માંગરોળ તાલુકાનાં મોસાલી વીજ સબ સ્ટેશનમાંથી નીક ળતાં 13 વીજ ફીડરોનો પુરવઠો આવતીકાલે 10 કલાક બંધ રહેશે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

         માંગરોળની નાયબ કાર્યપાલક કક્ષાની DGVCL કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં મોસાલી વીજ સબ સ્ટેશનમાં JETCO તરફથી મેઇન્ટેન્સની કામગીરી કરવાની હોય સમગ્ર વીજ સબસ્ટેશનનો વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. જેથી સબ સ્ટેશન માંથી નીકળતાં માંગરોળ તાલુકાનાં 13 HT વીજ ફીડરો પર વીજ પુરવઠો બંધ રહેશે. જેની તાલુકા ના 40 ગામોને અસર થશે. વીજ પુરવઠો સવારે 8 કલાક થી સાંજે 6 કલાક સુધી મેઇન્ટેન્સ માટે સમગ્ર સબ સ્ટેશનનો વીજ પુરવઠો બંધ રહેશે. JETCO તરફથી મેઇન્ટેન્સની કામગીરી પૂર્ણ થતાં વીજ પુરવઠો શરૂ થશે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment