કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી નાં નામે ચાલતું મોટું કારસ્તાન…

કેશોદ ,

કેશોદમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા તારીખ ૨૮/૫/૨૦૨૦ નાં રોજ ઠરાવ જાહેર કરવામાં આવેલ છે જે મુજબ કોરોના પોઝીટીવ કેસ ની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલમાં કુલ પથારી ની અડધોઅડધ પથારીઓ કોવીડ-૧૯ નાં દર્દીઓ માટે એપીડેમીક એકટ હેઠળ નક્કી કરવામાં આવેલ છે. ખાનગી હોસ્પિટલમાં કોવીડ-૧૯ નાં દર્દીઓ ને સારવાર માટે ડેજીગ્નેટેડ કરવા ઠરાવ કરવામાં આવેલ છે. ઘણાં વર્ષો પહેલાં પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદન માટે ખાનગી કંપનીઓ ને મંજુરી આપવામાં આવી હતી ત્યારે વાહનચાલકો ને પેટ્રોલિયમ પેદાશો સસ્તા દરે મળવાને બદલે કુદકે ને ભૂસકે વધારો થવાની સાથે લૂંટ ચાલું થઈ ગયેલ એવી જ રીતે કોરોના મહામારી કાબુમાં લેવા માટે અને અચાનક કોરોના પોઝીટીવ કેસ માં વધારો થાય તો સારવાર માટે પહોંચી વળવા સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે છુટછાટ આપવામાં આવતાં જ કોરોના પોઝીટીવ કેસ ધરાવતાં દર્દીઓ પૈસાની ખાણ હોય એવું સમજીને આયોજનબદ્ધ રીતે લુંટ શરૂ થઈ ગયેલ છે. આરોગ્ય વિભાગ ની મીલીભગતથી અને માર્કેટિંગ મેનેજર દ્વારા કમીશન મેળવવાની વૃતિથી દર્દીનાં પરિવારજનોને અષ્ટમભષ્ટમ ભણાવી કસાઈખાને નિચોવી નાંખવા ધકેલવામાં આવે છે. કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી વચ્ચે એકલ દોકલ કેસ નોંધાતાં હતાં અને શરૂઆતમાં ચાર મહિના માં દશેક કેસ નોંધાયા હતાં ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મંજુરી આપવામાં આવી કે તુરંત જ રાતોરાત કોરોના પોઝીટીવ કેસ માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં જ કોરોના પોઝીટીવ રીપોર્ટ પચ્ચીસેક આવેલાં છે. કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ દર્દી ખાનગી હોસ્પીટલ માટે પૈસાની ખાણ હોય એમ એટીએમ મશીન ગણી પોતાની ઉભી કરેલી લેબ માં જુદા-જુદા ટેસ્ટ, એક્સ રે, અને દવાઓના નામે ખંખેરવાનું ચાલું કરી દેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપતી વખતે કરવામાં આવેલ શરતો નિયમો નું પાલન કરવામાં આવતું નથી અને દર્દી અને પરિવારજનોને ભયનાં ઓથાર હેઠળ જેટલા લુંટી શકાય એટલાં લુંટવાનો કાળો કારોબાર શરૂ કરવામાં આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ દર્દીઓ ને ડર દર્શાવી ખાનગી હોસ્પિટલમાં કતલ થવા ધકેલવામાં આવે છે. ઓક્સિજન- વેન્ટિલેટર નાં નામે પૈસા ખંખેરવાના ખેલ ચાલી રહ્યાં છે. કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ દર્દી ને હોમ આઈસોલેટ કરવામાં આવે તો તગડા બીલ બની શકતાં નથી ત્યારે આંટી ઘૂંટી માં લપેટીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને જ્યારે મસમોટાં બીલો પકડાવવામાં આવે છે ત્યારે દર્દી અને પરિવારજનો બળાપા ઠાલવે છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી હોય ત્યારે ડિગ્રી સાથેના ડૉક્ટરો ની સહમતી આપવામાં આવી હોય છે પરંતુ સારવાર તો ઓછી ડિગ્રીવાળાં દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ દર સાથે આપવાની થતી સવલતો આપવામાં આવતી નથી અને કાગળ પર માર્કેટિંગ મેનેજર દ્વારા બીલો ઉધારવા માં આવી રહ્યાં છે. જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં રિપોર્ટ મુજબ કોરોના મહામારી કાબુમાં આવી હોવાનું દર્શાવ્યું છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓ ને ધકેલવાનું શું કારણ હોઈ શકે…? કેશોદ શહેરમાં જુનાગઢ રોડ પર આવેલી કોવીડ-૧૯ હોસ્પિટલ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓ ને સારવાર આપવામાં આવે છે ત્યારે જૈવિક કચરો અને માસ્ક,જમવાની ડિસ્પોઝલ ડિસ,ચા ની પ્યાલીઓ સહિતનો કચરો જાહેરમાં ફેંકવામાં આવે છે ત્યારે આસપાસના રહેણાંક વિસ્તારમાં કોરોના મહામારી ફેલાશે તો જવાબદારી કોની રહેશે. છેલ્લાં પાંચ માસથી બજારોમાં આર્થિક ભીંસમાં ઝઝુમતા શહેરીજનો ને સામાન્ય બિમારી હોય ત્યારે કોરોના નો ભય બતાવી રિપોર્ટ કરાવવા મજબુર કરવામાં આવે છે અને લેબ સાથે ની મીલીભગતથી મનપસંદ રિપોર્ટ કરાવીને ઉઘાડી લુંટ ચાલી રહી છે. કેશોદ શહેરમાં આવેલા ડિગ્રીધારી ડૉક્ટરો પાસે સામાન્ય બિમારી હોય તો શહેરીજનો અચકાય છે અને પેટી ડૉક્ટરો કે મેડિકલ સ્ટોર્સ માં થી દવા મેળવી લે છે. કેશોદના ઘણાં કિસ્સાઓમાં ડાયાબિટીસ કે બ્લડપ્રેશર ની રેગ્યુલર તપાસ માટે ગયાં હોય અને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. આરોગ્ય વિભાગ અને ખાનગી hospitalટલ ની મીલીભગતથી કોરોના મહામારી નાં નામે ચાલતું કારસ્તાન અટકશે નહીં તો કાંઈક પરિવારો રસ્તે રઝળતાં થઈ જશે.

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment