અરવલ્લીના મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા લોકોને મફતમાં માસ્ક વિતરણ કરાયું

હિન્દ ન્યૂઝ, મોડાસા

           સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણનું અભિયાન વેગવતું બનાવવામાં આવ્યું છે. તેમ છંતા લોકોની બેદરકારીના કારણે કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. જેને લઇ આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવા અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા હાલમાં એક નવી ઝુંબેશ હાથ ધરવામા આવી છે.

           કોરોનાની મહામારીમાં લોકોમાં વધુ કોરોના ફેલાય નહીં તે માટે મોડાસા નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ફરતા માસ્ક વિના ફરતા લોકોને મફત માસ્ક વિતરણ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના ટાઉનહોલ ચાર રસ્તા, માલપુર રોડ, મેઘરજ રોડ,બજાર રોડ અને એસ ટી રોડ પરના તમામ રસ્તાઓ પરથી પસાર થતા લોકોને કોરોનાની ગંભીરતા વિષે જાગૃત કરવાનું અભિયાન શરૂ કરીને નગરપાલિકા દ્વારા મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

           મોડાસા નગરપાલિકા દ્વારા પ્રથમ દિવસે ૭૫લોકોને માસ્ક વિતરણ કરાયું અને લોકોને માસ્ક આપવાની સાથે હાથને વારંવાર સેનેટાઈઝર કરવા, માસ્ક પહેરવું, ભીડભાડ વાળી જગ્યાએ વધુ લોકોએ એકત્રિત થવું નહીં, કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે વર્તવું વગેરે જેવી માહિતી આપીને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment