હિન્દ ન્યૂઝ, ઢસા
ભારત સરકાર ના નેશનલ આયુષ મિશન અનુદાનિત અને નિયામક આયુષ ની કચેરી પ્રેરિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારી બોટાદ ના માર્ગદર્શન અન્વયે આયુષ ગ્રામ – ઢસા ગામ પ્રોજેક્ટ અન્વયે ઢસા ગામ ખાતે આજ રોજ તા:-૧૩/૧/૨૦૨૧, ના રોજ આયુર્વેદ/ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને ઉકાળા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. નિદાન સારવાર કૅમ્પ નો કુલ 112 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. ઉકાળા વિતરણ નો લાભ કુલ 523 જેટલા લાભાર્થીઓએ લીધો. કેમ્પ મા સોશિયલ ડિસ્ટન્સ નું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું. દરેક લાભાર્થી ના હાથને હેન્ડ સેનેટાઈઝર થી સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા