હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગત દરમિયાન ૫ જેટલા અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળીને તમામ અરજીઓનો ઝડપથી નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા સુચના આપવામાં આવી હતી.
આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ દ્વારા દબાણ દુર કરવા બાબત, સ્માર્ટ સીટી યોજના હેઠળ નવા બનાવેલ અધ્યતન સ્મશાન ગૃહ કાર્યરત કરવા બાબત, જમીનની માપણી કરી જમીનનો હક અપાવવા બાબત, જુના નકશા પ્રમાણે જમીન કરી આપવા બાબત, સરકારી જમીન ઉપર બિલ્ડરો દ્વારા શોપીંગ સેન્ટર બનાવેલ છે જે જમીનની માલિકી નક્કી કરવા બાબત જેવી અરજીઓ અરજદારો દ્વારા રજુ કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષકએ અરજદારઓના પ્રશ્નોને ધ્યાનથી સાંભળી ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને પ્રશ્નોને સંવેદના સાથે પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના સહિત માર્ગદર્શન આપ્યુ હતું. જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ, દેવગઢ બારિયા પ્રાંત અધિકારી, એલ.ડી.એમ. સહિત સંબંધિત અધિકારીઓ અને અરજદારઓ હાજર રહ્યા હતા.
