દહેગામડા ગામમાં ભારતસિંહે જાડેજા દીકરીના લગ્ન પહેલાં ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી સમાજને ઉદાહરણ પૂરું પાડયુ

દહેગામડા,

અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકાના દહેગામડા ગામના જાડેજા ભારતસિંહ વખતસિંહ એ દીકરીના લગ્ન પહેલા ગૌ શાળા માં ગાયોને ઘાસ ચારો ખવડાવી ને સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું.

ભિલોડા તાલુકાનું દહેગામડા માં તા.14.2.2020 ના રોજ કૌશલ્યાકુંવરબા ના લગ્ન રાખેલ છે. પણ દીકરીના પિતાને કન્યાદાન કરતા પહેલા શામળાજી ખાતે આવેલ વિષ્ણુ મંદિર ની ગૌશાળા માં ગાયો ને લીલો -સૂકો ઘાસચારો નું ટ્રેક્ટર ભરીને દાન કરવામાં આવ્યું હતું તેમજ દીકરીના પિતા તરીકે ની લાગણીઓ એ હિન્દૂ ધર્મ માં અને ગુજરાત ના રાજપૂત સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું.

હિન્દૂ ધર્મ અનુસાર ગૌશાળા માં દાન કરવું એના થી કોઈ મોટી સેવા નથી. હિન્દૂ ધર્મ માં ગાય ને માતા માનવામાં આવે છે. ગાય પાડવાથી ઘરમાં શાંતિ તથા ભગવાન શ્રી કૃષ્ણ તથા લક્ષ્મી માતાજી નો સીધો આશીર્વાદ મળે છે.

દીકરીના પિતાના કહેવા પ્રમાણે આજકાલ લોકો ઘરે ગાયો પાળી સકતા નથી. જો બની શકે તો ગૌશાળા માં લોકોએ દાન કરવું અને બની શકે તેટલી રક્ષા કરવી જોઈએ તેવી દીકરીના પિતા ની અપીલ હતી.

Related posts

Leave a Comment