હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ધોલેરા ખાતે આવેલી ITIમાંથી તાજેતરમાં ‘UHP સેમિકન્ડક્ટર વેલ્ડિંગ પ્રોગ્રામ’ની પ્રથમ બેચ પાસ આઉટ. અહીં તાલીમ પામેલા વિદ્યાર્થીઓને ધોલેરામાં જ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નોકરી મળે તેવી વ્યવસ્થા કરાઈ. આ પ્રોગ્રામ ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા ગુજરાત સરકાર અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના સહયોગથી ચલાવવામાં આવે છે.
આ લેબમાં તાલીમ મેળવતા યુવાનને એમ લાગે કે તે ખરેખર સેમિકન્ડક્ટરની કંપનીમાં કામ કરે છે, તાલીમાર્થી ખરેખર સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કામ કરતા હોય તેવો અનુભવ કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગે ગતિ પકડી છે અને આ ઉદ્યોગોને જરૂરી કુશળતા ધરાવતા લોકો મળી રહે તે માટે રાજ્ય સરકારે વિવિધ કંપનીઓ સાથે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ હાથ ધર્યા છે.
