હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારીયા તાલુકાના દેવગઢ બારીયા ઘટક-૧ અને ઘટક-૩ના તમામ આંગણવાડી કેન્દ્રો પર હોળી , ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળી પર્વની ઉજવણી અંતર્ગત બાળકો દ્વારા હોળી વિષયક વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામા આવી હતી. બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને હોળી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ પર્યાવરણમિત્ર અને સુરક્ષિત હોળી ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો.ઉપસ્થિત વાલીઓ અને ગામજનોએ પણ કાર્યક્રમમાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. …
Read MoreMonth: March 2026
સાહસના શોખીનોને રાજ્ય સરકાર આપી રહી છે સુવર્ણ તક
હિન્દ ન્યુઝ, ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન. ઇચ્છુક ઉમેદવારો 31, માર્ચ સુધી અરજી કરી શકશે આગામી તા. 09 મે થી શરૂ થતી આ શિબિરમાં પસંદગી પામનાર ઉમેદવારોને રહેવા, જમવા અને તાલીમનો કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં. આ ઉપરાંત વતનથી તાલીમી સંસ્થાના સ્થળે આવવા-જવા માટે ST બસ અથવા રેલવે સેકન્ડ ક્લાસનું ભાડું પણ મળવાપાત્ર થશે. આ શિબિરમાં જોડાવવા માંગતા ગુજરાતના વતની હોય તેવા ઉમેદવારે પોતાનું નામ, સરનામું,…
Read Moreનશીલા પદાર્થોના સેવન માટે ઉપયોગમાં લેવાતા રોલીંગ પેપર, સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી સ્મોકિંગ એસેસરીઝના સંગ્રહ વેચાણ, વિતરણ કે હેરાફેરી પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યમાં સગીર/યુવાનો દ્વારા ચરસ, ગાંજા વગેરે જેવા નશીલા પદાર્થોના સેવન માટે સ્મોકિંગ એસેસરીઝ જેવી કે રોલીંગ પેપર/સ્મોકિંગ કોનનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્મોકિંગ એસેસરીઝના સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી વ્યક્તિગત, જનસમુદાય તેમજ ખાસ કરીને યુવાપેઢી માટે ગંભીર ખતરો બની શકે તેમ છે. રાજ્યના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા આવી સ્મોકિંગ એસેસરીઝનું ઓનલાઇન-ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા તેમજ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વગેરેમાં થતા સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી પર પ્રતિબંધ મૂકવા બાબતે જરૂરી કાર્યવાહી થવા સૂચના આપવામાં આવેલ છે તથા તેને સંલગ્ન પોલીસ અધિક્ષક,…
Read Moreઆયુર્વેદની મુખ્ય આઠ શાખાઓ પૈકીની એક શાખા એટલે અગદતંત્ર
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ જેટલી પ્રાચીન છે એટલી જ સમૃદ્ધ અને વૈજ્ઞાનિક પણ છે, આયુર્વેદની મુખ્ય આઠ શાખાઓ પૈકીની એક શાખા એટલે અગદતંત્ર, જે આયુર્વેદના વિષવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રાણીજન્ય (સર્પ- વીંછી-દંશ વગેરે) અને વનસ્પતિજન્ય ઝેરના પ્રભાવને દૂર કરવાની વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિ છે. જે ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના વૈભવ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પણ છતો કરે છે. આ સંદર્ભમાં આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતો વિદ્યાર્થી કરણ ધંધુકિયા કહે છે કે, આયુર્વેદમાં કહેવાયું છે કે યોગ્ય માત્રામાં લેવાયેલું ઝેર પણ રસાયણ એટલે કે દવા તરીકે…
Read Moreજૂનાગઢ જિલ્લા અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે ‘યુથ એસેમ્બલી’નું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ લોકશાહી શાસન વ્યવસ્થાના ગુણો ગુજરાતના યુવક અને યુવતીઓમાં વિકસે, યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય તથા ચૂંટણી વ્યવસ્થાની ટેકનિકલ માહિતી યુવાનોને મળે જેનાથી રાષ્ટ્ર નિર્માણ અને લોકતંત્ર મજબૂત થાય તેવા ઉમદા આશય સાથે જૂનાગઢ જિલ્લા અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે ‘યુથ એસેમ્બલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ગ્રામ્ય અને મહાનગરપાલિકા કક્ષાની દરેક વિધાનસભા દીઠ યોજાયેલ આ કાર્યક્રમ ડૉ. સુભાષ યુનિવર્સિટી અને નોબેલ યુનિવર્સિટી ખાતે સંપન્ન થયો હતો. આ સ્પર્ધામાં સહભાગી થયેલા યુવાનોએ ચૂંટણીમાં મતદાનનું મહત્વ, ક્લાઇમેટ ચેન્જ અને આબોહવા પરિવર્તન…
Read Moreનવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ‘હોળી સ્પેશિયલ કપ’નું આયોજન કરાયું: નર્સિંગની ટીમ વિજેતા
હિન્દ ન્યુઝ, સુરત નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન અને સૌહાર્દપૂર્ણ સંબંધો કેળવાય તે હેતુથી ખાસ ‘હોળી સ્પેશિયલ કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તબીબી સેવામાં સતત વ્યસ્ત રહેતા કર્મચારીઓ તણાવમુક્ત બને અને રમતગમત દ્વારા એકબીજા સાથે જોડાય તેવા શુભ આશ્યથી બે દિવસીય આ ટુર્નામેન્ટમાં હોસ્પિટલમાં ૨૪ કલાક ફરજ બજાવતા વિવિધ ૧૨ વિભાગોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની રસાકસી ભરી ફાઈનલ મેચમાં નર્સિંગની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે…
Read Moreરવિ માર્કેટીંગ સીઝન-૨૦૨૬-૨૭ અન્વયે ઘઉંની ખરીદી માટે ભાડાના ગોડાઉન રાખવા અંગે
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી., નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨) ની કચેરી, ચાકલીયા રોડ દાહોદ, જિલ્લો-દાહોદના તાબા હેઠળના દાહોદ તાલુકાના ગોડાઉન કેન્દ્ર ખાતે રવિ માર્કેટીંગ સીઝન હેઠળ ટેકાના ભાવે ખરીદ થનાર ઘઉંના જથ્થાના સંગ્રહ માટે ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. દાહોદ તાલુકાના સરકારી અનાજ ગોડાઉનથી ૧૦ થી ૧૫ કિ.મી અંતરમાં ઓછામાં ઓછું ૨૦૦-૨૦૦૦ મે.ટન જેટલો જથ્થાનો સંગ્રહ થઈ શકે તે માટે યોગ્ય સગવડો ધરાવતા ગોડાઉનની જરૂરીયાત છે. જે માટે રસ ધરાવતી સહકારી/ખાનગી સંસ્થાઓએ ઉપરોકત સરનામાની કચેરી ખાતે ઓફિસ સમય દરમ્યાન (રજાના દિવસ સિવાય) શરતો…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૯૩૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી તાપી-કરજણ લીંક પાઈપ લાઈન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ થશે
હિન્દ ન્યુઝ, તાપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તા:૭મી માર્ચના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે ઉમરપાડા તાલુકાના કેવડી ખાતે રૂ.૯૩૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી તાપી-કરજણ લીંક પાઈપ લાઈન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ થશે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ તથા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ઉમરપાડા બિરસામુડા સાંસ્કૃતિક ભવન ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારીએ બેઠક વ્યવસ્થા, હેલીપેડ, સ્ટેજની વ્યવસ્થા, પોલિસ બંદોબસ્ત, મંડપ, પાર્કિંગ વ્યવસ્થા, સિચાઇ, આરોગ્ય સહિત તમામ વિભાગોને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી…
Read Moreમણિપુરનું થાંગ-ટા નૃત્ય એટલે વસંતોત્સવના આંગણે શૌર્ય અને સંસ્કૃતિનો શંખનાદ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગરના આંગણે આયોજિત ‘વસંતોત્સવ’ની રંગીન સાંજે જ્યારે મણિપુરના ખ્યાતનામ ‘થાંગ-ટા’ નૃત્યની પ્રસ્તુતિ થઈ, ત્યારે સમગ્ર વાતાવરણ એક અનોખી ઉર્જાથી ભરાઈ ગયું હતું. વસંતની ખીલેલી પ્રકૃતિ અને લોકકળાઓ ના આ મિલનમાં, હાથમાં ચમકતી તલવાર અને ભાલા સાથેના કલાકારોના દાવપેચ કલારસિકો માટે અનોખા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નૃત્યની લયબદ્ધ ગતિ અને શસ્ત્રોના ખનખનાટે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંપરાગત સંગીતના તાલે રજૂ થયેલી આ માર્શલ આર્ટ્સની કળાએ સાબિત કર્યું કે, વસંત માત્ર સૌમ્યતાનો જ નહીં, પણ શૌર્ય અને જીવંતતાની ઉજવણીનો પણ ઉત્સવ છે. પ્રેક્ષકો માટે યુદ્ધકળા…
Read More“તાપીની ધરતીથી ગાંધીનગરના વસંતોત્સવ સુધી સુશીલાબેન કોકણીની પ્રેરણાદાયી સફર”
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગરનો વસંતોત્સવ માત્ર ઉત્સાહ અને મનોરંજનનો જ નહીં પરંતુ અનેક કસબીઓની કલા તથા વિશિષ્ટ સંકલ્પનો સંગમ પણ બન્યો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વતની સુશીલાબેન કોકણી એક આદિવાસી મહિલા તરીકે માત્ર ખેતી સુધી સીમિત ન રહી વસંતોત્સવમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પનન શ્રી અન્નના પ્રચારક બન્યાં છે. પોતાના પરિશ્રમ અને સંકલ્પથી ગ્રામિણ મહિલાઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ પોતાના ખેતરોમાં પ્રાકૃતિક પદ્ધતિથી રાગી (નાગલી) અને અન્ય મિલેટ ધાન્યનું ઉત્પાદન કરે છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી મુક્ત આ પાકો સંપૂર્ણ પ્રાકૃતિક…
Read More