આણંદ સીટીમા ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા જવાનો અને ટી.આર.બી.જવાનો વિના માસ્કે નજરે પડ્યા હતાં

હિન્દ ન્યૂઝ, આણંદ

તા.૧૨/૧/૨૧, આજે આખા દેશમાં કોવિડ ને લઈ સરકાર ઉચ્ચ પગલાં ભરી રહી છે. એવામાં ટુકસમય પહેલા આણંદ સીટીમા ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા જવાનો અને ટી.આર.બી.જવાનો વિના માસ્કે નજરે પડ્યા હતાં અને પોલીસ સ્ટેશનની અંદર જો એક નજર મારવામાં આવેતો ગણા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ માસ્ક વગર નજરે પડે પરંતુ પોલીસને દંડ કરે કોણ ? આજ રીતે જો કોઈ પબ્લિકનો માણસ નજરે ચડે તો જાણે કોઈ આતંકવાદી આવ્યો હોય તેમ પોલીસ ચારે બાજુથી ઘેરી લે અને દંડ ફટકારે. પબ્લિકનું કહેવું છે કે આ કાયદો ખાલી જનતા માટેજ છે ? પોલીસ માટે નથી? અને છે તો કેમ પોલીસ કર્મીઓએ આજ સુધી કોઈ દંડ ભરેલ નથી ? હવે એમને દંડ કોણ ફટકારશે ? શું નોવેલ કોરોના વાયરસ નું સંક્રમણ ફક્ત સામાન્ય નાગરીકોના કારણેજ ફેલાય છે કે શું ? પોલીસ કર્મીઓને માસ્ક નહિ પહેરવાં ની ઉચ્ચ અધિકારીઓએ છુટ આપી છે કે શું ? કે પછી એમને માસ્કના નામે ફક્ત આમ જનતા પાસે ઉઘરાણું કરવામાં રસ છે ? એક બાજુ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી એ એડિ ચોટીનું જોર લગાવ્યું છે કે ચુસ્તપણે નિયમોને પાળવા માં આવે અને વધતાં જતાં નોવેલ કોરોના વાઇરસ ના કેશોમા નિયંત્રણ કરવામાં આવે પણ આણંદ જિલ્લામાં તો નીયમોને મુક્યા નેવે પણ હવે જનતા પણ જાગૃત થઈ ગઈ છે. આણંદ ગ્રેડ ચોકડી પાસે એ.એસ.આઈ અશોકભાઈ વિનામાસ્કે નજરે પડ્યા હતા. હવે એમને દંડ આપશે કોણ ? કે પછી ભીનું સંકેલશે ? જો વડોદરા પોલીસ કમિશનર માસ્ક વિના ચાલુ બાઈકે ફરી રહેલા કોન્સ્ટેબલ નો વિડિઓ વાઈરલ થતા તાત્કાલિક તપાસના આદેશ તથા સસ્પેન્ડ કરતા હોય તો શું આ ASI અશોકભાઈ ની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ? આ ASI અશોકભાઈ પહેલા ઘણીવખત વિવાદમા આવી ગયા છે. છતાય કેમ કોઈ કાર્ય વાહી કરવામાં આવતી નથી. હવે આ અંગે જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તથા જીલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજીયણ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ જોવું રહ્યું.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment