હિન્દ ન્યુઝ, દાહોદ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદના ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા તા. 24/03/2025ના રોજ “Arduino Programming and Applications” વિષય પર હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ઇલેક્ટ્રિકલ અને ઇ.સી. વિભાગના અંદાજે 35 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સેન્સર ઇન્ટરફેસિંગ તેમજ ઔદ્યોગિક સમસ્યાઓ જેમ કે સેફ્ટી કર્ટન સિસ્ટમ અને કન્વેયર જામ ડિટેક્શન જેવા પ્રેક્ટિકલ ટાસ્ક પર કામ કરીને પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું. વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને ઓટોમેશન ક્ષેત્રમાં પ્રાયોગિક સમજ મળી અને ભવિષ્યમાં કુશળ ઓટોમેશન એન્જિનિયર બનવા માટે પ્રેરણા મળી હતી. આ વર્કશોપનું…
Read MoreDay: March 30, 2026
112 જનરક્ષક ટીમ તેમજ ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમ ની પ્રશંસનીય કામગીરી
હિન્દ ન્યુઝ, દાહોદ શ્રદ્ધાબેન રણજીતભાઈ ભુરીયા ઉંમર: 13 વર્ષ રહેઠાણ: ઝરી ખુર્દ, નિશાળ ફળીયા, તા. જી. દાહોદ ઘટનાનો વિગતવાર વર્ણન: શ્રદ્ધાબેન પોતાની માતા સુમિત્રાબેન સાથે પોતાના મામાના ઘરે સહાડા ગામે જવા માટે નીકળ્યા હતા. માર્ગની યોગ્ય જાણકારી ન હોવાને કારણે તેઓ રસ્તો ભૂલી ગયા હતા અને એકલા હાલતમાં કાળી તળાઈ પાસે આવેલ અમદાવાદ-ઇન્દોર હાઈવે રોડ ઉપર ચાલતા જોવા મળ્યા હતા. આ સમયે ડાયલ 112 જનરક્ષક ટીમ કાળી તળાઈ વિસ્તારમાં ફરજ પર હાજર હતી. ડાયલ 112 જનરક્ષક ટીમમાં PC બહાદુરભાઈ ચુનિયાભાઈ તથા પાયલોટ દિનેશભાઈ પટેલ હાજર હતા. ટીમ દ્વારા રોડ…
Read Moreકાલાવડ ટાઉન પોલીસ ‘સત્તાના નશા’ નીચે દબાયેલી? મહિલા પત્રકારની ફરિયાદમાં ૭ દિવસથી ‘તારીખ પે તારીખ’ !!!
હિન્દ ન્યુઝ, કાલાવડ લોકશાહીની ચોથી જાગીર ગણાતા મીડિયા પર જ્યારે હુમલા કે ધમકીના બનાવો બને છે, ત્યારે પોલીસની તટસ્થતા પર સવાલો ઉઠતા હોય છે. કાલાવડમાં હાલ કંઈક આવો જ ઘાટ સર્જાયો છે. કાલાવડ ટાઉન પોલીસ સત્તાધારી ભાજપના ઈશારે કામ કરી રહી હોય અને મહિલા પત્રકારની ન્યાયી ફરિયાદને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ભાજપના નેતાઓ અથવા નેતાના સબંધીઓ સામે ફરિયાદ એટલે પોલીસના હાથ ધ્રુજે? એક મહિલા પત્રકારને એલફેલ બોલવા અને તેઓને આડકતરી રીતે ધમકીઓ આપવાના ગંભીર કિસ્સામાં હજુ સુધી…
Read More૧૮૧ અભયમ ટીમની મદદથી ઉમરા વિસ્તારમાં મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન
હિન્દ ન્યુઝ, સુરત સુરત શહેરના ઉમરા વિસ્તારમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને જાગૃત નાગરિક દ્વારા કોલ પ્રાપ્ત થયો હતો. કોલ કરનારે અલથાણ વિસ્તારમાં અંદાજે ૩૫ વર્ષીય એક મહિલા ભટકતી હાલતમાં હોવાનું જણાવ્યું હતું. તેઓ કોઈ સાથે વાતચીત કરી શકતા નથી અને તેમને તાત્કાલિક મદદની જરૂર છે. આ માહિતી મળતાં જ ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પીડિત મહિલાની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, મહિલા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, પરંતુ તેઓ પોતાનું પૂરું સરનામું…
Read Moreઉનાળુ મગફળીના પાકમાં સંકલિત રોગ-જીવાતના અસરકારક નિયંત્રણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ➡️ મોલો જેવી જીવાતોના નિયંત્રણમાં પરભક્ષી કીટકો – દાળીયા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી જો દાળીયાની વસ્તી વધારે હોય તો રાસાયણિક દવાનો ઉપયોગ ટાળવો ➡️ લશ્કરી ઈયળના નિયંત્રણ માટે શરૂઆતથી જ હેક્ટરે પાંચ મુજબ ફેરોમોન ટ્રેપ લગાવવી ➡️ જીવાત ક્ષમ્ય માત્રાએ પહોંચે કે તરત જ નિયંત્રણ માટે લીંબોળીના મીજનું 5 ટકા દ્રાવણનો છંટકાવ કરવો ➡️ મગફળીમાં પાનના ટપકાંના રોગના નિયંત્રણ માટે ઉગાવાના 30, 50 અને 70 દિવસે લીમડાના તાજા પાનના રસનું 1 ટકા દ્રાવણ છંટકાવ કરવું ➡️ દવાઓના વપરાશ સમયે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે…
Read Moreગણદેવી શુગર મિલમાં ઇથેનોલ લીકેજ બાદ સર્જાયેલી આગની સ્થિતિ કાબુમાં આવતા રાહતનો દમ: ૬ અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના ગણદેવી ખાતે કાર્યરત શુગર મિલમાં સંભવિત ઔદ્યોગિક દુર્ઘટનાઓ સામે વહીવટી તંત્ર અને વિવિધ સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસવા માટે એક મેગા ‘ઓફસાઇટ ઇમરજન્સી મોક ડ્રિલ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયત મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ તથા ગણદેવી શુગર મિલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. જેમાં જિલ્લાના તમામ મહત્વના વિભાગોએ સંકલિત રહીને કામગીરી બજાવી હતી. મોક ડ્રિલના આયોજન મુજબ, મિલના પરિસરમાં ઇથેનોલ ભરેલા ટેન્કરમાં લીકેજ થવાને કારણે અચાનક આગ લાગવાની ઘટના સર્જાતા અફડાતફડી મચી હતી. પ્રાથમિક…
Read Moreનવી સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજયની બેસ્ટ સરકારી હોસ્પિટલ તરીકે ગુજરાત હેલ્થકેર એકસલન્સ એવોર્ડ-૨૦૨૬” એનાયત
હિન્દ ન્યુઝ, અમદાવાદ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજયની બેસ્ટ સરકારી હોસ્પિટલ તરીકે ગાંધીનગર ધ લીલ્હા ખાતે આયોજીત કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ”ગુજરાત હેલ્થકેર એકસલન્સ એવોર્ડ-૨૦૨૬” એનાયત કરવામાં આવ્યો હતો. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ્યમાં સ્વાસ્થ્ય સુધારવા માટે શ્રેષ્ઠ યોગદાન આપનારા વ્યક્તિ અને સંગઠનોને એવોર્ડ આપવામાં આવે છે. જેના ભાગરૂપે ૨૦૨૬ના વર્ષ માટે અમદાવાદની કેન્સર હોસ્પિટલ, યુ.એન.મહેતા હોસ્પિટલ અને સુરતની નવી સિવિલ હોસ્પિટલને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતા. ડો.દિક્ષિતના નેજા હેઠળની કમિટીએ રાજયની હોસ્પિટલોમાં…
Read Moreગણદેવી તાલુકાના આઠ ગામો માટે ભૂગર્ભ જળ રિચાર્જિંગના પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, નવસારી ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા અને જમીનમાં વધતી જતી ખારાશને રોકવા માટે ‘જળ સંચય અને જન ભાગીદારી અભિયાન’ હેઠળ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ મોહનપુર ખાતે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે જળ સંચયને લગતા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ગણદેવી તાલુકાના મોહનપુર અને અંચેલી ગામોના તળાવોને પાઈપલાઈન દ્વારા ઈન્ટરલિંક કરી, ત્યાં ૩ રિચાર્જ પીટ (RP) અને ૪ પરમીએબલ રીએક્ટિવ બેરિયર કમ રિચાર્જ પીટ (PRB…
Read Moreઉત્તરપ્રદેશના ગોરખપુરના બ્રેઈનડેડ રાજેન્દ્ર ગુપ્તાના અંગદાનથી ત્રણ મળશે નવજીવન
હિન્દ ન્યુઝ, સુરત ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખ ધરાવતા સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે ત્રીજુ અને કુલ ૯૪મુ સફળ અંગદાન થયું હતું. મુળ ઉત્તર પ્રદેશના જોત બગહી પોસ્ટ ભવાપોર સેમારકોલ ગોરખપુરના રહેવાસી ૩૩ વર્ષીય બ્રેઈનડેડ રાજેન્દ્ર હિરાલાલ ગુપ્તાના પરિવારજનોએ માનવતાવાદી અભિગમ સાથે સ્વજનના અંગદાનનો નિર્ણય લઈને લીવર અને બે કિડનીનું દાન કરતા ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર પલસાણા ખાતે તા:૨૫/૩/૨૦૨૬ બપોરે ૦૨ ;૦૦ PM વાગ્યે કામ પરથી ઘરે આવ્યા અને બાજુની બિલ્ડીગમાં ૩ માળેથી નિચે પડી ગયા હતાં તત્કાલ નવસારી સિવિલ હોસ્પીટલમાં…
Read More