‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ના આયોજન અંગે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

સમગ્ર ગુજરાતમાં ૨૧ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજન નિમિત્તે એક વીડિયો કોન્ફરન્સ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને રાજ્યભરના જિલ્લા કલેક્ટરઓ, મ્યુ.કમિશ્નરઓ સાથે યોજાઈ હતી. આ કોન્ફરન્સનું સંચાલન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ અશ્વિનીકુમારે કર્યું હતું. આ વીસીમાં બોટાદથી જિલ્લા કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, અધિક નિવાસી કલેક્ટર પરમાર સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવા સંગઠનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા વધુને વધુ યોગ શિબિરમાં ભાગ લે તેવું સૂચન કર્યું હતું. મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, દરેક ગામડાં- શહેર – નગર, શાળા – કોલેજો – યુનિવર્સિટી ખાતે યોગ શિબિર યોજવાની રહેશે. આ ઉજવણીમાં સરકારના આયુષ, આરોગ્ય, પોલીસ સહિતના વિવિધ વિભાગોએ પણ સુચારુ રીતે અમલીકરણ કરવાનું રહેશે.આ આંતરરાષ્ટ્રીય યોગ શિબિરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના સંબોધનનું રાજ્યભરના જિલ્લાઓમાં જીવંત પ્રસારણ થશે. બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સુચારૂ આયોજન માટે સંબંધિત અધિકારીઓ સાથેની બેઠક જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં તા.૧૫ ના સાંજે ૩:૦૦ કલાકે કલેકટર કચેરી ખાતે યોજાશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment