હિન્દ ન્યુઝ, નવસારી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ થી શરૂ થનાર એસ.એસ.સી. ધોરણ-૧૦, એચ.એસ.સી. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬ (નિયમિત/રીપીટર/ખાનગી/પૃથ્થક ઉમેદવારો) પરીક્ષા અન્વયે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરી કામગીરી શરૂ કરી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ઉપલબ્ધ છે. સમગ્ર પરીક્ષા દરમિયાન કોઇપણ અડચણ વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે પ્રકારની સુચારુ આયોજન ગોઠવવામાં આવ્યું છે. પરીક્ષાના સફળ સંચાલન માટે શિક્ષણતંત્ર કાર્યરત રહેશે.
નવસારી જિલ્લામાં એસ.એસ.સી.માં નવસારી-૭૮ અને ચીખલી-૮૧ ઝોનમાં કુલ-૨૯ કેન્દ્રો, બિલ્ડીંગ સંખ્યા-૬૬, બ્લોક-૭૦૧ અને કુલ-૨૧૦૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ)માં નવસારી-૩૮ અને ચીખલી- ૫૮ ઝોનમાં કુલ-૧૬ કેન્દ્રો, બિલ્ડીંગ સંખ્યા-૩૪, બ્લોક- ૩૨૮ અને કુલ-૯૪૦૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એચ.એસ.સી.(વિજ્ઞાન પ્રવાહ)માં નવસારી-૩૮ અને ચીખલી-૫૮ ઝોનમાં કુલ-૦૫ કેન્દ્રો, બિલ્ડીંગ સંખ્યા-૨૧, બ્લોક-૨૫૭ અને કુલ-૫૦૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક) માં નવસારી-૨૩ ઝોનમાં કુલ-૦૫, બિલ્ડીંગ સંખ્યા-૧૪, રસાયણ/ભૌતિક /જીવ વિજ્ઞાન માં કુલ-૧૨૧૧૨ વિદ્યાર્થીઓ ૦૫ ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન પ્રેકટીકલ પરીક્ષા આપશે.
પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ માટે સારથી હેલ્પલાઇન ટીમ કાર્યરત છે જેમાં ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ તથા મૂંઝવણ અનુભવે તો સંપર્ક કરી શકાશે.
બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત્ રહયા હતાં.

