હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં યોજાઈ રહેલ SSC/HSC પરીક્ષાનું PATA એપના માધ્યમથી સ્માર્ટ સિટી દાહોદના બિલ્ડીંગ ખાતે આવેલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતેથી ઓનલાઇન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો લીક ન થાય તે માટે પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન (PATA)થી પ્રશ્નપત્રોનું ટ્રેકિંગ કરવામાં આવેલ છે. પ્રશ્નપત્રો ઝોનલ કચેરીથી નિકળીને પરીક્ષા ખંડ સુધી પહોંચે ત્યાં સુધી વાહનોનું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પ્રશ્નપત્રના બંડલના તબક્કાવાર ફોટોગ્રાફ એપ્લિકેશનમાં અપલોડ કરી સુરક્ષાની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ…
Read MoreDay: February 26, 2026
બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે વનિતા વિશ્રામ સ્કૂલ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ સ્ટ્રેસ-ફ્રી થઈ પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
હિન્દ ન્યુઝ, સુરત આજથી રાજ્યભરમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ ૧ લાખ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. પરીક્ષાર્થીઓ તણાવ વિના પ્રફુલ્લિત બની બોર્ડની પરીક્ષા આપી શકે એ માટે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ સ્કૂલના પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ફૂલો આપી મનોબળ વધાર્યું હતું. જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરે પરીક્ષાર્થીઓને ફૂલો આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી અને પરીક્ષાને શિક્ષણના ઉત્સવ સમાન ગણી પરિશ્રમ…
Read Moreજામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો આજે ૨૬મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાને લઈને તમામ વહીવટી અને સુરક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષાઓ શરુ થઇ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને શુભકામનાઓ પાઠવવા માટે જામનગર જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરે પરીક્ષા કેન્દ્ર ડીસીસી હાઈસ્કુલની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે મળી શુભકામનાઓ પાઠવી હતી. કલેક્ટરશ્રીએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કેન્દ્ર પર નિયુક્ત…
Read Moreસુરતના આંગણે ૧૭મા ‘જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’નો પ્રારંભ
હિન્દ ન્યુઝ, સુરત ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ‘માય ભારત’ સુરત દ્વારા આયોજિત ૧૭મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ શુભારંભ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા નક્સલ પ્રભાવિત રાજ્યોના ૨૫૦ જનજાતીય યુવાનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ યુવાનો ગુજરાતની પ્રગતિ અને આતિથ્યની ઝાંખી કરશે. અંતરિયાળ વિસ્તારના યુવાનોને વિકાસની મુખ્યધારામાં જોડી પ્રગતિના પંથે લઈ જવા અને રાષ્ટ્રીય એકતાની ભાવના પ્રબળ બનાવવાના હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ગોવિંદભાઈ ધોળકિયાએ સહભાગી…
Read Moreઆહવા ખાતે યોજાશે ‘ડાંગ દરબાર’ નો ઉદ્દઘાટન કાર્યક્રમ
આહવા ‘ડાંગ દરબાર’ના ઉદ્દઘાટન કાર્યક્રમ સાથે રાજવીઓની ભવ્ય શોભાયાત્રા સહિત આહવાના રંગ ઉપવન ખાતે પ્રભારી મંત્રી સહિતના મહાનુભાવો પ્રજાજોગ સંદેશો પાઠવશે. આજે એટલે કે તા.૨૬ મી ફેબ્રુઆરી એ સવારે ૧૧ વાગ્યે આહવાના રંગ ઉપવન ખાતે રાજવીઓ સહિત મહાનુભાવોના આગમન બાદ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ, પ્રાર્થના અને કલેક્ટરશ્રીનું સ્વાગત ઉદ્દ્બોધન રજુ થશે. તે સાથે મંચસ્થ મહાનુભાવોનું મોમેન્ટો આપીને સ્વાગત-અભિવાદન કરાશે. ત્યારબાદ મહાનુભાવો તથા પ્રભારી મંત્રી પ્રજાજોગ સંદેશો પાઠવશે. આ અવસરે ડાંગીનૃત્ય સહિત રાસ ગરબા જેવી સાંસ્કૃતિક કૃતિઓ પણ આહવાના રંગમંચ ઉપર રજૂ થશે. જિલ્લા વિકાસ અધિકારીની અભાર વિધી સાથે રાષ્ટ્રગાન…
Read Moreઆહવાના આંગણે પધારી રહી છે ‘ડાંગ દરબાર’ની શાહી સવારી
હિન્દ ન્યુઝ, આહવા ડાંગ જિલ્લાની ભાતિગળ સંસ્કૃતિનું પ્રતિક એટલે ‘ડાંગ દરબાર’. જે આ વર્ષે તારીખ ૨૬ ફેબ્રુઆરીથી તારીખ ૩ માર્ચ દરમિયાન આહવા ખાતે આયોજિત કરાયો છે. જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ આજે એટલે કે તારીખ ૨૬મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રંગ ઉપવન ખાતે રાજ્ય મંત્રીશ્રી (રમતગમત, યવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉધ્યોગ, લઘુ, સૂક્ષ્મ, અને મધ્ય ઉધ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરીક ઉડ્ડયન) વ ડાંગના પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામિતના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે લોકસભાના દંડક વ સંસદ…
Read Moreઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કોયલી વડોદરા દ્વારા દાહોદના છાપરી ખાતે યોજાઈ મોકડ્રિલ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ છાપરી ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લીમિટેડની ઓઇલની લાઇન પસાર થાઇ છે. જે લાઇન પર ભવિષ્યમાં કોઇ ઘટના ના બને અને કોઇ ઓઇલ લીકેજ, બ્લાસ્ટ જેવી કોઇ ઘટના બને તો ઓછા સમયમાં કઇ રીતે કાર્ય કરવું જેના અભ્યાસરૂપ કવાયત છે જે વાસ્તવિક આપત્તિની પરિસ્થિતિનું અનુરૂપ બનાવીને મોકડ્રિલનું યોજવામાં આવ્યું હતું. આ મોકડ્રીલના માધ્યમથી ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયાર કરેલા આયોજનોનું તાત્કાલિક કામગીરી કરવા માટે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ દરમ્યાન સર્વ પ્રથમ કોઇ અજાણી વ્યકિતઓ ઇન્ડીયન ઓઈલની લાઇન પર ખોદકામ કરે છે ત્યારે…
Read Moreલાજપોર મધ્યસ્થ જેલ ખાતે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ આપનારા કુલ ૨૧ બંદીવાનોને શુભેચ્છા પાઠવતા નાયબ અધિક્ષક એ.એચ.રાજપુત
હિન્દ ન્યુઝ, લાજપોર આજ થી શરૂ થતી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે સુરતની લાજપોર મધ્યસ્થ જેલના ૨૧ બંદીવાનો પણ પરીક્ષા આપી રહ્યા છે. જ્યુડીશીયલ કસ્ટડી હેઠળના આરોપીઓ તથા સજા ભોગવતા કેદીઓ શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે હેતુથી, જેલ અને સુધારાત્મક વહીવટ (અમદાવાદ)ના પોલીસ મહાનિદેશક ડૉ.કે.એલ.એન.રાવના માર્ગદર્શન તેમજ સુરત-લાજપોર મધ્યસ્થ જેલના અધિક્ષક શ્રીપાલ શેષમાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ના શૈક્ષણિક વર્ષ દરમિયાન લાજપોર મધ્યસ્થ જેલમાં ‘પરીક્ષા સેન્ટર’ ખાતે જેલના ધો.૧૦માં અભ્યાસ કરતા પાકા કામના ૦૪ કેદીઓ તથા કાચા કામના ૦૬ આરોપીઓ મળી…
Read Moreપ્રકૃતિના જતનનો સાચો માર્ગ, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વિનાની ‘પ્રાકૃતિક ખેતી’
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાકૃતિક કૃષિ શું છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવતા પહેલા આપણે કુદરતની અજાયબી પર નજર કરીએ. જંગલના ઘટાદાર વૃક્ષોને કોઈ યુરિયા કે ડી.એ.પી. આપવા જતું નથી, કોઈ જંતુનાશક દવાઓનો છંટકાવ કરતું નથી કે નથી કોઈ પાઇપલાઇન દ્વારા પાણી પાતું. તેમ છતાં, વર્ષો વર્ષ આ વૃક્ષો મબલખ અને મીઠા ફળો આપે છે. લેબોરેટરી ટેસ્ટમાં પણ આ વનસ્પતિઓમાં ક્યારેય પોષક તત્વોની ઊણપ દેખાતી નથી. જંગલની આ સહજ અને સ્વાભાવિક વ્યવસ્થાને ખેતરમાં અમલી બનાવવી એટલે જ ‘પ્રાકૃતિક ખેતી’. સહજીવી ખેતી મુખ્ય પાક સાથે બોનસની આવક પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય પાકની…
Read Moreગુજરાતમાં તા. 26/02/2026થી ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો વિધિવત પ્રારંભ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યભરના કુલ 16.63 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ અવસરે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી અને જણાવ્યું કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે કે જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે.
Read More