હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને શાકભાજીના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર વાત કરીશું. શાકભાજીની ખેતી કેવી રીતે કરવી ? આજકાલ આપણે જેવી રીતે ખેત પેદાશ લઈએ છીએ તે સામાન્ય રીતે સાચી નથી, કારણ કે ન તો તેમાં સિંચાઈનું કોઈ નિયંત્રણ હોય છે કે ન તેમની સાથે સહજીવી પાક કે છોડવાઓ લગાવવામાં આવે છે. આજનાં શાકભાજી…
Read MoreDay: February 4, 2026
રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોનના સાઈકલિસ્ટ્સ આજે સોમનાથ ખાતે આવી પહોંચ્યા
હિન્દ ન્યુઝ, સોમનાથ “વંદે માતરમ્” ગાનના ૧૫૦ વર્ષની સ્મૃતિમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) દ્વારા આયોજીત રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોનના સાઈકલિસ્ટ્સ આજે સવારે સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતાં. રાષ્ટ્રીય સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ લઈ ગીર સોમનાથ પહોંચેલા તમામ સાઈકલિસ્ટ્સોએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતાં. માધવપુર બીચ થઈને ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરતાં જ ડારી ટોલનાકા પાસે એન.જે.સોનેચા મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ ખાતે સાઈકલ રેલીના તમામ સાઈકલિસ્ટ્સનું વિદ્યાર્થીનીઓએ કુમકુમ-તિલકથી ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અહીં ટૂંકાગાળાના રોકાણ બાદ સાઈકલ રેલી સોમનાથ પહોંચી હતી.
Read Moreજૂનાગઢ જિલ્લામાં આંગણવાડીઓના નવીનીકરણનું ઝુંબેશ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં આંગણવાડીઓના નવીનીકરણનું ઝુંબેશ અંતર્ગત ૪૧૫ આંગણવાડીઓમાં સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે ૧૫૨ કેન્દ્રોમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી તા. ૧૬ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કાર્યરત કુલ-૧૨૪૯ આંગણવાડી કેન્દ્રો પૈકી પોતાના મકાન ધરાવતા કુલ-૮૬૦ આંગણવાડી કેન્દ્રોમાં આ ઝુંબેશ અંતર્ગત રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહાર સ્વચ્છતા અને સૌંદર્યીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેથી આંગણવાડી કેન્દ્રોનું…
Read Moreગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ દાહોદના દેવગઢ બારીયાની આર એસ પટેલ હાઈસ્કૂલ ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત યોગ શિબિરનું કરાયું આયોજન
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ર૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો…
Read Moreદિલ્હી ખાતે ૩જી પ્રેસિડેન્ટ કપ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાના આઠ વિદ્યાર્થીઓએ કરાટે કુમિતે પરિક્ષા પાસ કરી
હિન્દ ન્યુઝ, ડાંગ તાજેતરમાં જ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે ૩જી પ્રેસિડેન્ટ કપ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાના આઠ વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કરાટે કુમિતે પરિક્ષા પાસ કરી હતી. જેમાં ચીચધરા ગામની વિદ્યાર્થીની તારાએમ.આહીર, બીલમાલ ગામના મહેશ વાઘ, અને અજય ચોર્યા, કામદ ગામના ગુલાબ ચૌધરી, ધુડા ગામના સંતોષ પાડવી, કાલીબેલ ગામની પૂજા ચૌધરી, શામગહાન ગામના હરદીપ ઠાકરે, સરવર ગામની વર્ષા ગાયકવાડ વિધાર્થીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ કરાટે એસોસિએશન ઓફ ડાંગના પ્રમુખ રાજેશભાઈ ગામીત, સંયુક્ત સચિવ હરિરામઆર.સાવંત અને એક્ઝીક્યુટી કમિટી સભ્ય જાની જીતેન અને…
Read Moreડાંગ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે હથિયારબંઘી ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે તે માટે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭ (૧) હેઠળ, ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. ડી.તબીયારે સમગ્ર જિલ્લામાં હથિયારબંઘી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરી, નીચે દર્શાવ્યા મુજબનો કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. (૧) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ઘોકા, છરી, બંદૂક, લાકડી, લાઠી, હજામનો અસ્ત્રો, ત્રિશૂલ, શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું કોઇ સાઘન સાથે લઇ જવું નહી, (ર) કોઇ ક્ષયકારી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવું નહી, (૩) પથ્થરો અથવા બીજા…
Read Moreધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા અન્વયે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, નવસારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ થી શરૂ થનાર એસ.એસ.સી. ધોરણ-૧૦, એચ.એસ.સી. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬ (નિયમિત/રીપીટર/ખાનગી/પૃથ્થક ઉમેદવારો) પરીક્ષા અન્વયે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરી કામગીરી શરૂ કરી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ઉપલબ્ધ છે. સમગ્ર પરીક્ષા દરમિયાન કોઇપણ અડચણ વગર વિદ્યાર્થીઓ પરીક્ષા…
Read Moreગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં ડૉક્ટર, નર્સ, જુનિયર ઈજનેર, પ્લાન્ટ અટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ સહિત કુલ 292 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે તેમજ રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં ડૉક્ટર, નર્સ, જુનિયર ઈજનેર, પ્લાન્ટ અટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ સહિત કુલ 292 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા. ઊર્જા વિભાગના કર્મયોગીઓ વિવિધ આપત્તિ સમયે જીવના જોખમે 24×7 કામ કરીને જરૂરિયાતવાળા વિસ્તારમાં ઝડપી વીજળી પુનઃસ્થાપિત કરવાનું ભગીરથ કામ કરે છે, જે હંમેશાં પ્રશંસનીય છે : મંત્રી ઋષિકેશભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના રોડ મેપને સાકાર કરવામાં આપણે સૌ પોતાનું મહત્તમ યોગદાન આપીએ તેવું…
Read Moreજૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા થાય જેથી જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીને કામગીરી માટે સૂચના આપી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે, ત્યારે આજે આ મેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર દરવાજાથી ચાલીને ભવનાથ મંદિર સુધી અને રવેડીના રૂટનું ચાલીને જાત નિરીક્ષણ કર્યું હતું. કલેકટરની સાથે કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, એસ.પી સુબોધ ઓડેદરા, મેળા અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને મેળાની વિવિધ કમિટીના અધ્યક્ષોએ ચાલીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રસ્તામાં જ્યાં જ્યાં ભાવિકોની સગવડતાની વિશેષ આવશ્યકતા હતી ત્યાં…
Read Moreખેલ મહાકુંભ અંતર્ગત બીલીમોરા ખાતે સ્ટેટ લેવલ હેન્ડબોલ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ
હિન્દ ન્યુઝ, નવસારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત હેન્ડબોલ રમતની રાજ્યકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલી વી.એસ. પટેલ કોલેજના ક્રિકેટ મેદાન પર ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ તથા નવસારી જિલ્લાના કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમનું મનોબળ અને ઉત્સાહ વધાર્યો હતો. કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ આ પ્રસંગે ખેલાડીઓને સંબોધતાં જણાવ્યું કે રમતગમતમાં સ્પોર્ટ્સમેનશિપનું મહત્વ વિશેષરૂપે હોય છે જીત અને…
Read More