જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૫ પરીણામ સુધારણા અંગે ચિંતન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૪ ની પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લાનું પરીણામ ઓછુ આવેલ હોઇ, તેને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૫ પરીણામ સુધારણા અંગે ચિંતન બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરએ પરીણામ સુધારણા અંગે વિવિધ શાળાઓ પાસેથી રિવ્યુ લઈ જરૂરી સુચનો આપ્યા હતા. બેઠક દરમિયાન અસરકારક શિક્ષણ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નો એક્શન પ્લાન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ વર્ષે “MISSION-33” અંતર્ગત તમામ શાળાઓમાં સારૂ પરીણામ લાવવા માટે કરવામાં આવેલ આયોજન અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર તેમજ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી શાળાઓના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા.


Advt.

Related posts

Leave a Comment