રાજકોટ જિલ્લામાં આયુષ સેવાનો વ્યાપ વધારવા જિલ્લા આયુષ સોસાયટીનું ગઠન થયુ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને આયુષ વિભાગની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. રાજકોટ જિલ્લામાં આયુષ-આયુર્વેદ સેવાનો વ્યાપ વધારવા જિલ્લા આયુષ સોસાયટીના ગઠન માટેની ચર્ચા વિચારણા થઇ હતી. આ સોસાયટીના અધ્યક્ષસ્થાને કલેકટર, સહઅધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય સભ્યોની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. નેશનલ આયુષ ડિપાર્ટમેન્ટ, ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ આયુર્વેદ હોસ્પિટલોને હેલ્થ વેલનેશ સેન્ટરમાં પરિવર્તિત કરાવાના પ્રયાસો દેશભરમાં થઇ રહયા છે. આ પ્રસગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા, બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાય, ખાનગી આયુર્વેદ પ્રેકટિશનર, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.કે.જી.મોઢ, સરકારી આયુર્વેદ હોસ્પિટલના ડો.એચ.એમ. જેતપરિયા તથા સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

Leave a Comment