શહેરની પોલીસ લાઈનના બાળકો માટે શરુ કરવામાં આવેલ સમર કેમ્પ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

      પોલીસ કમિશનર જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ, શહેરની પોલીસ લાઈનના બાળકો માટે શરુ કરવામાં આવેલ સમર કેમ્પ ચાલી રહેલ છે.

    સમર કેમ્પ 2026 – Season 3 અંતર્ગત, મે મહિનાથી શહેરની વિવિધ પોલીસ લાઇનમાં કુલ 12 સમર કેમ્પ સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી અને અમુક જગ્યાએ સાંજના સમયે પણ યોજાઇ રહ્યા છે જેમાં પોલીસ પરિવારના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.

     આજરોજ, પોલીસ કમિશ્નરએ ગોમતીપુર લાઇન, બાપુનગર પોલીસ લાઇન, ઇસનપુર અને દાણીલીમડા પોલીસ લાઇનના કેમ્પની મુલાકાત લીધી. તેઓએ બાળકો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી અને ઉપસ્થિત પોલીસ પરિવાર સાથે સંવાદ કર્યો.

    સમર કેમ્પનો હેતુ બાળકોને શારીરિક તંદુરસ્તી, માનસિક આરોગ્ય, અને સમુદાય જીવનની સમજણ પણ આપવાની છે. વિવિધ રમતો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને સામાજિક કાર્યક્રમો દ્વારા તેઓ પોતાની છુપાયેલી પ્રતિભા શોધી શકે છે અને ભવિષ્યમાં વધુ જવાબદાર તથા સજાગ નાગરિક બનવા માટે પ્રેરણા મેળવે છે.

Related posts

Leave a Comment