર જતા વાહનચાલકોની મદદથી તમામ ઈજાગ્રસ્તને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમે લોકો જેમ તેમ ટ્રક ચાલકની મદદથી સુરત પહોંચ્યા હતા. હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 1 લાખના દાગીના ભરેલી બેગ ગુમઃ ઈજાગ્રસ્તે જણાવ્યું હતું.
કુરબાન શાએ વધુમાં જણાવ્યું હતું કે, તમામ મુસાફરો ઊંઘમાં હતા અને બસનો અકસ્માત થતા બૂમાબૂમ થઈ ગઈ હતી. લગ્નપ્રસંગમાં લઈ ગયેલા રૂપિયા 1 લાખના દાગીના ભરેલી બેગ ગુમ થઈ ગઈ છે.

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment