હિન્દ ન્યુઝ, બારડોલી બારડોલી તાલુકાની સરભોણ પ્રા.શાળા ખાતે જન ભાગીદારી અભિયાન અંતર્ગત યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૧૮ ગામોના લાભાર્થીઓને મોટાં પ્રમાણમાં કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં આધારકાર્ડના-૩૭, આયુષ્યમાન કાર્ડ-૧૭, પી.એમ કિશાન સન્માન નિધી યોજનાના-૩, સિકલ સેલ ટેસ્ટિંગ-૧૫, રેશનકાર્ડના-૨ મળી કુલ-૬૨ લાભાર્થીઓને લાભ અપાયો હતો. તેમજ ગ્રામજનોને જે તે વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા અન્ય સરકારી યોજનાઓ અંગે સમજણ આપી લાભ આપવામાં આવ્યા હતા. સાથે જ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ, પદાધિકારીઓ તથા ગામ આગેવાનો દ્વારા જન ભાગીદારી અભિયાન અંતર્ગત રેલી અને વૃક્ષારોપણ પણ કરાયું હતું.
Read MoreMonth: May 2026
અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓના ૮ મધ્યાહ્ન ભોજન કેન્દ્રો ખાતે સંચાલકોની જગ્યા માટે અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, અંજાર કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન બંધ રહેલી અથવા ચાર્જમાં આપેલી પી.એમ. પોષણ (મધ્યાહ્ન ભોજન યોજના) કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની થાય છે. જેથી અંજાર તાલુકાના સંઘડ પ્રા. શાળા (કેન્દ્ર નં. ૭૧), રામપર પ્રા. શાળા (કેન્દ્ર નં. ૭૦), માધવનગર-ખેડોઈ પ્રા. શાળા (કેન્દ્ર નં. ૯૮), શાંતિધામ-ખંભરા પ્રા. શાળા (કેન્દ્ર નં. ૧૧૫), ખોખરા પ્રા. શાળા (કેન્દ્ર નં. ૨૪), હીરાપર કન્યા પ્રા. શાળા (કેન્દ્ર નં. ૧૨૯), ચકારમોરા વાંઢ-ધમડકા પ્રા. શાળા (કેન્દ્ર નં. ૫૦) અને ભલોટ પ્રા. શાળા (કેન્દ્ર…
Read Moreતા. 20 મે, વિશ્વ મધમાખી દિવસ
હિન્દ ન્યુઝ, વલસાડ અલગ-અલગ પ્રકારની મધમાખી દ્વારા મધનું ઉત્પાદન કરતા વલસાડના ફણસવાડા ગામના ખેડૂત મનમોહન પટેલ બાગાયત વિભાગ તેમજ ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત તાલીમમાં મધ ઉત્પાદન અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરતા મનમોહન પટેલ પાસે બી.એસ.સી., એમ.એસ.સી.ના ઝૂલોજી, બોટની કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓ પણ તાલીમ માટે આવે છે; મધમાખી ઉછેર દ્વારા તેઓ આત્મનિર્ભર બન્યા, સાથે જ અન્યને પણ રોજગારી આપે છે. વિવિધ એવોર્ડથી સન્માનિત ખેડૂત મનમોહન પટેલ જણાવે છે કે મધમાખી ખેડૂતોની મિત્ર કીટક છે, જે ખેતરમાં ધાન્ય વર્ગ અને વેલાવાળા શાકભાજીના પાકનું બમણુ ઉત્પાદન વધારી આપે છે.
Read Moreધરતી આબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત અનોપપુરા ખાતે આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ તા. ૨૦ મે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા અનોપપુરા સબ સેન્ટર ખાતે “ધરતી આબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત આરોગ્ય જાગૃતિ અને લાભાર્થી કેન્દ્રિત કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને વિવિધ આરોગ્ય અને કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં આયુષ્માન ભારત કાર્ડ યોજના, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના, ટીબી મુક્ત પંચાયત અભિયાન તેમજ વૃદ્ધ સહાય યોજના સહિત વિવિધ સરકારી આરોગ્ય અને કલ્યાણ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, સગર્ભા બહેનોને આધારકાર્ડ, બેંક ખાતા પ્રક્રિયા અને સંસ્થાકીય પ્રસૂતિના મહત્વ અંગે માર્ગદર્શન…
Read Moreજૂનાગઢ જિલ્લાનો એન્યુઅલ કેડીટ પ્લાન અધિક નિવાસી કલેકટર બી.એસ. બારડ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લાનો એન્યુઅલ કેડીટ પ્લાન અધિક નિવાસી કલેકટર બી.એસ. બારડ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષમાં ૧૦૩૩૪ કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવેલ જે જૂનાગઢ જિલ્લાની વિવિધ બેંકો દ્વારા સિધ્ધી હાંસલ કરી લેવામાં આવતા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમ્યાન લીડ બેંક દ્વારા ૧૩૪૩૭ કરોડનાં ધિરાણનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવેલ છે. જે ગયા વર્ષે ની સરખામણી એ ૨૩% વૃદ્ધિ નો લક્ષ્યાંક રાખેલ છે. વાર્ષિક કેડીટ પ્લાનમાં ખેતિવાડી ક્ષેત્રે ૧૦૫૬૩ કરોડ રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ૭૪ કરોડ અને ઔદ્યોગિક ક્ષેત્રે ૨૨૮૪ કરોડનો…
Read Moreઆગામી ૨૭ મે એ આવતા ‘બકરી ઈદ’ના તહેવાર નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામુ
હિન્દ ન્યુઝ, સુરત આગામી તા.૨૭/૦૫/૨૦૨૬ના રોજ મુસ્લિમ ધર્મનો ‘બકરી ઇદ’નો તહેવાર આવતો હોવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી ન દુભાય અને શહેરમાં શાંતિનું વાતાવરણ જળવાય રહે એ હેતુથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામાં દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જે અનુસાર સુરત શહેરમાં કોઇપણ વ્યકિતએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવા, કોઇપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા પર તેમજ ‘બકરી ઇદ’ તહેવાર નિમિતે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા…
Read Moreસુરત શહેરના મજુરાના શીટ નં.૪૫ના રેકર્ડનું જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવનાર છેઃ આ રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે
હિન્દ ન્યુઝ, સુરત શહેરના મજુરા(તા.ઉમરા)માં સિટી સર્વે દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ-૨ની કચેરીના શીટ નં.૪૫ના ચા.નં. ૯૭ નું રેકર્ડ તૈયાર કરીને તા.૦૯/૦૬/૨૦૨૬ના રોજ ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. તૈયાર થયેલા મજુરાના રેકર્ડને સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ-૨ની કચેરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેથી આ પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો તા. ૦૯/૦૬/૨૦૨૬ સુધીમાં સુપ્રિટેન્ડન્ટ-૨ની કચેરી, એ-બ્લોક, સાતમો માળ, બહુમાળી મકાન, નાનપુરા ખાતે લેખિતમાં રજૂ કરવા નાયબ નિયામક, જમીન દફતર-સુરતની યાદીમાં જણાવાયું છે.
Read Moreજન ભાગીદારી-સબસે દૂર, સબસે પહેલે અભિયાન: સુરત જિલ્લો
હિન્દ ન્યુઝ, સુરત ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના માર્ગદર્શન હેઠળ “જન ભાગીદારી – સૌથી દૂર, સૌથી પહેલા” અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં વસતા આદિમ જનજાતિ સમુદાય સુધી સરકારની વિવિધ યોજનાઓના મહત્તમ લાભો પહોંચાડવા માટે વિશેષ કેમ્પ યોજવામાં આવશે. જેમાં તા.૨૦/૫/૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ વગ્યાથી કામરેજ તાલુકાના પ્રા.આરોગ્ય કેન્દ્ર,ઓરણા ખાતે કેમ્પ દ્વારા નનસાડ, ખોળેશ્વર, ધાતવા, દિગસ, માછી, ઓરણા, જાતભરથાણા, આસ્તા, દેલાડ, શામ્પુરા, ટીમ્બા, કરજણ અને અખાખોલના ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ આપવામાં આવશે. તેમજ સુરતના માંગરોળ તાલુકાના ભાડકુવા, વાડ, અમરકુઈ,…
Read Moreસેમિકન્ડક્ટર ઉદ્યોગ ક્ષેત્રે વૈશ્વિક ઓળખ ઊભી કરનાર ગુજરાતમાં દેશની પ્રથમ UHP સેમિકન્ડક્ટર કોર્સની બેચ ITI-ધોલેરાથી પાસ આઉટ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ધોલેરા ખાતે આવેલી ITIમાંથી તાજેતરમાં ‘UHP સેમિકન્ડક્ટર વેલ્ડિંગ પ્રોગ્રામ’ની પ્રથમ બેચ પાસ આઉટ. અહીં તાલીમ પામેલા વિદ્યાર્થીઓને ધોલેરામાં જ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નોકરી મળે તેવી વ્યવસ્થા કરાઈ. આ પ્રોગ્રામ ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા ગુજરાત સરકાર અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના સહયોગથી ચલાવવામાં આવે છે. આ લેબમાં તાલીમ મેળવતા યુવાનને એમ લાગે કે તે ખરેખર સેમિકન્ડક્ટરની કંપનીમાં કામ કરે છે, તાલીમાર્થી ખરેખર સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કામ કરતા હોય તેવો અનુભવ કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગે ગતિ પકડી છે અને આ…
Read Moreશહેરની પોલીસ લાઈનના બાળકો માટે શરુ કરવામાં આવેલ સમર કેમ્પ
હિન્દ ન્યુઝ, અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ, શહેરની પોલીસ લાઈનના બાળકો માટે શરુ કરવામાં આવેલ સમર કેમ્પ ચાલી રહેલ છે. સમર કેમ્પ 2026 – Season 3 અંતર્ગત, મે મહિનાથી શહેરની વિવિધ પોલીસ લાઇનમાં કુલ 12 સમર કેમ્પ સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી અને અમુક જગ્યાએ સાંજના સમયે પણ યોજાઇ રહ્યા છે જેમાં પોલીસ પરિવારના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આજરોજ, પોલીસ કમિશ્નરએ ગોમતીપુર લાઇન, બાપુનગર પોલીસ લાઇન, ઇસનપુર અને દાણીલીમડા પોલીસ લાઇનના કેમ્પની મુલાકાત લીધી. તેઓએ બાળકો દ્વારા…
Read More