જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલ’ની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ‘રોડ સેફ્ટી કાઉન્સિલની’ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ વિદ્યાર્થીઓને રોડ સેફટીની બાબતને લઈને જાગૃત કરવા માટે સેમિનાર અને સ્પર્ધાઓનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત અમુક બ્લેક સ્પોટ પર એક કે તેથી વધુ લોકોના જીવ જોખમાય તેવા અકસ્માતના સ્થળો પર તાત્કાલિક ધોરણે સાઇનબોર્ડ મુકવા તેમજ મેડિકલ ઇમરજન્સીની સુવિધા વધુ મજબુત કરવા તેમજ તીવ્ર વળાંકોવાળી જગ્યાઓએ રિફલેક્ટર મુકવા પર ભાર મુક્યો હતો. 

               ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા, અધિક નિવાસી કલેક્ટર મુકેશભાઇ પરમાર, ARTO ડી.કે.ચાવડા, RTO ઇન્સપેક્ટર જે.એસ.રાઠોડ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર,બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર, જિલ્લા આરોગ્ય વિભાગ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા બોટાદ

Related posts

Leave a Comment