હિન્દ ન્યુઝ, કાલાવડ
જામનગર જિલ્લા ના કાલાવડ ખાતે ‘હિન્દ રક્ષક સંઘ’ નાં સંસ્થાપક ડૉ. સીમાબેન પટેલ દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરનાં પટાંગણમાં “હિન્દુ હૃદય સમ્રાટ અને મહાન યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ” જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ.
પુષ્પાંજલિ કાર્યક્રમ માં મંદિરના પૂજારી જીકા બાપુ ના વરદ હસ્તે પૂજા અર્ચના કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી તેમજ કાલાવડ ભાજપ શહેર પ્રમુખ નિરવભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, વિરેન્દ્રસિંહ જાડેજા, જગમલભાઈ ગઢવી, તરુણભાઈ ચૌહાણ, કિરીટભાઈ, એડવોકેટ પી.ડી.જાડેજા, જયશ્રીબેન મહેતા તેમજ મોટી સંખ્યામાં સનાતનીઓ હાજર રહી “જય ભવાની, જય શિવાજી” નાં નાદ સાથે છત્રપતિ શિવાજી મહારાજને પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી.