હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે નાગરિકોને આત્મહત્યાથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્ત્વપૂર્ણ પહેલ ‘જીવન આસ્થા’ હેલ્પલાઇનની 10 વર્ષની જ્વલંત સફળતાને બિરદાવી, હેલ્પલાઇનના સૌ કર્મચારીઓ, પોલીસ વિભાગના જવાનો અને અધિકારીઓ ઉપરાંત આ હેલ્પલાઇનની સેવામાં સદાય તત્પર રહેનાર મનોચિકિત્સકોને અભિનંદન પાઠવી તમામનું સન્માન કર્યું.
સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે ‘જીવન આસ્થા’ ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે : મંત્રી
