વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ટી.વાય બી.એસસીનું ૧૦૦% ઝળહળતું પરિણામ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના ટી.વાય.બી.એસસીનાં વિધાર્થીઓનું યુનિવર્સિટી દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૩ નાં રોજ પરિણામ જાહેર થયેલ છે. જેમાં રસાયણ શાસ્ત્ર વિષયનાં કુલ ૪૩ વિધાર્થીઓ તથા પ્રાણીશાસ્ત્ર વિષયના કુલ ૨૧ વિધાર્થીઓ એમ તમામ વિધાર્થીઓ ઉત્તિર્ણ થતા વિજ્ઞાન કોલેજનાં ટી.વાય.બી.એસસીનુ ૧૦૦% ઝળહળતું પરિણામ આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ટી.વાય.બી.એસ.સી કુલ પરિક્ષાર્થીઓ પૈકી ચાર વિધાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવેલ છે જ્યારે અન્ય તમામ વિધાર્થીઓએ ડીસ્ટીકશન પ્રાપ્ત કરેલ છે.જેમાં રસાયણશાસ્ત્રમાં પ્રથમ ક્રમાંકે દોડેજા શાલીનીદેવી(૯૫%), દ્વિતીય ક્રમાંકે વાણવી શિવાલી (૯૪%) અને તૃતીય ક્રમાંકે મકવાણા હીના (૯૩%) તથા પ્રાણી શાસ્ત્ર વિષયમાં પ્રથમ ક્રમાંકે ચાંડપા સંજના(૯૩%), દ્વિતીય ક્રમાંકે દેવળીયા આરતી (૯૨%) અને મેઘનાથી ઝંખના (૯૨%) અને તૃતીય ક્રમાંકે બલગારિયા રેખા (૯૧.૬૪) ઉચ્ચ મેરિટ સાથે પાસ કરીને કોલેજનું ગૌરવ વધારેલ છે. વિદ્યાર્થીઓની આ અપ્રતિમ સિદ્ધિ બદલ સંસ્થાનાં આચાર્યશ્રી ડો.સ્મિતા બી છગે સમગ્ર સ્ટાફ તથા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા

Related posts

Leave a Comment