જામનગર માં બેફિકર દોડતી કારે સાત રસ્તાની રોનક બગાડી નાખી-ફોજદારી થઇ 

જામનગર માં બેફિકર દોડતી કારે સાત રસ્તાની રોનક બગાડી નાખી-ફોજદારી થઇ   HiND NEWS

 

જામનગરની શોભામાં અભિવૃધ્ધિ કરતા સાત રસ્તા સર્કલ પરની રોનક પર ગઇકાલે મોડી રાત્રે પુરઝડપે દોડતી એક કાર ફરી વળતા મોટી દિવાલને તોડી નાખી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાશી ગયો હતો. કારમાંથી સંદિગ્ધ વસ્તુઓ પણ મળી આવી છે. તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા કાર છોડી નાશી ગયેલા ચાલક સામે પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં સાત રસ્તા વચ્ચેના બ્યુટી ફિકેશનવાળા સર્કલ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખોડીયાર કોલોની તરફના રસ્તા પરથી પુરઝડપે ધસી આવેલી એક કાર સર્કલ પર વળાંક લેવાના બદલે સર્કલની લોખંડની જાળી સાથેની દિવાલમાં ધડાકાભેર અથડાઇ ગઇ હતી. આ અકસ્માતમાં સર્કલની દિવાલનો મોટો હિસ્સો બાંધકામથી અલગ થઇ ગયો હતો. તો કારના આગળના ભાગે પણ વ્યાપક ક્ષતિ પહોંચી હતી. આ ઘટનાના પગલે કાર ચાલક કાર છોડી નાશી છુટ્યો હતો. તો વ્હેલી સવારે પોલીસ અને અમુક સેવા ભાવીઓ દ્વારા રસ્તા પર પડેલ દિવાલનો કાટમાળ અને કારને દુર ખસેડી માર્ગ પુર્વવત કરાવ્યો હતો.
બીજી તરફ કારમાંથી અમુક સંદિગ્ધ વસ્તુઓ મળી આવતા કાર ચાલક સભાન અવસ્થામાં હતો કે એ પણ પ્રશ્ર્ન છે. નશીબ જોગે રાત્રીનો સમય હોવાથી જાનહાની ભરી ઘટના ટળી છે. બીજી તરફ શહેરની શોભા વધારતા સર્કલને વ્યાપક નુકશાની પહોંચતા મહાનગર પાલિકા દ્વારા કાર ચાલક સામે પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાવવા માં આવી છે.

Related posts

Leave a Comment