હિન્દ ન્યુઝ, વાકાનેર
વાકાનેર આરોગ્ય નગરમાં આવેલ જ્ઞાનગંગા સ્કુલ દ્ગારા RTE માં અભ્યાસ કરતા વિધાર્થીઓ પાસેથી વધારાની ફી ઉઘરાવી હોય, તેથી વાલીઓએ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અરજી કરીને આ સ્કુલ સંચાલક વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરતા શિક્ષણ અધિકારી સ્કુલ સંચાલક વિરુધ્ધ કાર્યવાહી કરવાના બદલે અરજી કરનાર વાલીઓને ધમકાવતા હોય, વાલીઓએ સ્કુલ સંચાલકે ફીની પહોંચ આપેલ તે પણ પુરાવારૂપે રજુ કરવા છતાં સ્કુલ સંચાલકને તાલુકા શિક્ષણ અધિકારી છાવરતા હોય તેવી વાલીઓની રાવ ઉઠવા પામી હતી.
રાજકોટ જિલ્લા બ્યુરોચીફ : સાકીર પીપરવાડીયા