“ગાંધીનગરના આંગણે લોકકલાનો મહાકુંભ: ‘વસંતોત્સવ’નો રંગારંગ પ્રારંભ,કલાકારો‌ પોતાની કલા થકી સંસ્કૃતિ કુંજને ગજવશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની ‘કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી’ તથા ‘પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર, ઉદયપુર’ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે વસંતોત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં લોકકલાના વિવિધ રંગોની સાથે હસ્તકલા પ્રદર્શન અને વેચાણનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.    આ મહોત્સવનો વિધિવત પ્રારંભ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આવા આયોજનોથી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે છે, અને આપણી સમૃદ્ધ હસ્તકલા…

Read More

આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ સ્થિતિના લીધે હવાઈ મુસાફરીની ઊભી થયેલી કટોકટીમાં અટવાયેલા નાગરિકોની વ્હારે વલસાડ-ડાંગના સાંસદ

હિન્દ ન્યુઝ, વલસાડ     હાલમાં પ્રવર્તી રહેલી આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ સ્થિતિના લીધે હવાઈ મુસાફરીની ઊભી થયેલી કટોકટીના કારણે ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના અનેક યાત્રીઓ ગલ્ફ દેશોમાં અટવાયા છે. ત્યારે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના કાર્યાલય દ્વારા આ ચિંતાજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પણ મદદ સાથે સુચારુ સંકલન માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જેથી ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના કોઈ પણ પ્રવાસીને મદદ કે સેવાની જરૂર હોય તો તેમના પરિવારજન વિગતો મોકલી આપવા વિનંતી કરાઈ છે. જેથી બનતી ત્વરાએ જરૂરિયાત મંદોને તમામ પ્રકારની મદદ કરી શકાય તેમ સાંસદ ધવલભાઈ…

Read More

દાહોદ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગત દરમિયાન ૫ જેટલા અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળીને તમામ અરજીઓનો ઝડપથી નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા સુચના આપવામાં આવી હતી.     આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ દ્વારા દબાણ દુર કરવા બાબત, સ્માર્ટ સીટી યોજના હેઠળ નવા બનાવેલ અધ્યતન સ્મશાન ગૃહ કાર્યરત કરવા બાબત, જમીનની માપણી કરી જમીનનો હક અપાવવા બાબત, જુના નકશા પ્રમાણે જમીન કરી આપવા બાબત, સરકારી જમીન ઉપર બિલ્ડરો દ્વારા…

Read More

બી.આર.સી. ભવન કાલાવડ IED યુનિટ દ્વારા તાલુકા કક્ષાની PRASHAST APP તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, કાલાવડ         તા.૨૮.૦૨.૨૦૨૬ બી.આર.સી ભવન – કાલાવડનાં IED યુનિટ દ્વારા સમગ્ર શિક્ષા – જામનગર, સમાવેશી શિક્ષણ શાખા અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ એજયુકેશન દ્વારા વર્ષ – ૨૦૨૬ની PABમાં કેવી રીતે PRASHAST APP ચેકલીસ્ટમાં દિવ્યાંગ બાળકોને વહેલી ઓળખ કરી શકાય તે માટે કાલાવડ તાલુકાની તમામ સરકારી તેમજ અનુદાનીત શાળાઓના આચાર્ય/મુન્ય શિક્ષકની ૧(એક) દિવસીય તાલીમનુ આયોજન પીએમ વ્રજકુંવરબેન કન્યા શાળા કરવામાં આવેલ. તાલીમમાં પધારેલ તમામ આચાર્યઓનું સ્વાગત તથા પ્રાસંગીક પીએમશ્રી વ્રજકુંવરબેન કન્યા શાળાનાં આચાર્ય ધિરેનભાઈ પાટલીયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.        જેમા બી.આર.સી. ભવન – કાલાવડ ખાતે…

Read More