બી.આર.સી. ભવન કાલાવડ IED યુનિટ દ્વારા તાલુકા કક્ષાની PRASHAST APP તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, કાલાવડ

        તા.૨૮.૦૨.૨૦૨૬ બી.આર.સી ભવન – કાલાવડનાં IED યુનિટ દ્વારા સમગ્ર શિક્ષા – જામનગર, સમાવેશી શિક્ષણ શાખા અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ એજયુકેશન દ્વારા વર્ષ – ૨૦૨૬ની PABમાં કેવી રીતે PRASHAST APP ચેકલીસ્ટમાં દિવ્યાંગ બાળકોને વહેલી ઓળખ કરી શકાય તે માટે કાલાવડ તાલુકાની તમામ સરકારી તેમજ અનુદાનીત શાળાઓના આચાર્ય/મુન્ય શિક્ષકની ૧(એક) દિવસીય તાલીમનુ આયોજન પીએમ વ્રજકુંવરબેન કન્યા શાળા કરવામાં આવેલ. તાલીમમાં પધારેલ તમામ આચાર્યઓનું સ્વાગત તથા પ્રાસંગીક પીએમશ્રી વ્રજકુંવરબેન કન્યા શાળાનાં આચાર્ય ધિરેનભાઈ પાટલીયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

       જેમા બી.આર.સી. ભવન – કાલાવડ ખાતે રીસોર્સરૂમ સંભાળતા IED સ્પે. ટીચર કૃપાબેન વાડોલીયા PRASHAST APP વિશેની ચર્ચા કરેલ. જેમા અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા બાલ વાટીકા થી ૧૨ના વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમના શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી. તથા વિશિષ્ટ શિક્ષક જયશ્રીબેન રાખોલીયા દિવ્યાંગતાની અલગ-અલગ કેટેગરીની સમજ આપી હતી તેમજ સ્પે. એજયુકેટર – ધ્રોલ કુબાવત ભાવિશાબેનએ PRASHAST APPનું ઈસ્ટોલેશન અને તેના ઉપયોગ અંગે શિક્ષકોને માહિતી આપેલ તથા બ્લોક સ્ટાફ તમામે હાજરી આપેલ.

      આ તાલીમવર્ગમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજેન્દ્રસિંહ જાડેજા તથા કેળવણી નિરીક્ષક રમેશભાઈ સોમૈયા હાજર રહી શિક્ષકોને ઓનલાઈન કામગીરી બાબતે માહીતગાર કર્યા હતા. ભોજન લીધા બાદ આ કાર્યક્રમ પૂર્ણ કરેલ.

       સમગ્ર કાર્યક્રમનુ આયોજન બી.આર.સી.કો.ઓર્ડિનેટર સાજીતભાઈ દોદાઈ દ્વારા કરવામાં આવ્યુ હતું.

Related posts

Leave a Comment