હિન્દ ન્યુઝ, બનાસકાંઠા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન સાણંદ ખાતે ₹22,516 કરોડના રોકાણથી નિર્મિત ‘માઇક્રોન ટેક્નોલોજી’ના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ચિપ ઉત્પાદન ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવામાં આ પ્રોજેક્ટ નિર્ણાયક સાબિત થશે. માઇક્રોન ટેક્નોલોજીના આ પ્લાન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે અનિવાર્ય એવા SSD અને રેમ (RAM) જેવા સ્ટોરેજ ઉપકરણોનું નિર્માણ કરવામાં આવશે; આ પહેલ દ્વારા અંદાજે 5000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે, જેમાં દિવ્યાંગોને પણ સમાન તક આપીને સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.
Read MoreMonth: February 2026
VNSGU- ૫૮મો પદવીદાન સમારોહ
હિન્દ ન્યુઝ, સુરત VNSGU ના ૫૮મા પદવીદાન સમારોહમાં ‘ગામીત જાતિનું લોકસાહિત્ય-સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિ અને લોકબોલીના સંદર્ભે’ વિષય પર પી.એચ.ડીની ડિગ્રી મેળવી વ્યારાના ૬૦ વર્ષીય પ્રો.વસંતભાઈ ગામીતે સાબિત કર્યું કે, “A TEACHER IS PRIMARILY A STUDENT, THAN A TEACHER….” VNSGUના ગુજરાતી બોર્ડના ચેરમેન હોવાની સાથે છેલ્લા ૩૫ વર્ષોથી વ્યારા કોલેજમાં ગુજરાતી પ્રોફેસર તેમજ વાઈસ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી રહેલા વસંતભાઈને કોરોના મહામારીના સમયમાં આવેલા વિચારને પરિણામ સ્વરૂપ આજે તેઓ Ph.Dની ડિગ્રી મેળવી ચુક્યા છે. તેમણે કહ્યું કે, પોતાની વર્ષો જૂની…
Read Moreત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન થયું હતું. કોલેજ પરિસરમાં યોજાયેલી આ સ્પર્ધામાં આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આકર્ષક અને સર્જનાત્મક રંગોળીઓ રજૂ કરી હતી. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ જુદા જુદા રંગો અને પરંપરાગત ડિઝાઇનનો ઉપયોગ કરીને આયુર્વેદનો સંદેશ અસરકારક રીતે રજૂ કર્યો હતો. કેટલીક રંગોળીઓમાં આરોગ્ય જાગૃતિ અને દૈનિક જીવનમાં આયુર્વેદના મહત્વને પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવ્યું હતું. આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, કલાત્મક અભિવ્યક્તિ અને ભારતીય સંસ્કૃતિ…
Read Moreજૂનાગઢ ખાતે BLS (બેઝીક લાઈફ સપોર્ટ) એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જુનાગઢ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલી ને ફાળવામાં આવેલ BLS (બેઝીક લાઈફ સપોર્ટ) એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને જિલ્લા વિકાસ અધિકા એચ.પી. પટેલ એ લીલી ઝંડી આપી હતી. જુનાગઢ જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ મજબુત બને અને વધુ અસરકારક રીતે તાત્કાલીક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તે માટે સરકારની યોજનાના અનુસંધાને સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલીને અંદાજીત રૂપીયા ૩૨ લાખના ખર્ચે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે.જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ આ એમ્બ્યુલન્સથી આરોગ્ય સેવાઓને ગામડા અને દૂરના વિસ્તારોમાં…
Read Moreકડોદરામાં ‘સ્વદેશી મેળા’ દ્વારા નારીશક્તિ અને સ્થાનિક કલાને મળ્યું પ્રોત્સાહન
હિન્દ ન્યુઝ, કડોદરા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (ગુજરાત શહેરી આજીવિકા મિશન) તથા કડોદરા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કડોદરા ચાર રસ્તા પાસે આવેલા અકળામુખી મંદિર ગ્રાઉન્ડ ખાતે તા.૨ માર્ચ સુધી આયોજિત સ્વદેશી-મેળાનો પ્રારંભ થયો છે. વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના ઉમદા હેતુથી આયોજિત આ મેળાને આજે જ કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ નારાયણીબેન શર્મા, અંકુરભાઈ દેસાઈ, ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી તથા સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નારાયણીબેને મેળાના આયોજનોથી સ્થાનિક સ્તરે કારીગરોની સુષુપ્ત…
Read More₹6.97 કરોડની પ્રોત્સાહક સહાય સિંગલ ક્લિકથી ખેડૂતોના બેંક ખાતામાં જમા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે ₹2000ની સહાયનું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં DBTથી વિતરણ કર્યું..l ઉલ્લેખનીય છે કે, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ…
Read More‘વારસો અને વિરાસત’નો અનોખો સંગમ : ‘ડાંગ દરબાર’
હિન્દ ન્યુઝ, ડાંગ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘વારસો અને વિરાસત’ વિશે વારંવાર ભાર મૂકે છે. તેમના મતે “આપણો વારસો માત્ર ભૂતકાળનું ગૌરવ નથી, પરંતુ ભવિષ્ય માટેની પ્રેરણા અને માર્ગદર્શન પણ છે.” આ બાબતને ચરિતાર્થ કરતો ડાંગ જિલ્લાનો એકમેવ ઉત્સવ એટલે ‘ડાંગ દરબાર’. ભારતની હજારો વર્ષની સંસ્કૃતિ, પ્રકૃતિ, પરંપરા, યોગ, આયુર્વેદ, વેદો અને લોકકલાઓ આપણા રાષ્ટ્રની ઓળખ છે. આ વિરાસતને જાળવવી અને નવી પેઢી સુધી પહોંચાડવી એ આપણી જવાબદારી છે. “વિકાસ પણ, અને વિરાસત પણ” ના પ્રધાનમંત્રીના મંત્ર અનુસાર, આધુનિક વિકાસ સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ જરૂરી છે. તો આપણા ઐતિહાસિક સ્થળોનું…
Read More‘ડાંગ દરબાર’ માં રજૂ થયા રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર ‘ના પ્રારંભ સાથે ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ માણવા મળશે. ‘ડાંગ દરબાર’ ના ઉદઘાટન સમારોહ અગાઉ આહવાના જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લાના વિખ્યાત નૃત્યો જેવા કે પાવરી નૃત્ય, ડાંગી નૃત્ય, ભવાળા નૃત્ય, તમાશા અને રામાયણ નૃત્ય નાટિકા, ભજન પાર્ટીની ધૂન, ડાંગી કોમેડીના તડકા સાથે ડાંગ બહારના વેસ્ટ ઝોનના વિખ્યાત રાઠવા નૃત્ય અને સિદ્દી ધમાલ નૃત્યોની રમઝટ પ્રજાજનોએ માણી હતી. આ સાથે ‘ડાંગ દરબાર’ ના ઉદઘાટન કાર્યક્રમ વેળા ‘રંગ ઉપવન’ ના રંગમંચ…
Read Moreરાજકોટ-વાડીનાર ટોલવે પ્રા.લિ. દ્વારા જાંબુડા CHC સેન્ટરને રૂ.૮ લાખના ખર્ચે “ટ્રુનેટ TB મશીન” ડોનેટ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે રાજકોટ-વાડીનાર ટોલવે પ્રા.લિ. (સેકુરા ગ્રુપ કંપની) દ્વારા જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્રને આધુનિક “ટ્રુનેટ TB મશીન”નું દાન આપવામાં આવ્યું છે. આ મશીન પ્રાપ્તિથી ક્ષયરોગ (TB)ના નિદાનમાં ઝડપી અને ચોકસાઈભર્યું પરિણામ મેળવવામાં આરોગ્ય કેન્દ્રને સહાય મળશે. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કંપનીના અધિકારીઓ-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મશીનનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. ટ્રુનેટ TB મશીન દ્વારા નમૂનાઓનું ઝડપી પરીક્ષણ કરી સમયસર સારવાર શરૂ કરી શકાશે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં TB નિયંત્રણ અભિયાનને વધુ વેગ મળશે. રાજકોટ વાડીનાર ટોલવે પ્રા.લિ. એ સામાજિક જવાબદારી…
Read Moreજામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને અદ્યતન “એન્વાયરમેન્ટલ મોનિટરિંગ મોબાઇલ વ્હીકલ” ફાળવાયું
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હવાની ગુણવત્તાની અસરકારક દેખરેખ માટે ૨ આધુનિક “એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલ” (EMMV) ની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી એક વાહન જામનગર સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને ફાળવવામાં આવ્યું છે. પ્રાયોગિક ધોરણે આ મોબાઇલ મોનીટરીંગ વાહન દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ વ્યાપક હવાની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. વાહનમાં આધુનિક યંત્રસામગ્રી સુસજ્જ છે, જેના માધ્યમથી પર્યાવરણ સંબંધિત વિવિધ પરિમાણોની માપણી કરી શકાશે. મોબાઇલ વાહન દ્વારા સંકલિત કરવામાં આવેલા આંકડાઓનો વિગતવાર અહેવાલ ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની…
Read More