ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ CISS બાળકોને CSR (કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબિલીટી) ફંડમાંથી જીએચસીએલ કંપની ફાઉન્ડેશન સાથે સંકલન કરી જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ બેગ, પાણીની બોટલ, સાધનો સહિત કંપાસબોક્સ, નોટબૂક, ફુલ સ્કેપ ચોપડા, સ્કેચબુક, સ્કેચપેન, રાઈટિંગ પેડ સહિત સમગ્ર એજ્યુકેશન કીટનું અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, નાયબ કલેક્ટર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા સ્ટાફના હસ્તે વિતરણ કરાયુ હતું. ઉપરાંત તમામ બાળકો અભ્યાસ કરી સતત પ્રગતીના પંથે ચાલે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ સાથે જ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ દ્વારા સર્વે કરી શેરીમાં વિચરતા બાળકો તેમજ ઝૂંપડપટ્ટીમાંથી કુલ ૨૪ કુટુંબોના ૫૬ બાળકો પૈકી ૩૦ છોકરા અને ૨૬ છોકરીઓ જેમના માતાપિતા છૂટક ફેરી, લારી અથવા મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તેવા કુટુંબોના બાળકોને ચિલ્ડ્રન લીવ ઈન સ્ટ્રીટ સિચ્યુએશનમાં સમાવેશ કરી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરકાર ની અલગ અલગ યોજનાઓના લાભ આપેલ છે. જેમાં બાળકો તેમજ કુટુંબના આધારકાર્ડ, શ્રમકાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વગેરે યોજના માટે તેમના દસ્તાવેજો તૈયાર કરાવેલ અને રૂબરૂ કચેરી સ્ટાફ દ્વારા ફોર્મ ભરાવવામાં આવ્યા હતાં.

Related posts

Leave a Comment