સુરતમાં ફરી ખાડીપૂર ગુઠણ સુધીના પાણી બધાના ઘર માં ભરાયા 

સુરત,

સુરત શહેર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદના પગલે ખાડીઓ બે કાંઠે થતા કિનારા વિસ્તારમાં ખાડી પૂર આવ્યા હતા. હજુ પણ મીઠી ખાડી કિનારાના વિસ્તારમાં સંપૂર્ણ પાણી ઓસર્યા નથી. ત્યાં ફરી ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે. સુરતમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા વચ્ચે સુરત શહેર ઉધના વિસ્તારમાં 5 ઇંચ અને લિંબાયતમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ખાડીઓના લેવલમાં વધારો અને બીજી તરફ વરસાદના પગલે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.

પાંડેસરાના 1000 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ સુરત શહેર અને જિલ્લામાં વરસાદના પગલે ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે. જેના પગલે પાંડેસરા વિસ્તારમાં ખાડી પૂર આવ્યા છે. ખાડીની આસપાસમાં આવેલા નગસેન નગર, પ્રેમનગર અને સચીન જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન માં પણ ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment