કામકાજના સ્થળે થતી સ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, વાપી

              ૧૩૦ મહિલાઓને IEC કીટનું વિતરણ કરાયું કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત તા.૨૨ મેના રોજ વાપીના મોરાઈ ખાતે Welspun INDIA PVT. LTD. કંપનીમાં કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વલસાડ – સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ગીરીબાળાબેન દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અને મહિલાઓને થતી જાતીય સતામણીની ફરિયાદ ક્યાં કરવી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે “સખી” વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. વલસાડ એડવોકેટ શોભનાબેન દાસ દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. વલસાડ મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઇ દ્વારા સંબંધિત કાયદાની તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની કામગીરી અંગે વિગતવાર માહિતી વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ દરેક મહિલાઓ પાસે ‘સંકટ સખી એપ’ ઈન્સ્ટોલ કરાવવામાં આવી હતી જેથી સંકટ સમયે તરત જ જાણકારી મળી શકે. સેમિનારમાં ૧૩૦ મહિલાઓને IEC કીટનું પણ વિતરણ કરાયું હતું.

કાર્યક્રમના અંતે Welspun INDIA PVT LTD) દ્વારા સૌનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો આ સેમિનારમાં Welspun INDIA PVT LTDના HR HEAD બ્રીજેશકુમાર શર્મા, લાયઝનિંગ હેડ જમશેદ પંથકી મેનેજર અવનીબેન શ્રીવાસ્તવ, પ્રિસાઇડીંગ ઓફિસર હર્ષિકાબેન પરબ, Walspun INDIA PVT. LTD. ના કર્મચારીઓ અને ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજનાના કર્મચારીઓ જિગ્નેશભાઈ, જિગ્નિશાબેન, તુષારભાઈ, PBSC કાઉન્સેલર નેહાબેન, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર કંચનબેન અને વિવિધ મહિલાલક્ષી કેન્દ્ર-વાપી, તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment