ઢસા ગામમાં કેમ્પ યોજાશે

હિન્દ ન્યૂઝ, ઢસા

                                  નેશનલ આયુષ મિશન અનુદાનિત નિયામકશ્રી, આયુષ પ્રેરિત જિલ્લા આયુર્વેદ અધિકારી, બોટાદ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન સારવાર કેમ્પ નુ આયોજન રાખેલ છે. તમામ ઢસા તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર વાળા દર્દીઓએ આવવા માટે ડો.દેવાંગ વાળા એ જાણકારી આપેલ છે.

સ્થળ કેમ્પ : સરકારી આયુર્વેદ દવાખાનું, ઢસા ચોકડી ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ

કેમ્પ તારીખ : ૧૩/૧/૨૦૨૧, બુધવાર

જેમાં આ મુજબ નો ખાસ દવા કેમ્પ યોજાશે :

  1. સાંધાના દુખાવા- વા કમર નો દુખાવો
  2. પેટના રોગો- ગેસ એસિડિટી કબજિયાત
  3. ચામડી ના રોગો- દાદર ખરજવું વગેરે
  4. ડાયાબિટીસ થાઈરૉઈડ વગેરે
  5.  હરસ, મસા, ભગંદર
  6. સ્ત્રી-બાળકોના રોગો વગેરે રહેશે

                           જેનો સમય સવારે ૯ થી ૧ બપોર સુધી રહેશે. જેમાં ડૉક્ટર વૈદ્ય દેવાંગ વાળા જાતે. MD(AYU.) PGDYN સરકારી આયુર્વેદ દવાખાનું, ઢસાગામ માં સેવા બજાવશે. સાથે ડો.વૈદ્ય હાર્દિક પટેલ જાતે MD(AYU.) સરકારી આયુર્વેદ દવાખાનું, સુંદરિયાણા વાળા તેમજ ડો. ઊર્મિલાબેન લાધવા અન્ય પણ હાજરી આપશે.

રિપોર્ટર : આસીફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment