હિન્દ ન્યુઝ, સુરત
ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખ ધરાવતા સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે ત્રીજુ અને કુલ ૯૪મુ સફળ અંગદાન થયું હતું. મુળ ઉત્તર પ્રદેશના જોત બગહી પોસ્ટ ભવાપોર સેમારકોલ ગોરખપુરના રહેવાસી ૩૩ વર્ષીય બ્રેઈનડેડ રાજેન્દ્ર હિરાલાલ ગુપ્તાના પરિવારજનોએ માનવતાવાદી અભિગમ સાથે સ્વજનના અંગદાનનો નિર્ણય લઈને લીવર અને બે કિડનીનું દાન કરતા ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર પલસાણા ખાતે તા:૨૫/૩/૨૦૨૬ બપોરે ૦૨ ;૦૦ PM વાગ્યે કામ પરથી ઘરે આવ્યા અને બાજુની બિલ્ડીગમાં ૩ માળેથી નિચે પડી ગયા હતાં તત્કાલ નવસારી સિવિલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા જ્યાંથી વધુ સારવાર નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં રીફર કરવામા આવ્યા. ગંભીર હાલત હોવાથી આઈસીયુ શિફ્ટ કરવામાં આવ્યા.
તા:૨૮/૦૩/૨૦૨૬ના રોજ આર.એમ.ઓ. ડૉ કેતન નાયક, ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ, ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં.
on

