સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા આયોજિત અંડર-16 ટૂર્નામેન્ટમાં જૂનાગઢ ક્રિકેટ ટીમ બે વખત વિજેતા બની

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ

        હાલમાં ચાલી રહેલી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અન્ડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની જુદીજુદી ટીમો ભાગ લઇ રહી છે, ત્યારે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમ મજબૂત સ્થિતીમાં પહોંચી છે. જૂનાગઢ અને પોરબંદર રૂરલ ક્રિકેટ એસોસિએશનની ટીમ વચ્ચે ગઇકાલે પોરબંદરના દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી 50 ઓવરની મેચમાં જૂનાગઢના ઓપનીંગ બેટ્સમેન વફી ડાયમંડભાઇ કચ્છીએ 137 બોલમાં 132 રન ફટકાર્યા. જે બદલ તેને મેચમાં તેને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. તેની સાથે રીધમ નકુમ પણ 80 રને નોટ આઉટ રહ્યો હતો. જૂનાગઢની ટીમે ટોસ જીતીને પ્રથમ દાવ લીધો હતો અને 289 રન બનાવ્યા હતા.

            આ પહેલા પોરબંદર સિટી સામેની મેચમાં પણ જૂનાગઢની ટીમ જીતી હતી. આમ અન્ડર-16 ટુર્નામેન્ટમાં જૂનાગઢની ટીમ સતત બે મેચ જીતીને મજબૂત સ્થિતીમાં પહોંચી ગઇ છે. જૂનાગઢ ક્રિકેટ ટીમના કોચ ગૌતમ બાબરિયા, જૂનાગઢ ક્રિકેટ એસો.ના પ્રેસિડેન્ટ પાર્થ કોટેચા અને વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ધુલેશિયાએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તમામ ખેલાડીઓ આગળ પણ આવું પરફોર્મન્સ બતાવતા રહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment