કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોક દરબારનુ આયોજન

હિન્દ ન્યુઝ, ભુજ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધ નાઓના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોક દરબારનુ આયોજન કરવામાં આવશે. જેમાં આ લોક દરબાર નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગનાઓની અધ્યક્ષ સ્થાને ભુજ શહેર એ ડિવીઝન, ભુજ શહેર બી ડિવીઝન, માનકુવા, માધાપર, પધ્ધર, ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જઓની હાજરીમાં
આગામી તા.૧૧/૦૧/૨૦૨૩ના રોજ રાખવામાં આવનાર છે.

આ લોકદબારમાં વ્યાજખોરીને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને
વ્યાજખોર સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલ છે. આ લોકદરબારમાં ભુજ શહેર એ ડિવીઝન, ભુજ શહેર બી ડિવીઝન, માનકુવા, માધાપર, પધ્ધર ખાવડા વિસ્તારમાં રહેતા નાગરીકો આર્થિક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપીયા લેતા હોય છે. જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપીયા આપતા હોય છે, અને બાદ ભોગબનનાર વ્યકતિ તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે. જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર ઇસમો દ્રારા ભોગબનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે. અને જેના પરીણામે ભોગ બનનાર તથા તેના કુટુંબી જનોની પાયમાલી સર્જાતી હોય છે. જેથી આત્મહત્યાના બનાવ બનતા જે એક વ્યકિતને નહી પરંતુ એક પુરા કુટુંબને અસર કરતા રહે છે. આવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરી અંગે
લોકદરબારનુ આયોજન કરવામાં આવશે. જેમા વ્યાજખોરીને લગતી કોઇ પણ પ્રકારની તકલીફ કે ફરીયાદ હોય તો સીધા આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે, તેમજ અગાઉ પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ અધિક્ષકની કચેરીએ અરજી કરેલ હોય અને તેમા પોલીસે કરેલ કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરીકો પણ આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે, અને પશ્ચિમ કચ્છ જિલ્લાના નાગરીકોની કોઇપણ ફરીયાદ અરજીનો સ્થળ પર નિરાકરણ કરી અને તેઓને ન્યાય આપવા માટે પોલીસ દ્રારા કામગીરી કરવામાં આવશે. જેથી આ લોક દરબારમા ઉપરોક્ત વિસ્તારના વ્યાજખોરીમાં સપડાયેલ અરજદારને તથા જાહેર જનતાને આ વ્યાજખોરી બાબતેના જન જાગૃતીના લોક દરબારમાં આમંત્રીત કરવામાં આવે છે. લોક દરબારનુ સ્થળ :- પોલીસ તાલીમ ભવન, પોલીસ હેડ કવાટર્સની બાજુમા, ભુજ-કચ્છ.

Related posts

Leave a Comment