આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય માટે સહિયારા પ્રયાસો કરવા આહ્વાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે નાગરિકોને આત્મહત્યાથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્ત્વપૂર્ણ પહેલ ‘જીવન આસ્થા’ હેલ્પલાઇનની 10 વર્ષની જ્વલંત સફળતાને બિરદાવી, હેલ્પલાઇનના સૌ કર્મચારીઓ, પોલીસ વિભાગના જવાનો અને અધિકારીઓ ઉપરાંત આ હેલ્પલાઇનની સેવામાં સદાય તત્પર રહેનાર મનોચિકિત્સકોને અભિનંદન પાઠવી તમામનું સન્માન કર્યું.      સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે ‘જીવન આસ્થા’ ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે : મંત્રી

Read More

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢ ખાતે પ્લેસમેન્ટ ફેર યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢ ખાતે પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જેમાં ૩૭ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા.  આ પ્લેસમેન્ટ ફેરમાં લાઇફ ઇન્શ્યોરન્સ અને ફીલપકાર્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર પછી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોલેજના વિવિધ વિભાગના ૭૫ જેટલા વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. લાઇફ ઇન્શ્યોરન્સ સંસ્થામાં ૨૫ વિદ્યાર્થીઓની અને ફીલપકાર્ટ કંપનીમાં ૧૨ વિદ્યાર્થીઓની માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે પસંદગી કરવામાં આવી હતી.  આ કાર્યક્રમ પ્રિન્સિપાલ ડો.જે.આર.વાંઝા ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં પ્લેસમેન્ટ સમિતિ કોઓર્ડીનેટર ડો. આર. આર. ડાંગર તેમજ સમિતિના…

Read More

મોરબીના કોઈ નાગરિક નેપાળના પ્રવાસે હોય કે ત્યાં ફસાયા હોય તેમના માટે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, મોરબી      હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નેપાળ દેશના પ્રવાસે હોય અથવા કે ફસાયેલ હોય તેવા મોરબી જિલ્લાના નાગરિકોએ કોઇપણ પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ…

Read More

મેદસ્વિતાથી બચવા / નિયંત્રણમાં લાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, મોરબી      આજની અક્રિયાશીલ જીવનશૈલી, અપ્રાકૃતિક ખાનપાન, રહેણી-કરણી તેમજ આચાર વિચારને કારણે વ્યક્તિ મેદસ્વિતાનો શિકાર બની રહ્યો છે. જીવનશૈલીમાં નકારાત્મક પરિવર્તન આવવાના કારણે આજે મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર્શાવવામાં આવેલ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી મેદસ્વિતાથી બચી શકાય છે કે તેને નિયંત્રણમાં લાવી શકાય છે. મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ અભ્યાસ ખૂબ જ પ્રભાવકારી છે. મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ ચિકિત્સા રામબાણ સમાન છે. યોગીક જીવનશૈલી, યોગા અભ્યાસ અને સંતુલિત આહારવિહાર કોઈપણ નકારાત્મક અસર વગર શારીરિક ચયાપચય અને હોર્મોન્સસ્ત્રાવને…

Read More

કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025 વિધાનસભા ગૃહમાં પસાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર : સુધારા વિધેયકની મહત્ત્વની જોગવાઈઓ : ➡️ આ સુધારાથી રાત્રિ પાળીમાં મહિલાઓને તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે ➡️ મહિલા શ્રમ યોગીઓને સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા, આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને રાખીને મહત્ત્વનો નિર્ણય ➡️ રાત્રિ પાળીમાં સ્વેચ્છાએ કામ કરવાથી મહિલાઓ તેમના ઘર-પરિવાર માટે દિવસે વધુ સમય આપી શકશે ➡️ નવી જોગવાઈ મુજબ વિરામ સાથે રોજના 12 કલાક પરંતુ, સપ્તાહના માત્ર 48 કલાક જ કામ કરવાની મંજૂરી આપી શકશે ➡️ શ્રમયોગીને 06 કલાક પછી ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ આપવાની જોગવાઈ ➡️ જે કામદાર 12 કલાક…

Read More

“ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -2025” સર્વાનુમતે ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર – રજિસ્ટ્રેશન વિના ચાલતી ચિકિત્સા સંસ્થાને ₹25 હજારથી ₹5 લાખ સુધીના દંડની જોગવાઈ – અત્યાર સુધીમાં રાજ્યમાં 36 હજારથી વધુ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન થયા – રાજ્યમાં નાના ક્લિનિકથી લઇ મોટી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ, લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજિટલી રજિસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ – રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજિસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય તા. 12.09.2025થી વધારીને તા. 30.04.2026 સુધી કરવામાં આવશે

Read More

વઘઈ-સાપુતારા માર્ગ ઉપરનો ‘નંદી ઉતારા’ બ્રિજ ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત જાહેર કરાયો

હિન્દ ન્યુઝ, ડાંગ      ગિરિમથક સાપુતારા ને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર : SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના ‘નંદી ઉતારા’ મેજર બ્રિજની સ્ટ્રેન્ધનીંગની કામગીરી પ્રગતિમાં છે. જેમાં ગનાઇટીંગ અને ગ્રાઉટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રીજ સરકાર દ્વારા નીમવામાં આવેલ બ્રીજ કન્સલ્ટન્ટ દ્વારા ચકાસણી કરી વધુમાં વધુ ૨૫ ટન સુધીની વજન ક્ષમતા ધરાવતા વાહનોને સ્ટ્રીક્ટ ટ્રાફિક કન્ટ્રોલ સાથે પસાર થવા અભિપ્રાય આપવામાં આવેલ છે. જેથી બ્રીજ પરથી ૨૫ ટન સુધીની વજન ક્ષમતા ધરાવતા વાહનોને સ્ટ્રટીક્ટ ટ્રાફિક કન્ટ્રોલ સાથે પસાર થવા દેવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ…

Read More

મુખ્યમંત્રી ની ઈઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઈઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી તેમજ ભારત-ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે હેરિટેજ, ટ્રેડિશન, કલ્ચર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં રહેલી સામ્યતાનો ઉલ્લેખ કરીને આ સંબંધનું ફલક ભવિષ્યમાં વધુ સંગીન બનાવવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.  ઇઝરાયેલના નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રતિભાશાળી રાષ્ટ્રપુરુષની જન્મભૂમિ નિહાળવાની ખેવના સાથે ગુજરાતમાં બિઝનેસ-ટુ-બિઝનેસ રિલેશન્સ વિકસાવવા અને ગિફ્ટ સિટી જેવા આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ સેન્ટરમાં ઇઝરાયેલની નાણાંકીય સંસ્થાઓના વ્યવસ્થાપનની સંભાવનાઓ સંદર્ભમાં તેઓ ખાસ ગુજરાત આવ્યા છે. મુખ્યમંત્રીએ ઇઝરાયેલે ડ્રીપ ઈરીગેશનમાં હાંસલ કરેલ મહારથ…

Read More

મેદસ્વિતાનું સરળ અને અસરકારક નિવારણ – તંદુરસ્ત જીવન તરફ એક પગલું!

હિન્દ ન્યુઝ, રાજકોટ     આધુનિક જીવનશૈલીને કારણે મેદસ્વિતા વૈશ્વિક ચિંતાનો વિષય બની રહી છે. આ સમસ્યા માટે અસંતુલિત આહાર, બેઠાડું જીવનશૈલી, આનુવંશિકતા અને હોર્મોનલ ફેરફારો જેવા અનેક પરિબળો જવાબદાર છે. મેદસ્વિતા માત્ર શારીરિક દેખાવને જ નહીં, પણ સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરે છે. સ્થૂળતા ઓછી ન કરવામાં આવે તો તે શારીરિક અને માનસિક અનેક બીમારીઓનું કારણ બની શકે છે. આથી, ગુજરાત સરકાર ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન થકી ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવતને ચરિતાર્થ કરવા નાગરિકોને સ્વાસ્થ્યની જાગૃતિ તથા મેદસ્વિતાના નિયંત્રણ માટે પ્રેરિત કરી રહી છે. ત્યારે મેદસ્વિતાના…

Read More

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ભારત સરકારની મિશન શક્તિ યોજના હેઠળ સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ભારત સરકારની મિશન શક્તિ યોજના હેઠળ કાર્યરત સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્વારા તા. ૦૨ સપ્ટેમ્બરથી તા. ૧૨ સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન કરાયું છે.   જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મવડી અને રાજીવ ગાંધી પ્રાથમિક શાળાના સહયોગથી ગત તા. ૦૫ સપ્ટેમ્બરને શુક્રવારે સેક્સ્યુઅલ અને રીપ્રોડક્ટીવ હેલ્થ વિષય આધારિત કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરાવી કેન્દ્રની કામગીરી સમજાવવી, વજન-ઊંચાઈનું માપન કરવું, સેનેટરી પેડ વિતરણ કરવા અને રીપ્રોડક્ટિવ હેલ્થ વિશે…

Read More